ગુજરાત સહિત દેશભરમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે તેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશના છત્રપાલના કિચૌલ ગામમાં બાજરો લણવાને લઈને એક દલિત પરિવાર પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે લુખ્ખા તત્વો સામે દલિત પરિવારે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મામલો મધ્યપ્રદેશના અંબાહના નગરા પોલીસ સ્ટેશનનો છે. અહીંના કીચૌલ ગામમાં બાજરીના પાકની લણણી દરમિયાન વિવાદમાં લુખ્ખા તત્વો એક દલિત પરિવારના ઘરમાં ઘૂસી ગયા અને તેમના પર હુમલો કર્યો. આ ઘટના સોમવારે સવારે 11:30 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીડિત પરિવારે આરોપીઓને તેમના પાકની કાપણી કરતા અટકાવ્યા હતા, જેના કારણે ઝઘડો થયો હતો. હુમલાના વીડિયોના આધારે પોલીસે શ્યામુ તોમર સહિત સાત લોકો સામે કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: દલિત યુવકને લાકડી-દંડાથી માર મારી જાતિવાદીઓએ પતાવી દીધો
અહેવાલો અનુસાર, છત્રપાલ કા પુરા કિચૌલના રહેવાસી 37 વર્ષીય કમલ કિશોર જાટવે પોતાના સમાજની એક વ્યક્તિ પાસેથી 18 વીઘાનું ખેતર ખરીદ્યું હતું. પરંતુ આ ખેતર કાગળ પર દર્શાવેલ વિસ્તાર કરતા નાનું હોવાનું બહાર આવ્યું હતું. આ ખેતરનો એક તૃતીયાંશ ભાગ આરોપી શ્યામુ તોમરનો છે, જ્યાં તેણે બાજરી વાવી હતી.
જ્યારે શ્યામુ તોમર બાજરી લણવા ગયો ત્યારે કમલ કિશોરે તેને રોક્યો હતો અને માંગ કરી કે પહેલા તેની જમીન પુરી કરવામાં આવે. જેનાથી શ્યામુ તોમર ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ તે કમલ કિશોરના ઘરે પહોંચી ગયો હતો અને લાતો, મુક્કા અને લાકડીઓથી તેને અને તેના પરિવારને માર માર્યો હતો.
વીડિયો વાયરલ, 7 લોકો સામે કેસ દાખલ
આ હુમલાના વીડિયોના આધારે પોલીસે શ્યામુ તોમર સહિત 7 લોકો સામે કેસ દાખલ કર્યો છે. સોમવારે સવારે તે તેના પરિવાર સાથે કમલ કિશોર જાટવના ઘરે પહોંચ્યો હતો અને તેના પરિવાર પર લાતો, મુક્કા અને લાકડીઓથી હુમલો કરવાનું શરૂ કર્યું. પોલીસે શ્યામુ તોમર, અનમોલ તોમર, રામુ તોમર, લીલી તોમર, કૃષ્ણપાલ તોમર, બાલુ તોમર અને પંકજ તોમર સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: દલિત છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ, શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા ગઈ હતી











Users Today : 764