ભારતમાં જેટલા લોકો આતંકવાદી હુમલામાં નથી મરતા તેનાથી વધુ લોકો દર વર્ષે ધાર્મિક મેળાવડાઓ અને મંદિરોમાં થતી ભાગદોડ દરમિયાન મરે છે. ગઈકાલે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં 8 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. એ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે સવારે ઉત્તરપ્રદેશના બારાબંકીના ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજ કરંટ લાગવાથી ભાગદોડ મચી ગઈ હતી. જેમાં બે લોકોના મોત થયા છે અને 29 ઘાયલ. યોગી સરકારે વળતર જાહેર કરીને સંતોષ માની લીધો છે. વીજ કરંટ લાગતા ભક્તોમાં અરાજકતા ફેલાઈ ગઈ અને લોકો ચીસો વચ્ચે જ્યાં-ત્યાં દોડવા લાગ્યા હતા.
બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરની ઘટના
બારાબંકી જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં સ્થિત પૌરાણિક ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે રાત્રે આ અકસ્માત થયો હતો. શ્રાવણ મહિનાના સોમવારે જળાભિષેક માટે ભેગા થયેલા ભક્તોની મોટી ભીડ વચ્ચે રાત્રે 12 વાગ્યા પછી જળાભિષેક શરૂ થયો હતો. દરમિયાન, લગભગ 2 વાગ્યે મંદિર પરિસરમાં અચાનક વીજ કરંટ ફેલાઈ ગયો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ
વીજ કરંટ ફેલાવાને કારણે ભક્તોમાં અરાજકતા ફેલાઈ ગઈ અને લોકો ચીસો વચ્ચે અહીં-ત્યાં દોડવા લાગ્યા. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમણે આ અંગે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો: ઈડરના ચિત્રોડામાં મહાદેવ મંદિરમાંથી 11.36 લાખનો ગાંજો ઝડપાયો
ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
મંદિર પરિસરમાં સુરક્ષા માટે પોલીસ દળ પહેલાથી જ હાજર હતું, પરંતુ અકસ્માતની માહિતી મળતાં જ ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલ બારાબંકીમાં રિફર કરવામાં આવ્યા છે.
વાંદરાના કૂદવાથી વીજ કરંટ ફેલાયો
ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠી અને પોલીસ અધિક્ષક અર્પિત વિજયવર્ગીય સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડીએમએ જણાવ્યું હતું કે કેટલાક વાંદરા ઇલેક્ટ્રિક વાયર પર કૂદી પડ્યા હતા, જેના કારણે વાયર તૂટી ગયો હતો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો. આ કારણે કરંટ ફેલાઈ ગયો અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે અકસ્માતમાં 29 લોકો ઘાયલ થયા છે, બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
सावन का पावन सोमवार पर बाराबंकी का अवसानेश्वर मंदिर आज चीखों से गूंज उठा।
रात करीब 2 बजे एक बंदर द्वारा बिजली का तार तोड़ देने से टिन शेड में करंट फैल गया।
सवाल उठते है ….
क्या हमारे धार्मिक स्थलों पर सुरक्षा इंतजाम सिर्फ भीड़ गिनने तक सीमित रह गए हैं?pic.twitter.com/WUh62BEtJ2— Sarita Choudhary (@Saritanitharwal) July 28, 2025
હરિદ્વારમાં પણ વીજ કરંટની અફવાના કારણે ભાગદોડ મચી હતી
બારાબંકી પહેલા રવિવારે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વીજ કરંટની અફવાને કારણે ભાગદોડ મચી હતી, જેમાં 7 ભક્તોના મોત થયા હતા. 40થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રવિવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી. આ દરમિયાન, એક અફવા ફેલાઈ હતી કે વીજ કરંટ વહે છે, જેના કારણે લોકો બચવા માટે એકબીજા પર ચઢવા લાગ્યા. આનાથી અરાજકતા સર્જાઈ અને ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. આ ભાગદોડમાં 7 લોકોના મોત થયા.
સમસ્યા એ છે કે, આસ્થાના નામે રાજકીય રોટલાં શેકતા રાજકીય પક્ષો અને નેતાઓને મંદિરમાં જતી ભીડમાંથી જ મતો મળતા હોવાથી તેઓ આવી ઘટનાઓ અંગે ગંભીરતાથી વિચારી ભીડને નિયંત્રિત કરતા નથી. જેના કારણે દર વર્ષે આવી અનેક ઘટનાઓ બનતી રહે છે.
આ પણ વાંચો: પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરશો તો આજીવન કેદ થશે!