Adivasi News: મધ્યપ્રદેશના ઝાબુઆના એક ગામમાં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા એક આદિવાસી શખ્સને જયશ્રી રામ ન બોલવા બદલે કેટલાક લોકો દ્વારા માર મારવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. રાવજી ડામોર નામના એક વ્યક્તિએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આથી તેણે કહ્યું, “હું જય શ્રી રામ નહીં કહું.” આટલું બોલતાની સાથે જ કેટલાક લોકોએ તેને રોક્યો અને તેને કહેવા લાગ્યા, “જય શ્રી રામ બોલો.” રાવજીએ તેમનું કહ્યું ન માનતા તેને માર માર્યો હતો.
ધર્મ પરિવર્તનનો મામલો શું છે?
વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે રાવજી પોતાના વલણ પર અડગ છે. જ્યારે તે ના પાડે છે, ત્યારે કેટલાક લોકો તેને માર મારવાનું અને દુર્વ્યવહાર કરવાનું શરૂ કરે છે. પરિસ્થિતિ વણસતા જ લોકો બહાના કાઢવાનું શરૂ કરે છે. રાવજીનું કહેવું છે કે, તેને વચ્ચે જ રોકવામાં આવ્યો હતો અને જય શ્રી રામ બોલવા માટે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું કહેવાયું.

આ પણ વાંચો: દલિત મહિલાને રસોઈ બનાવતી રોકનાર 6 ને જેલમાં ધકેલી દેવાયા
મીડિયા રિપોર્ટ મુજબ, મામલો અહીં જ ખતમ નથી થતો. હુમલો કરનારાઓએ રાવજી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. ચૈન સિંહ મૈડા નામના એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે રાવજી ગામનું વાતાવરણ બગાડી રહ્યો છે અને અન્ય આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરવા માટે ઉશ્કેરી રહ્યો છે. આનો અર્થ એ થયો કે બંને પક્ષો વચ્ચેનો સંઘર્ષ હવે FIR સુધી પહોંચી ગયો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે FIR નોંધી છે અને વાયરલ વીડિયોની પણ નોંધ લીધી છે.

ઝાબુઆના થાંડલા પોલીસ સ્ટેશન વિસ્તારના SDOP નીરજ નામદેવે મીડિયાને જણાવ્યું હતું કે આ મામલો પાટડી ગામનો છે અને પોલીસ બંને પક્ષોની વાત ગંભીરતાથી સાંભળી રહી છે. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ પોલીસ કહે છે કે આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.
આ પણ વાંચો: ‘સુપ્રીમ કોર્ટ સરકારના દબાણમાં છે, ‘સુપ્રીમ’ કહેવડાવાને લાયક નથી!’
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ આખી ઘટનાએ માત્ર ગામમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે કોઈના પર તેમના ધર્મને લઈને દબાણ કેમ કરવામાં આવે છે? કોણ ક્યો ધર્મ પાળશે તે ભીડ કેવી રીતે નક્કી કરી શકે? આ દેશનું બંધારણ લોકોને કોઈપણ ધર્મ પાળવાની છૂટ આપી રહી છે.
ઝાબુઆનો આ કેસ હજુ પણ તપાસ હેઠળ છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો તેના પર વિવિધ રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યૂઝર્સ રાવજીને ટેકો આપી રહ્યા છે, તો કેટલાક તેને માર મારનારાઓના બહાના સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આખા મામલામાં એક વાત નક્કી છે કે, જય શ્રી રામનો નારાની આડમાં હિંદુત્વવાદીઓ દલિતો, આદિવાસીઓને નિશાન બનાવી રહ્યા છે.
આ પણ વાંચો: પ્રિન્સિપાલે ધમકાવતા આદિવાસી વિદ્યાર્થી સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો










