બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક રસપ્રદ વિરોધાભાસ સામે આવ્યો છે. દલિત રાજકારણની વાતો કરતા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો જ્યારે દલિત ઉમેદવારોને ટિકિટ ફાળવવાની વાત આવી ત્યારે તેમાં પીછેહઠ કરી હોય તેમ જણાય છે. ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો અનામત બેઠકો પર ટિકિટ ફાળવવામાં પાછળ છે. બંને રાષ્ટ્રીય પક્ષો ફક્ત 11 અનુસૂચિત જાતિ (SC) બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બિહારમાં એસસી અનામત બેઠકોની સંખ્યા 38 છે.
એનડીએમાં કોણે કેટલી ટિકિટો ફાળવી?
હાલ બંધારણ, અનામત અને દલિત પ્રતિનિધિત્વ પર નોંધપાત્ર ચર્ચા થઈ છે, પરંતુ જ્યારે દલિત ઉમેદવારોની પસંદગીની વાત આવે છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના પ્રાદેશિક સાથી પક્ષોને અનામત બેઠકોનો મોટો હિસ્સો ફાળવી દીધો છે. NDA માં નીતિશકુમારના પક્ષ JD(U) એ સૌથી વધુ 15 અનમત બેઠકો મેળવી છે, ત્યારબાદ ચિરાગ પાસવાનની LJP (રામવિલાસ) એ આઠ અને જીતનરામ માંઝીની HAM (S) એ ચાર બેઠકો મેળવી છે.
આ પણ વાંચો: Kamala Harris એ રાજનીતિ કેમ છોડીઃ મજબૂરી કે રણનીતિ?
ઈન્ડિયા ગઠબંધનમાં આરજેડી સૌથી આગળ
વિપક્ષી મહાગઠબંધનમાં પણ પરિસ્થિતિ આવી જ છે. આ વખતે કોંગ્રેસ ફક્ત 11 અનામત બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે RJD 20, CPI(ML)એ 06, CPIએ 2 અને VIP 1 બેઠક પર ચૂંટણી લડી રહી છે. ઘણી બેઠકો પર મિત્રતાના ધોરણે ચૂંટણી લડાય તેવી પણ શક્યતા છે. જેમ કે સિકંદરા (જમુઈ) અને રાજા પાકાર (વૈશાલી).
2020ની ચૂંટણીમાં શું થયું હતું?
202માં, ભાજપે 15 SC અનામત બેઠકોમાંથી 9, જેડી(યુ)એ 17 માંથી 8, હમ(એસ)એ 5 માંથી 3 અને એકમાત્ર અનામત બેઠક વીઆઈપી જીતી હતી. બીજી તરફ, આરજેડીએ 19 માંથી 9, કોંગ્રેસે 13 માંથી 4, સીપીઆઈ(એમએલ)એ 5 માંથી 3 અને સીપીઆઈએ 1 બેઠક જીતી હતી.
2024ની લોકસભા ચૂંટણીમાં શું થયું હતું?
2024ની લોકસભા ચૂંટણીમાં, જ્યારે ઇન્ડિયા ગઠબંધન બંધારણ બચાવો અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું હતું, ત્યારે પણ બિહારમાં દલિત મતદારોએ NDAને ટેકો આપ્યો હતો. વિશ્લેષકો માને છે કે દલિત પ્રતિનિધિત્વ હવે માત્ર ભાષણો પુરતું મર્યાદિત નથી, પરંતુ ટિકિટ-વહેંચણીના રાજકારણનું પ્રતિબિંબ છે. ત્યારે 2025ની ચૂંટણીમાં, એ જોવું મહત્વપૂર્ણ રહેશે કે દલિત મતદારો વાયદાઓથી આગળ વધીને વાસ્તવિક ભાગીદારી માટે મતદાન કરે છે કે નહીં.
આ પણ વાંચો: પોલીસે મર્ડરમાં 5 નિર્દોષ આદિવાસીને ફસાવ્યા, પૈસા ન હોવાથી જમીન લઈ લીધી











Users Today : 1737