બુદ્ધના અસ્થિ અવશેષોને CM એ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રીલંકા મોકલ્યા

તથાગત બુદ્ધના અસ્થિ અવશેષો પહેલીવાર સામે આવ્યા. CMએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. 72 દેશના વિદ્યાર્થીઓએ ફ્લેગ સાથે સ્વાગત કર્યું.
Buddhas ashes

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક અને ગૌરવશાળી બની રહ્યો. વર્ષ 1963થી યુનિવર્સિટીમાં અત્યંત સુરક્ષિત રીતે રાખવામાં આવેલા તથાગત ગૌતમ બુદ્ધના અમૂલ્ય અને પવિત્ર અસ્થિ અવશેષોને પ્રથમવાર જાહેર જનતા સમક્ષ લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પવિત્ર અવશેષોના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા બાદ તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપીને ભવ્ય રીતે શ્રીલંકા રવાના કર્યા હતા. આ પવિત્ર અસ્થિઓને વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલા બુલેટપ્રૂફ કાચના બોક્સમાં મૂકીને વડોદરા એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ દિલ્હી પહોંચશે અને ત્યારબાદ કોલંબો મોકલવામાં આવશે.

શ્રીલંકામાં આ અવશેષોને આગામી 11 દિવસ સુધી શ્રદ્ધાળુઓના દર્શનાર્થે રાખવામાં આવશે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના વર્ષો જૂના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવશે.

72 દેશના વિદ્યાર્થીઓ પોતાના દેસના ધ્વજ સાથે હાજર રહ્યાં

આ કાર્યક્રમ દરમિયાન 72 દેશના વિદ્યાર્થીઓએ પોતાના દેશના ધ્વજ સાથે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને બૌદ્ધ સાધુઓ દ્વારા પવિત્ર મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરીને અવશેષોને સન્માન આપ્યું હતું. આ વિધિમાં બુદ્ધિસ્ટ મોંક મહાબોધી સોસાયટીના સંત આનંદા, વિચિત્તા, ઉગસેન અને પનાતિકા પણ જોડાયા હતા. આ અવશેષોમાં સિલ્કનું વસ્ત્ર, પથ્થરનું ઢાંકણવાળું બોક્સ અને ચાંદી-સોનાના તાર સાથેનું બ્રાહ્મી લિપિમાં લખાણવાળું પાત્ર સમાવિષ્ટ છે, જે ‘દશબલ શરીર નિલય’ તરીકે ઓળખાય છે.

Buddhas ashes

આ પણ વાંચો: સાંતલપુરમાં ચશ્મા પહેરવા ન આપતા દલિત યુવક પર હુમલો

યુનિવર્સિટીના ચાર પ્રોફેસરો પણ કોલંબો જશે

આ અવશેષો શામળાજી પાસે દેવની મોરી ટેકરા ખાતે 1957માં ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા અને ત્યારથી યુનિવર્સિટીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2025ના શ્રીલંકા પ્રવાસ દરમિયાન થયેલા સાંસ્કૃતિક આદાન-પ્રદાનના સમજૂતીને અનુરૂપ યોજાયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દિલ્હીથી અવશેષોને રવાના કરશે, જ્યારે યુનિવર્સિટીના ચાર પ્રોફેસરો પણ કોલંબો જશે.

મેયર, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા

કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કુલપતિ ભણગે, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિત અનેક અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક પ્રસ્થાન ભારત-શ્રીલંકા વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરશે.

આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

અવશેષોને બૂલેટપ્રુફ કાચમાં મૂકી એરપોર્ટ લઈ જવાયા

એમ.એસ. યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવશેષોના દર્શન કર્યા બાદ મંત્રોચાર સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને ભવ્ય રીતે વિદાય આપી હતી. અવશેષોને બુલેટપ્રૂફ કાચમાં મૂકીને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ દિલ્હી અને પછી કોલંબો જશે. શ્રીલંકામાં આ અવશેષો 11 દિવસ સુધી રાખવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન 72 દેશના વિદ્યાર્થીઓએ પોતાના દેશના ફ્લેગ સાથે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જેનાથી આ ક્ષણને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મહત્વ મળ્યું છે. આ ઐતિહાસિક ઘટના ભારત અને શ્રીલંકા વચ્ચેના ધાર્મિક તથા સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરશે.

આ પણ વાંચો: UGC નિયમો પર આવ્યું માયાવતીનું નિવેદન, જાણો શું કહ્યું?

શ્રીલંકામાં આ અવશેષો 11 દિવસ સુધી રાખવામાં આવશે

ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ખાસ એટલા માટે મહત્વનો છે કે, 1963થી સુરક્ષિત રાખવામાં આવેલી ભગવાન બુદ્ધની આ અમૂલ્ય અસ્થિને પહેલીવાર જાહેરમાં બહાર લાવવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસ્થિને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરાયું. ત્યારબાદ અસ્થિને બુલેટપ્રૂફ કાચમાં મૂકીને એરપોર્ટ લઈ જવામાં આવી, જ્યાંથી તે દિલ્હી અને પછી કોલંબો (શ્રીલંકા) મોકલવામાં આવશે. શ્રીલંકામાં આ અસ્થિ 11 દિવસ સુધી રાખવામાં આવશે. આ કાર્યક્રમ ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક તથા ધાર્મિક સંબંધોને વધુ મજબૂત કરશે.

આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x