ભાજપના નેતાઓ જાહેરમાં દલિત હિતની વાતો કરે છે પરંતુ તેમના જ સંગઠનના સવર્ણ કાર્યકરો દલિતો સાથે કેવો વ્યવહાર કરે છે તેની આ વાત છે. મામલો રાજસ્થાનનો છે. અહીં ભાજપના નેતા સતીશ પુનિયાના કાર્યક્રમમાં હાજરી ન આપવા બદલ એક દલિત વિદ્યાર્થીને ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી(ABVP)ના કાર્યકરોએ હોસ્ટેલમાં જઈને ઢોર માર માર્યો(dalit student beaten up) હતો. આ હુમલામાં દલિત વિદ્યાર્થીની આંગળીઓમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તેની પાંસળીઓ અને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ મામલે એબીવીપી(ABVP)ના કાર્યકરો સામે એટ્રોસિટી એક્ટ(sc st act)ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જો કે, રાજસ્થાનમાં ભાજપ સત્તામાં છે અને આરોપીઓ ABVP ના કાર્યકરોએ હોવાથી આ કેસમાં ન્યાય મળશે કે કેમ તે સવાલ છે.
મામલો શું હતો?
રાજસ્થાનના જોધપુરના ભગત કી કોઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યૂ કેમ્પસ પરિસરમાં હોસ્ટેલમાં રહેતા એક દલિત વિદ્યાર્થી પર ABVP ના કાર્યકરોએ હુમલો કર્યો હતો. દલિત વિદ્યાર્થીએ ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા રવિન્દ્ર સિંહ બંતા અને અન્ય લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના જોધપુરની જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીના નવા કેમ્પસમાં બની હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, ભાજપ નેતા સતીશ પુનિયાની એક સભા યોજાઈ હતી. જેમાં ABVP ના કાર્યકરોએ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત હાજર રહેવું તેવું ફરમાન જાહેર કર્યું હતું. જો કે દલિત વિદ્યાર્થી કમલ કિશોર નામનો દલિત વિદ્યાર્થી કોઈ કારણોસર આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો નહોતો. જેની જાણ એબીવીપીના કાર્યકરોને થતા તેઓ હોસ્ટેલમાં પહોંચી ગયા હતા અને દલિત વિદ્યાર્થીને ઢોરની જેમ માર માર્યો હતો. આ મામલે દલિત વિદ્યાર્થીએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે SC-ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: ‘અમે આદિવાસી છીએ, હિંદુ નથી’, કોંગ્રેસના આદિવાસી નેતાની સ્પષ્ટ વાત
વિદ્યાર્થી નેતા રવિન્દ્ર સિંહ બંતા દ્વારા હુમલો કરાયો
જૈસલમેરના રહેવાસી કમલ કિશોરે જણાવ્યું કે, તે જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીના ન્યૂ કેમ્પસમાં અંતિમ વર્ષનો B.SC નો વિદ્યાર્થી છે. આજે સવારે, લગભગ 10:30 વાગ્યે, જ્યારે તે તેના હોસ્ટેલના રૂમમાં સૂતો હતો, ત્યારે ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવ્યા હતા અને બધાંને ભાજપ નેતા સતીશ પુનિયાનું સ્વાગત કરવા માટે હાજર રહેવા ફરમાન કર્યું હતું. એ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ગયા હતા, પરંતુ કોઈ કારણોસર કમલ કિશોર જઈ શક્યો નહોતો. જેની જાણ વિદ્યાર્થી નેતા રવિન્દ્ર સિંહ બંતાને થતા તે તેના ત્રણ-ચાર સાથીઓ સાથે હોસ્ટેલમાં પહોંચી ગયો હતો અને કમલ કિશોર પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: જય ભીમ’નો ઝંડો ન ઉતારતા દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો
દલિત વિદ્યાર્થીની આંગળી ફ્રેક્ચર થઈ ગઈ, પાંસળી-પેટમાં પણ ઈજા
આ હુમલામાં દલિત યુવક કમલ કિશોરની આંગળી ફ્રેક્ચર થઈ ગઈ અને પાંસળીઓ અને પેટમાં ઊંડી ઈજાઓ થઈ છે. હાલમાં, ઘાયલ કમલ કિશોર જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના સમાચાર મળતાં દલિત સંગઠનોના સભ્યો પણ ભગત કી કોઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કમલ કિશોરે કહ્યું કે તેઓ અંગત કારણોસર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા, પરંતુ એબીવીપીના કાર્યકરોએ તેને જાતિસૂચક અપશબ્દો કહીને હુમલો કર્યો હતો.
SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને શાંત પાડ્યા હતા. એ પછી દલિત વિદ્યાર્થીની ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. ભગત કી કોઠી પોલીસ સ્ટેશનના અધિકારી રાજીવ ભાદુએ જણાવ્યું હતું કે જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીની ન્યૂ કેમ્પસ હોસ્ટેલમાં રહેતા બીએસસીના અંતિમ વર્ષના વિદ્યાર્થી કમલ કિશોરે ફરિયાદ નોંધાવી છે. તેણે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા રવિન્દ્ર સિંહ બંતા અને અન્ય લોકો પર હુમલો કરવાનો અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ બાબતને ગંભીર ગણીને પોલીસે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: દલિત યુવકે દારૂ પીતા રોકતા લુખ્ખાઓએ તલવારથી હાથની નસ કાપી નાખી












Users Today : 1736
*દલિતો સંગઠિત નહિ રહેશો તો આવા કાયરો નપુંસકો “મુખ મેં રામ ઔર બગલ મેં છુરી”! જેવો દાવ ખેલ્યા કરશે, આપણી એક એક વ્યક્તિને રોજબરોજ ટાર્ગેટ કરે છે, તો હવે દલિતો જાગો અને હિન્દુ ધર્મનાં તહેવારોમાંથી મુક્ત થાવા એ જ પ્રાર્થના સહ.
સૌને સપ્રેમ જયભીમ, જય સંવિધાન જય ભારત!