વીસનગરમાં આંબેડકર ભવનની જમીન પર હવે પાલિકા કચેરી બનશે!

વીસનગરમાં ડૉ.આંબેડકર ભવન બનાવવા માટે ફાળવાયેલી જમીન અચાનક પાલિકા ભવન બનાવવા માટે ફાળવી દેવાતા દલિત સમાજ રોષે ભરાયો છે.
Ambedkar Bhavan land dispute in Visnagar
Ambedkar Bhavan land dispute in Visnagar

ગુજરાતની ભાજપ સરકાર ડો.આંબેડકરના નામે બનતી કોઈપણ યોજના પર પાણી ફેરવી દેવા માટે જાણીતી છે. મહેસાણાના વીસનગર(visnagar)માં આવું જ કંઈક બન્યું છે. ગુજરાત સરકારે રાજ્યના 222 તાલુકા મથકોએ આંબેડકર ભવન(ambedkar bhavan) બનાવવા માટે જમીન ફાળવી(land dispute) હતી. આ અંતર્ગત વીસનગર તાલુકા પંચાયત પાછળ 1000 ચોરસ મીટર જમીન આંબેડકર ભવન માટે ફાળવવામાં આવી હતી. જોકે, આ જગ્યા પાલિકા ભવન બનાવવા માટે આપી દેવાતા આંબેડકર ભવન માટેની ફાળવેલી જમીન ઉપલબ્ધ થઈ ન હતી.

સરકારે યોજના બંધ કરી દીધી

આ અંગે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ રજૂઆત કરતા તેમને જાણવા મળ્યું કે સરકારે આ યોજના જ બંધ કરી દીધી છે. હાલમાં, બાકી રહેલી 620 ચોરસ મીટર જમીન પર જય ભીમ અનુસૂચિત જાતિ સેવા અને શૈક્ષણિક મંડળ, વીસનગર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. નગરપાલિકા સામેની જગ્યા પર આ જમીન આંબેડકર ભવન માટેની હોવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

વીસનગરના સ્થાનિકો શું કહે છે?

વીસનગરના રહેવાસી રોહિતભાઈ પરમારએ જણાવ્યું કે સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર, નાયબ-નિયામક કલેક્ટર અને સિટી સર્વે દ્વારા આ યોજના અમલમાં ન હોવાનો જવાબ આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2007-2008માં ગુજરાત રાજ્યના 225 તાલુકામાં અમલમાં મૂકવામાં આવી હતી. દરેક જિલ્લાના નાયબ-નિયામક કચેરી અને આરએમબી ખાતાને ત્રણ વર્ષમાં આ યોજનાનો અમલ કરવાનો હતો, પરંતુ તે થઈ શક્યો નહીં.

આ પણ વાંચોઃ એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ

Ambedkar Bhavan land dispute in Visnagar

અનુસૂચિત જાતિ સમાજ લડી લેવાના મૂડમાં

વીસનગરના અનુસૂચિત જાતિ સમાજની માંગણી છે કે સરકાર 225 તાલુકામાં આંબેડકર ભવન બનાવવાની આ યોજના અમલમાં લાવે અને વીસનગરમાં પણ આંબેડકર ભવન બનાવે. જોકે, હાલ સરકાર યોજના અમલમાં ન હોવાનું જણાવે છે. આથી, મહેસાણા કલેક્ટર પાસે લેખિતમાં 680 વાર જમીનની માંગણી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ સમાજ જંત્રી ભરીને પોતાના ફંડ-ફાળાથી ભવન બનાવવા તૈયાર છે.

હાઈકોર્ટમાં લડત આપવામાં આવશે

વીસનગરના અનુસૂચિત જાતિ સમાજને કલેક્ટર કચેરીમાંથી યોજના અમલમાં ન હોવાનો જવાબ મળતા, કલેક્ટરના હુકમ વિરુદ્ધ મહેસૂલ વિભાગમાં કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જો મહેસૂલ વિભાગ આ માંગણી પૂરી નહીં કરે, તો સમાજ દ્વારા આ મામલે હાઈકોર્ટમાં લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં 8 કામદારોને 11,000 વોલ્ટનો કરંટ લાગ્યો, 2નાં મોત, 6 ઘાયલ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Vikram Bhai
Vikram Bhai
5 months ago

बहुत ही अच्छी जानकारी दी गुजरात बड़ौदा में भी अंबेडकर भवन बनाने के लिए सरकार ने 2019 में जमीन दी थी लेकिन आज तक सरकार उसे पर अंबेडकर भवन नहीं बनती और ना ही एससी एसटी समाज को जमीन देती है ताकि वह खुद अपने पैसे से अंबेडकर भवन बना सके

પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
5 months ago

અનુસુચિત જાતિના લોકો સાથે અન્યાય ક્યાં સુધી થશે?

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x