Maharashtra School Bus Accident: મહારાષ્ટ્ર(Maharashtra)ના નંદુરબાર (Nandurbar)જિલ્લામાં આજે સવારે એક ભયાનક અકસ્માત(School Bus Accident) થયો છે. અક્કલકુવા-મોલગી માર્ગ પર આવેલા દેવગોઈ ઘાટ વિસ્તારમાં એક સ્કૂલ બસ આશરે 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ બસમાં આશરે 30 વિદ્યાર્થીઓ સવાર હતા. બસ મોલગી ગામથી અક્કલકુવા તરફ જઈ રહી હતી ત્યારે આમલિબારી પરિસરમાં બસના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
એક વિદ્યાર્થીનું મોત થયું, અનેક ઘાયલ
આ ભયાનક અકસ્માતમાં એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યારે અન્ય ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અક્કલકુવા ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ પણ વાંચોઃ RSS પર પ્રતિબંધ મૂકવા મહારાષ્ટ્રમાં હજારો બહુજનો રસ્તા પર ઉતર્યા
#Maharashtra नंदुरबार के अक्कलकुवा तालुका के अमलीबारी घाट में आज शाम हुआ दर्दनाक सड़क हादसा..दिवाली की छुट्टियों के बाद छात्रों को स्कूल वापस ले जा रही एक स्कूल बस 150 फीट गहरी खाई में गिर गई..इस हादसे में एक छात्र की मौके पर ही मौत हो गई..@TNNavbharat@NANDURBARPOLICE pic.twitter.com/PJ02quA05H
— Atul singh (@atuljmd123) November 9, 2025
બસનો કચ્ચરઘાણ નીકળી ગયો
ખીણમાં ખાબકતાં જ બસનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહિવટી તંત્રની ટીમ સ્થળ પર દોડી આવી છે. રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમે ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા છે. નંદુરબારના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત કેવી રીતે થયો, તેની તપાસ કરવામાં આવશે અને જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં દેશની પહેલી અનુસૂચિત જાતિ સમાજની બેંક શરૂ થઈ











Users Today : 1746