ભારતમાં દલિતોની હાલ માઠી દશા ચાલી રહી છે. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણેથી દલિતોને માર મારવાની, હત્યા કરી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ વધુ એક ચોંકાવનારી ઘટના જાતિવાદ માટે કુખ્યાત યુપીમાંથી સામે આવી છે. અહીંના રાયબરેલીના બછરાવાં વિસ્તારમાંથી એક દલિત પરિણિતાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પરિણિતા 26 ઓક્ટોબરથી ગુમ હતી. હવે તેના પરિવારે પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. મૃતક, જેની ઓળખ સોની તરીકે થઈ છે. પરિવારે પોલીસ પર ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદ છતાં કેસ નોંધવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે લાશ ગંભીર રીતે સડી ગયેલી હતી અને તેનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું. બછરાવાંમાં લાશ મળી આવતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: બાજરી લણવાને દલિત પરિવાર પર લુખ્ખા તત્વોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો
મળતી વિગતો મુજબ, સમોધા ગામની રહેવાસી સોનીના લગ્ન લગભગ આઠ વર્ષ પહેલાં ઇચૌલી ગામના ગુરુ પ્રસાદ સાથે થયા હતા. લગ્ન પછી પણ, તે તેની માતા કુસુમા દેવી સાથે તેના માતાપિતાના ઘરે રહેતી હતી. તેની આઠ વર્ષની પુત્રી આરતી અને આશરે છ વર્ષનો પુત્ર કૃષ્ણ પણ તેની માતા સાથે રહેતા હતા. ૨૬ ઓક્ટોબરના રોજ બપોરે સોની તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેની માતા કુસુમા દેવી અને પરિવારના અન્ય સભ્યોએ તેની ખૂબ શોધખોળ કરી હતી, પરંતુ તે મળી ન હતી.
કુસુમા દેવીના જણાવ્યા મુજબ, તેણે ૩૦ ઓક્ટોબરના રોજ બછરાવાં પોલીસમાં તેની પુત્રીના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પરિવારનો આરોપ છે કે પોલીસે કેસ નોંધીને તેને શોધવાનું વચન આપ્યું હતું, પરંતુ ગુમ થયાનો રિપોર્ટ પણ નોંધ્યો ન હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા, 34ની હત્યા, 147 મહિલા પર દુષ્કર્મ
પોલીસ સ્ટેશનના નંબર પર સંપર્ક કરવામાં આવતા પીઆઈએ જણાવ્યું હતું કે, આ બાબત સંબંધિત કોઈ અરજી રજિસ્ટર કે GDમાં નોંધાઈ નથી. તેમણે અરજી મળ્યાનો કે કેસ નોંધાયો હોવાનો ઈનકાર કર્યો હતો.
પોલીસની આ કથિત બેદરકારીને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનો માને છે કે જો પોલીસ સમયસર સતર્ક રહી હોત, તો હત્યા પહેલા આરોપીને પકડી શકાયા હોત. પરિવારને શંકા છે કે સોનીની હત્યા કરીને તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો. સર્કલ ઓફિસર પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે આ કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.
આ પણ વાંચો: અમરેલીના સલડીમાં પટેલો-આહિરો વચ્ચે મોટી બબાલ, 25 ઈજાગ્રસ્ત











Users Today : 1724