AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી જાહેર

AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી ઠર્યા છે. વર્ષ 2013ની ઘટનામાં એડિશનલ સેશન્સ કોર્ટે આ નિર્ણય કર્યો છે.
dalit news

પંજાબના તરનતારનની એક કોર્ટે વર્ષ 2013માં એક દલિત યુવતીની છેડતી અને હુમલો કરવાના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરાને દોષિત ઠેરવ્યા છે. આ કેસ લગ્ન સમારોહમાં એક મહિલાની છેડતી સાથે સંબંધિત છે. હાલ કોર્ટે ધારાસભ્યને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો છે. 2013માં લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલી અનુસૂચિત જાતિના પરિવારની યુવતીની છેડતી અને હુમલો કરવાના કેસમાં એડિશનલ સેશન્સ જજ તરનતારન પ્રેમ કુમારની કોર્ટે ખદૂર સાહિબના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરા અને અન્ય લોકોને મુખ્ય આરોપી તરીકે દોષિત ઠેરવ્યા છે. સજાની જાહેરાત 12 સપ્ટેમ્બરે થશે.

2013માં મામલો સંસદ સુધી ગૂંજ્યો હતો

વર્ષ 2013 માં જ્યારે યુવતીની છેડતી કરવામાં આવી હતી, ત્યારે આ  ઘટનાના પડઘા છેક સંસદ સુધી પડ્યા હતા. મામલો 4 માર્ચ 2013 નો છે, જ્યારે એક દલિત મહિલા તેના પરિવાર સાથે લગ્ન સમારોહમાં પહોંચી હતી. અહીં કેટલાક ટેક્સી ડ્રાઈવરોએ તેની છેડતી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં MGNREGA યોજના પણ મજૂરોને રોજગારી ન અપાવી શકી?

જ્યારે પરિવારે વિરોધ કર્યો ત્યારે તેમને ખૂબ માર મારવામાં આવ્યો હતો. એ પછી, પરિવારને પોલીસ તરફથી પણ ન્યાય મળ્યો ન હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં પોલીસ પીડિતાના પરિવારને રસ્તાની વચ્ચે માર મારતી જોવા મળે છે.

આરોપીઓમાંથી એક ધારાસભ્ય બની ગયા

સુપ્રીમ કોર્ટે આ વાયરલ વીડિયોની નોંધ લીધી હતી અને પીડિતાના પરિવારને સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, આ મામલાએ વળાંક લીધો જ્યારે છેડતી કરનારા ટેક્સી ડ્રાઈવરોમાંથી એક મનજિંદર સિંહ લાલપુરા આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીત્યા અને ધારાસભ્ય બન્યા. આ કેસ છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યો હતો, આખરે હવે કોર્ટે મનજિંદર સિંહ લાલપુરા અને તેના સાથીઓને દોષિત જાહેર કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાત BSP નેતાની માતાનું અવસાન થયું, છતાં પક્ષનું કામ ન છોડ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x