દલિત સગીરાને બગીચામાં ખેંચી જઈ ધોળા દિવસે 5 લોકોએ ગેંગરેપ કર્યો

Dalit News: દલિત સગીરા બગીચામાં બેઠેલી જોઈ દારૂના અડ્ડા પરથી નશામાં ધૂત પાંચ લોકો તેની પાસે આવ્યા અને ગેંગરેપ ગુજારી ફરાર થઈ ગયા. પોલીસે બેની ધરપકડ કરી.
patriarchal mentality

Dalit News: દેશભરમાં દલિતો પર અત્યાચારોની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં દલિત સીજેઆઈ પર જૂતું ફેંકાવું, રાયબરેલીમાં ટોળા દ્વારા દલિત યુવકની હત્યા, હરિયાણામાં દલિત આઈપીએસની આત્મહત્યાની ઘટનાઓએ દેશભરમાં ચર્ચા જગાવેલી છે ત્યારે દલિત અત્યાચારની વધુ એક ઘટનાનો તેમાં ઉમેરો થયો છે.

મળતી માહિતી મુજબ એક દલિત સગીરા પર પાંચ યુવકોએ ધોળા દિવસે એક બગીચામાં ખેંચી જઈને ગેંગરેપ કર્યો હતો. યુવકો બગીચાની બાજુમાં આવેલા દારૂના અડ્ડા પરથી નશામાં ધૂત સ્થિતિમાં બગીચામાં પહોંચ્યા હતા અને સગીરાને ધમકાવી ગેંગરેપ કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. આ મામલે હવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મામલો ક્રાઈમ કેપિટલ ગણાતા યુપીનો છે. અહીં પાટનગર લખનઉમાં એક દલિત સગીરા પર નશામાં ધૂત પાંચ યુવકોએ ગેંગરેપ કર્યો હતો. બંથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ યુવકો દ્વારા 16 વર્ષની દલિત સગીરા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ગઈકાલે 11 ઓક્ટોબર 2025ને શનિવારના રોજ બપોરે 12 વાગ્યા આસપાસ બની હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. ઘટનાની સંવેદનશીલતાને જોતાં અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ પાંચ વર્ષની દલિત બાળકી પર રેપ કરી હત્યા કરનારને ફાંસીની સજા

ઘટના કેવી રીતે બની હતી?

પોલીસના જણાવ્યા અનુસાર, 11મા ધોરણમાં ભણતી 17 વર્ષની સગીરા ત્યાંની એક સ્કૂલમાં ભણે છે. શનિવારે બપોરે તે તેની બહેનને મળવા માટે ઘરેથી નીકળી હતી. તેની બપહેન હરૌની પોલીસ ચોકીમાં આવતા એક ગામમાં રહે છે, હાલમાં જ તેની ડિલિવરી થઈ છે. પીડિતા તેના એક ઓળખીતા સાથે મોટરસાઇકલ પર ઘરેથી નીકળી હતી.

આ પણ વાંચોઃ ત્રણ યુવકોઓ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ ગળેફાંસો ખાધો

પોલીસે શું કહ્યું?

કૃષ્ણા નગરના સહાયક પોલીસ કમિશનર વિકાસ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે સગીરા અને તેમના સંબંધી પેટ્રોલ પંપ પાસે આવેલા એક કેરીના બગીચામાં આરામ કરવા માટે ઉભા રહ્યા હતા. એ દરમિયાન ત્યાં 5 અજાણ્યા લોકો આવ્યા હતા. તેમણે સગીરાના સંબંધીને માર મારીને ભાગી જવા માટે મજબૂર કર્યા હતા. ત્યારબાદ તેઓએ ધમકી આપી અને કથિત રીતે સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.

આરોપીઓએ પીડિતાને મારી નાખવાની ધમકી આપી

જતા પહેલા આરોપીઓએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે કોઈને આ ઘટના વિશે જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. PTI ના રિપોર્ટ મુજબ, પીડિતાએ જેમતેમ કરીને તેના બનેવીને ઘટનાની જાણ કહી હતી. એ પછી હરૌની પોલીસ ચોકી પહોંચીને ઘટનાની જાણકારી આપી. પોલીસે આ મામલે તરત કાર્યવાહી હાથ ધરી હતી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પીડિતાની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ આદિવાસી બાળકીને જંગલમાં ખેંચી જઈ બે નરાધમોએ ગેંગરેપ કર્યો

gang-raped

પોલીસે આ માહિતી આપી

કૃષ્ણ નગરના ACP વિકાસ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, “આરોપીઓએ સગીરાના પરિચિતને માર માર્યો અને તેને ભાગી જવા માટે મજબૂર કર્યો હતો. ત્યારબાદ તેમણે ધમકી આપીને કથિત રીતે સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.” હુમલાખોરોએ પીડિતાને ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.”

આ પણ વાંચોઃ દલિત યુવતી પર મંદિર પરિસર પાસે 4 યુવકોએ ગેંગરેપ કર્યો

આરોપીઓ નજીકના ગામોના રહેવાસી

બંથરા પોલીસ સ્ટેશનના HSO રાણા રાજેશ કુમારે જણાવ્યું હતું કે પીડિતાની તબીબી તપાસ ચાલી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અનેક ટીમો બનાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આસપાસના ગામોના રહેવાસી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની તાત્કાલિક અધિકારીઓને જાણ કરો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ નશામાં ધૂત હતા. ઘટના સ્થળથી નજીકમાં જ દારૂનો મોટો અડ્ડો આવેલો છે અને આરોપીઓ ત્યાં જ દારૂ પીને આવ્યા હોવા જોઈએ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ દલિત છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ, શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા ગઈ હતી

પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા, એકને પગમાં ગોળી મારી

પોલીસે આ કેસમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ પોલીસ સામે આરોપીઓનો સામનો થયો એ દરમિયાન આરોપીઓએ ભાગવાની કોશિશ કરતા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં લલિત કશ્યપ નામના આરોપીને પગમાં ગોળી મારીને લંગડો કરી નાખ્યો છે. હાલ યુપીની યોગી સરકાર દ્વારા ‘ઓપરેશન લંગડા’ ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તેઓ આરોપીઓને કાયદાની મર્યાદામાં રહીને સજા કરાવવાને બદલે તેમનું હાફ એન્કાઉન્ટર કરીને લંગડા કરી નાખે છે. આ રીતે ખુદ પોલીસ જ કાયદાનાં લીરેલીરાં ઉડાવી રહી છે. એ સ્થિતિમાં સગીરાને ન્યાય મળશે કે કેમ તે સવાલ છે.

આ પણ વાંચોઃ મેળામાંથી પરત ફરી રહેલી બે સગીર આદિવાસી બહેનો પર ગેંગરેપ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x