મહાનાયક ડો.આંબેડકર(Dr.Ambedkar)નું અપમાન કરનાર મનુવાદી Anil Mishra ને એક મુસ્લિમ મહિલા પોલીસ અધિકારીએ તેની હેસિયત બતાવી દીધી હતી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra તેનો સમર્થકો સાથે જાહેર રસ્તા પર તંબુ લગાવીને તેનો જન્મદિવસ ઉજવતો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પરંતુ એક મુસ્લિમ મહિલા પોલીસ અધિકારીએ તેને કાયદો વ્યવસ્થાનું ભાન કરાવ્યું હતું અને તેની હેસિયત બતાવી દીધી હતી.
Anil Mishra જાહેરમાં જન્મદિવસ ઉજવવા માંગતો હતો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ગ્વાલિયરમાં કલમ 163 લાગુ હોવા છતાં મનુવાદી અનિલ મિશ્રા રસ્તા પર તંબુ લગાવીને પોતાનો જન્મદિવસ ઉજવતો જોવા મળે છે. એટલું જ નહીં, તે તેના સમર્થકો સાથે રસ્તા વચ્ચે બેસીને સુંદરકાંડનો પાઠ કરવા માંગતા હતા. પરંતુ જ્યારે સીએસપી હીના ખાને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન મનુવાદી અનિલ મિશ્રા તેમને સનાતન વિરોધી ગણાવીને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યો હતો. જોકે, સીએસપી હીના ખાને પણ તેની સામે જય શ્રી રામના નારા લગાવીને મનુવાદી મિશ્રાની બોલતી બંધ કરી દીધઈ હતી. એ પછી અનિલ મિશ્રા અને તેના સમર્થકોએ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: ‘તમે પહેલગામના હિંદુઓને માર્યા છે, હું તમારી ડિલિવરી નહીં કરાવું…’
ઉલ્લેખનીય છે કે, આ એ જ મનુવાદી Anil Mishra છે, જેણે મહાનાયક ડો.આંબેડકરનું અપમાન કર્યું હતું. એ પછી દલિત સંગઠનો તેને જૂતાની માળા પહેરાવવાની નેમ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ મનુવાદીઓના ઈશારે કેટલાક કથિત વકીલો પણ અનિલ મિશ્રાના સમર્થનમાં બહાર આવ્યા હતા. જો કે, દલિતોનો વિરોધ એટલો પ્રચંડ હતો કે, મનુવાદી તત્વોમાં સોંપો પડી ગયો હતો.
આ પણ વાંચો: એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ
અનિલ મિશ્રાએ ડો.આંબેડકરનું અપમાન કર્યું હતું
મનુવાદી અનિલ મિશ્રાએ ડો.આંબેડકરનું અપમાન કરતું નિવેદન કર્યું ત્યારથી ગ્વાલિયરનું વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું છે. ડો.આંબેડકરના અપમાનને યોગ્ય ઠેરવવા માટે મનુવાદી તત્વો દ્વારા રસ્તાની વચ્ચે સુંદરકાંડનો પાઠ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ભારતરત્ન ડો.આંબેડકરનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને તેમ છતાં અનિલ મિશ્રા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. તે ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને કાયદો વ્યવસ્થા સાથે ચેડાંકરે છે. એવામાં દલિતોને ન્યાય કેવી રીતે મળી શકે તે સવાલ છે.
अधिकारी हो तो ऐसा…
अनिल मिश्रा और उनके समर्थक विवादों के बीच सुंदरकांड पाठ करना चाहते थे। पुलिस ने माहौल खराब होने के डर से इसे रोका।
सीएसपी हीना खान को सनातन विरोधी बताकर जयश्रीराम का नारा लगा। हीना ने 4 बार नारा दोहरा दिया।pic.twitter.com/P7fTyi59O2
— Shivani Sahu (@askshivanisahu) October 14, 2025
મનુવાદી અનિલ મિશ્રાને કોનો ટેકો છે?
આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, અનિલ મિશ્રા અગાઉ ભલે કોંગ્રેસ સાથે જોડાયેલો હતો, પરંતુ હાલ તેને RSS અને ભાજપનું સમર્થન છે. જેના કારણે તેના પર કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને હાલ મોહન યાદવ મુખ્યમંત્રી છે. પીએમ મોદી સહિત ભાજપ અને RSS ના લોકો જાહેરમાં ડો.આંબેડકર અને બંધારણના રક્ષણની વાતો કરે છે, પરંતુ અનિલ મિશ્રા જેવા મનુવાદી તત્વો જાહેરમાં મહાનાયક ડો.આંબેડકરનું અપમાન કરે છે, તેમ છતાં તેના પર કોઈ જ કાર્યવાહી ન કરીને આડકતરી રીતે તેને છાવરી રહ્યા છે. જે ભાજપના બેવડા ધોરણોને ખૂલ્લા પાડી દે છે. માટે દલિત સંગઠનોએ અનિલ મિશ્રા જેવાને પાઠ ભણાવવા મેદાનમાં ઉતરવું પડી રહ્યું છે. કારણ કે, કાયદો કાયદાનું કામ નથી કરી રહ્યો.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેરાત-ઈન્ટરવ્યૂ વિના સગાઓને આસિ. પ્રોફેસર બનાવ્યા












Users Today : 1724