BHU Dalit student Phd Controversy: જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની દરરોજ એટલી બધી ઘટનાઓ બને છે કે, તમામની નોંધ પણ લઈ શકાતી નથી. જો કે કેટલીક ઘટનાઓ આપણું ધ્યાન ખેંચ્યાં વિના રહેતી નથી અને રાષ્ટ્રીય સમાચાર બની જાય છે. આ ઘટના એવી જ છે.
મામલો વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU) નો છે. અહીં એક દલિત વિદ્યાર્થી (Dalit student PhD admission controversy) સાથે પીએચડીમાં પ્રવેશને લઈને મોટો અન્યાય થઈ રહ્યો છે. યુવકે જનરલ કેટેગરીમાં બીજો ક્રમાંક મેળવ્યો છે, છતાં યુનિવર્સિટી દ્વારા તેને પીએચડીમાં પ્રવેશ આપવામાં આવતો નથી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં વિવિધ વિભાગો અને કેન્દ્રો માટે પીએચડીના પ્રવેશ પરિણામો જાહેર થયા બાદ ફરિયાદોનો વરસાદ શરૂ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ શિક્ષકે વિદ્યાર્થીને 300 ઉઠક-બેઠક કરાવતા વિદ્યાર્થીનું મોત
માલવિયા સેન્ટર ફોર પીસ રિસર્ચમાં પીએચડી પ્રવેશમાં ગેરરીતિઓને લઈને એક દલિત વિદ્યાર્થી કુલપતિના નિવાસસ્થાનની બહાર એકલો ધરણાં પર બેસી ગયો છે. યુવકનું નામ શિવમ સોનકર (Shivam Sonkar) છે અને તેનો આરોપ છે કે આ વિભાગમાં તેણે જનરલ કેટેગરીમાં બીજો ક્રમ મેળવ્યો હોવા છતાં મનુવાદી તત્વોની મીલિભગતને કારણે તેને પીએચડીમાં પ્રવેશ આપવામાં આવતો નથી.
શિવમ કુલપતિના ઘર બહાર ધરણાં પર બેસીને રડી રહ્યો છે.
काशी हिंदू विश्वविद्यालय की घटना है
सामान्य रैंक 2 लाने पर भी एडमिशन नहीं हुआ।
छात्र का आरोप है की वह दलित है इसलिए उसका प्रवेश रोक दिया गया है
तथाकथिक कुछ जातिवादी प्रोफ़ेसर उसका एडमिशन नहीं ले रहे हैं#BHU #PhD #dalit_student #dalitlivesmatter pic.twitter.com/rN3sCMK1Cw
— khabar Antar (@Khabarantar01) March 22, 2025
આ વિભાગમાં 7 પીએચડી બેઠકો પર પ્રવેશ આપવાનો હતો, પરંતુ ફક્ત 4 બેઠકો પર એડમિશન આપવામાં આવ્યું છે અને 3 બેઠકો ખાલી રાખવામાં આવી હતી. શિવમે રોપ લગાવ્યો હતો કે તે દલિત જાતિનો હોવાથી તેને પ્રવેશ ન આપીને યુનિવર્સિટીમાં બેઠેલા દ્રોણાચાર્યો તેને અન્યાય કરી રહ્યા છે. જ્યારે ખાલી બેઠકોને rate exempted category માં સ્થાનાંતરિત કરવાની જોગવાઈ છે. હવે શિવમ સોનકર યુનિવર્સિટીના કુલપતિના નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠો છે અને રડવા લાગ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાથી દલિત વિદ્યાર્થીઓમાં આક્રોષ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચોઃ એક્ટિવિસ્ટ બાલકૃષણ આનંદના દીકરી વૈશાલીબેન પીએચડી થયા
સમાજવાદી પાર્ટીના સાંસદ ગૃહમાં મુદ્દો ઉઠાવશે
આ મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે શિવમ સોનકરના કેસની નોંધ લીધી છે અને તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. એ દરમિયાન તેમણે શિવમ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી અને તેનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી આપી હતી. બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર વાહિની (સપા) ના રાષ્ટ્રીય મહાસચિવ સત્ય પ્રકાશ સોનકર પણ વિદ્યાર્થી શિવમને મળવા માટે સાંસદના પ્રતિનિધિ તરીકે પહોંચ્યા હતા. તેમણે શિવમને સપા સાંસદ વીરેન્દ્ર સિંહ અને ઉત્તર પ્રદેશના સપા એમએલસી આશુતોષ સિંહા સાથે વાત કરાવી હતી. આ દરમિયાન સત્યપ્રકાશ સોનકરે શિવમને ખાતરી આપી કે જ્યાં સુધી તેને દરેક સ્તરે ન્યાય ન મળે ત્યાં સુધી સમાજવાદી પાર્ટી આ મુદ્દા પર તેની સાથે ઉભી રહેશે.
આ પણ વાંચોઃ થરાદમાં DEO સહિત 6 લોકોએ મળી દલિત શિક્ષકનો ભોગ લીધો?
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં નિયમોની અવગણના
બનારસ હિન્દુ યુનિવર્સિટી પહોંચેલા સમાજવાદી પાર્ટીના અધિકારીઓએ યુનિવર્સિટીના રોસ્ટર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિદ્યાર્થી શિવમ સોનકરના મુદ્દા અંગે સપાના સત્યપ્રકાશ સોનકરે જણાવ્યું હતું કે નિયમ મુજબ જ્યારે જનરલ અને ઓબીસી કેટેગરી નક્કી કરવામાં આવે છે, ત્યારે બંધારણ મુજબ અનુસૂચિત જાતિની કેટેગરી પણ નક્કી થવી જોઈએ. બંધારણમાં તમામ જાતિ વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામતની જોગવાઈ છે, પરંતુ તેમ છતાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તેની અવગણના કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી શિવમને જનરલ કેટેગરીમાં બીજો ક્રમ મેળવ્યા પછી પણ પ્રવેશ આપવામાં આવ્યો નથી. યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરો દ્વારા શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીને ‘મુર્ગા’ બનાવી શિક્ષક ઉપર બેસી જતા વિદ્યાર્થીનો પગ ભાંગી ગયો