સરકારી કામોમાં હવે કઈ હદે ધુપ્પલો ચાલવા લાગ્યા છે તેનું આ ચોંકાવનારું ઉદાહરણ છે. જેમાં 2 IAS અધિકારીએ AI ની મદદથી નકલી ફોટા અને ડેટા તૈયાર કરી તેના આધારે રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર મેળવી લીધો હતો અને કોઈને તેનો ખ્યાલ પણ આવ્યો નહોતો.
મધ્યપ્રદેશના ખંડવાના કલેક્ટર,ડીડીઓનું કારસ્તાન!
ઘટના મધ્યપ્રદેશના ખંડવાની છે. અહીં કલેક્ટર IAS રિષવ ગુપ્તા અને ડીડીઓ IAS નાગાર્જુન ગૌડા પર સોશિયલ મીડિયા પર નકલી ફોટા અને ડેટા દ્વારા રાષ્ટ્રીય જળ પુરસ્કાર મેળવવાનો આરોપ લાગ્યો છે. ખંડવા જિલ્લા વહીવટીતંત્રે જળ સંરક્ષણ અને જનભાગીદારી અભિયાન અંગેના દાવાઓ પાછળનું સત્ય જાહેર કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે AI નો ઉપયોગ કરી નકલી ફોટા રજૂ કરી નકલી ડેટાના આધારે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો છે.

આ પણ વાંચો: ‘પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે…’
નકલી કામ બતાવી દેશભરમાં પહેલો નંબર મેળવ્યો
IAS રિષવ ગુપ્તા ખંડવા જિલ્લા કલેક્ટર છે. જ્યારે IAS ડૉ. નાગાર્જુન ગૌડા ખંડવા જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી છે. બંને અધિકારીઓએ જળ સંરક્ષણ અને જનભાગીદારીમાં ખંડવા જિલ્લા માટે પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે. તેમના વિશે ચોંકાવનારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

ખંડવા જિલ્લાએ સૌથી વધુ સંખ્યામાં પાણીના માળખાના નિર્માણ અને સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે મેળવેલો પ્રથમ પુરસ્કાર આ વર્ષનું સૌથી મોટું સરકારી જૂઠ સાબિત થયું છે. વહીવટીતંત્રે જે તળાવો, કુવાઓ અને ચેકડેમ બાંધ્યા હોવાનો દાવો કર્યો હતો તે ખરેખર જમીન પર અસ્તિત્વમાં નથી. તપાસમાં જાણવા મળ્યું કે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા માટે ખંડવા જિલ્લા વહીવટીતંત્રે માત્ર પોર્ટલ પર ખોટો ડેટા અપલોડ કર્યો જ નહીં પરંતુ AIનો ઉપયોગ કરીને કામ પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો કરવા માટે નકલી ફોટા પણ બનાવ્યા હતા.
આ પણ વાંચો: ‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’
અધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો
11 નવેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય જળ પુરસ્કારની જાહેરાત કરી હતી. જેમાં ખંડવા જિલ્લાને સૌથી વધુ સંખ્યામાં પાણીના માળખાના નિર્માણ અને સંરક્ષણ માટે પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 18 નવેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી ખંડવાના કલેક્ટર ઋષભ ગુપ્તા અને જિલ્લા પંચાયતના સીઈઓ નાગાર્જુન ગૌડાને આ એવોર્ડ મળ્યો હતો.
સાંસદે સવાલ પૂછતા સંસદમાં ભાંડો ફૂટ્યો
લોકસભામાં સાંસદોએ ખંડવાના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જળ ઉર્જા મંત્રાલયને પૂછ્યું છે કે ખંડવામાં પાણીના માળખાગત કાર્ય કેવી રીતે હાથ ધરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે. ખંડવા વહીવટીતંત્રે એવોર્ડ મેળવવા માટે ડેટામાં કેવી રીતે છેડછાડ કરી અને આ કેવી રીતે ખુલ્લું પાડવામાં આવ્યું?
નકલી ફોટા બનાવી દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 18 નવેમ્બર 2025ના રોજ છઠ્ઠો રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત ખંડવા જિલ્લાની કવેશ્વર પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત શ્રેણીમાં પુરસ્કાર પ્રાપ્ત આપવામાં આવ્યો હતો. ખંડવા જિલ્લા કલેક્ટર ઋષવ ગુપ્તા અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. નાગાર્જુન ગૌડા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પુરસ્કારો મેળવ્યા હતા. ભારત સરકારના જળ શક્તિ અભિયાન (કેચ ધ રેઈન) હેઠળ શરૂ કરાયેલ “જળ સંરક્ષણ, જનભાગીદારી” પહેલમાં ખંડવા જિલ્લાએ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ માટે ખંડવા જિલ્લાને ₹2 કરોડનું ઇનામ મળશે.
આ પણ વાંચો: ‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’
સોશિયલ મીડિયા પર શું દાવા કરવામાં આવ્યા?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કરવામાં આવ્યો છે કે IAS અધિકારી નાગાર્જુન ગૌડા અને ખંડવાના કલેક્ટર રિષવ ગુપ્તાએ નકલી AI ફોટા બનાવીને રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ મેળવ્યો છે. આ કામના ફોટા AI વોટરમાર્ક દૂર કર્યા વિના અપલોડ કરવામાં આવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર માટે નકલી ડેટા અને ફોટા અપલોડ કર્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે ફૂટ ઊંડા ખાડાઓને કુવા ગણવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેને શેર કરી છે.
પુરાવા મળતા અધિકારીઓના દાવાઓની પોલ ખૂલી
ખંડવા જિલ્લા વહીવટીતંત્રને આ કાર્યોના આધારે એવોર્ડ મળ્યો હતો. પરંતુ દાવાઓને સાબિત કરવા માટે પુરાવા આવ્યા ત્યારે વહીવટીતંત્રના જુઠ્ઠાણા ખુલ્લા પડી ગયા. હકીકતમાં કેન્દ્ર સરકારના ‘જળ સંરક્ષણ જાહેર ભાગીદારી પોર્ટલ’ પર આ કાર્યોના જીઓ-ટેગ કરેલા ફોટા અપલોડ કરવા ફરજિયાત છે. પરંતુ આ પોલ ખૂલી ગઈ હતી.
આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ











*મેરા ભારત મહાન! નકલી નકલી મન ઉડે ગગનમાં એટલે પાંખો વગરના પંખી જેવી ભારતની હાલત છે!
દેશની સાખને નીચતા સુધી પહોંચાડવાની ઘેલછામાં લોકો હિંમતથી નકલી કામ કરી શકે છે? શર્મનાક!