પંજાબના તરનતારન જિલ્લાની એક કોર્ટે ખદૂર સાહિબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરાને 12 વર્ષ જૂના કેસમાં ચાર વર્ષની સજા ફટકારી છે. આ કેસ દલિત મહિલા પર હુમલો અને છેડતી સાથે સંબંધિત છે. શુક્રવારે એડિશનલ સેશન્સ જજ પ્રેમ કુમારની કોર્ટે સજા જાહેર કરી. કોર્ટે લાલપુરા સહિત સાત આરોપીઓને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને એક-એક વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે તમામ આરોપીઓને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને કાયદા મુજબ પીડિતાને વળતર આપવાનો આદેશ આપ્યો છે. સજા સંભળાવ્યા બાદ પીડિતાએ કહ્યું કે તેને લાંબા સમય પછી ન્યાય મળ્યો છે. તેણીએ કહ્યું કે ન્યાય સુધી પહોંચવામાં 12 વર્ષ લાગ્યા, પરંતુ આખરે ગુનેગારોને તેમના ગુનાની સજા મળી છે. ન્યાયમાં વિલંબ થયો છે પરંતુ અમને રાહત થઈ છે.
11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા
બુધવારે અગાઉ કોર્ટે છ પોલીસકર્મીઓ સહિત 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જોકે, સુનાવણી દરમિયાન એક આરોપી પરમજીત સિંહનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક આરોપી હરવિંદર સિંહ, જે હાલમાં તિહાર જેલમાં બંધ છે, તે શુક્રવારે કોર્ટમાં હાજર રહી શક્યો ન હતો. તેની સજા 16 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી
તમને જણાવી દઈએ કે આ ઘટના 4 સપ્ટેમ્બર 2013 ની છે, જ્યારે પીડિતા અને તેનો પરિવાર એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં એક ટેક્સી ડ્રાઈવર અને કેટલાક અન્ય લોકોએ 19 વર્ષની દલિત યુવતીને માર માર્યો હતો અને તેની છેડતી કરી. ઘટનાની માહિતી મળતાં, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે પણ યુવતી સાથે ગેરવર્તણૂક કરી હતી.
AAP MLA Manjinder Singh Lalpura sentenced to four years in jail in 2013 assault and molestation case pic.twitter.com/GVR5X0N1VY
— Jagtar Singh Bhullar (@jagtarbhullar) September 12, 2025
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સ્વયં નોંધ લીધી અને પીડિતા અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડવાના આદેશો જારી કર્યા. જ્યારે મનજિંદર સિંહ લાલપુરા એ વખતે ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. એ પછી તે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પાર્ટીના જિલ્લા પ્રમુખ અને યુવા પાંખના વડા બન્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, તેણે તરનતારન જિલ્લાની ખદૂર સાહિબ બેઠક પરથી ચૂંટણી લડી અને બે વખત કોંગ્રેસના ધારાસભ્ય રમણજીત સિંહ સિક્કીને હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા. હવે તે ચાર વર્ષ સુધી જેલની સજા ભોગવશે.
આ પ ણવાંચો: AAP ધારાસભ્ય મનજિંદરસિંહ દલિત મહિલાની છેડતી અને હુમલાના કેસમાં દોષી જાહેર











Users Today : 1736