Dalit Youth Suicide: NCRB ના ડેટા મુજબ છેલ્લાં 10 વર્ષમાં દેશમાં દલિતો-આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓમાં અનુક્રમે 46 ટકા અને 91 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડાઓને સાચા પાડતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક દલિત યુવકે પ્રેમિકાના પરિવારે હડધૂત કરતા ટ્રેન સામે કૂદીને આપઘાત કરી લીધો હતો. દલિત યુવકને તેની પ્રેમિકાએ મળવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. યુવક યુવતીને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. એ દરમિયાન યુવતીના પરિવારે તેને પકડી લીધો હતો. એ પછી તેમણે યુવકના કપડાં ઉતરાવી નગ્ન કરી, મૂછો અને માથું મુંડાવી માર મારીને ગામ બહાર કાઢી મૂક્યો હતો. આ ઘટનાથી દલિત યુવકને એટલો આઘાત લાગ્યો હતો કે તેણે ચાલતી ટ્રેન સામે કૂદીને આપઘાત કરી લીધો હતો.
રાજસ્થાનના અજમેરની ઘટના
મામલો મહિલાઓ માટે નરક મનાતા રાજસ્થાનનો છે. અહીંના અજમેરમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક દલિત યુવકે પોતાના પ્રેમની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી છે. માનસિક ત્રાસ અને હુમલાને કારણે દલિત યુવકે આત્મહત્યા કરી લેતા મૃતકનો પરિવાર મૃત્યુનો શોક મનાવી રહ્યો છે.
આ પણ વાંચો: એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ
દલિત યુવકે આઘાતથી આત્મહત્યા કરી લીધી
દલિત યુવકે તેની પ્રેમિકાના પરિવાર દ્વારા તેના પર આચરવામાં આવેલી ભયાનક ઘટનાથી આઘાત પામીને આત્મહત્યા કરી લીધી હતી. મામલો રાજસ્થાનના અજમેરનો છે. 24 વર્ષીય નિતેશ વર્મા જયપુરના લુનિયાવાસનો રહેવાસી હતો. તે ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મળ્યો હતો અને 7 ઓક્ટોબર, 2025 ના રોજ તેને મળવા ગયો હતો. એ દરમિયાન યુવતીના પરિવારે તેને પકડી લીધો હતો. એ પછી તેમણે યુવકને ઘરમાં બાંધી દીધો, તેના કપડાં ઉતારાવ્યા, તેનું માથું અને મૂછો મુંડાવી નાખી અને માર મારતા-મારતા ગામબહાર કાઢી મૂક્યો.
યુવકે આપઘાત કરતા યુવતીનો પરિવાર ફરાર
આ ઘટનાથી દલિત યુવક નિતેશને એટલો આઘાત લાગી ગયો કે તેણે બીજા દિવસે 8 ઓક્ટોબર 2025ની સવારે અજમેરમાં આદર્શ નગર રેલ્વે ટ્રેક પર દોડતી ટ્રેનની સામે ઝંપલાવી દીધું. પોલીસ સ્ટેશનના અધિકારી દિનેશ ચૌધરીએ જણાવ્યું કે નિતેશે આપઘાત કર્યો ત્યારથી યુવતીના પિતા ફૂલચંદ, કાકા સંતોષ અને સત્યનારાયણ ગોસ્વામી ફરાર છે.
એસસી એસટી એક્ટ હેઠળ કેસ નોંધાયો
પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી, અપહરણ, હુમલો અને SC/ST એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે. આ ઉપરાંત, પોલીસે પીડિત પરિવારને ખાતરી આપી છે કે આરોપી ટૂંક સમયમાં પોલીસ કસ્ટડીમાં હશે.
આ પણ વાંચો: “અમારી જમીન પર સવર્ણોનો કબ્જો, હું CS રહ્યો છતાં છોડાવી ન શક્યો”











Users Today : 54