નક્સલવાદી હુમલામાં ભાવનગરના દેવગાણાનો દલિત જવાન શહીદ

દેવગાણાના વતની અને CRPFમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય દલિત યુવાન મેહુલ સોલંકીએ દેશ માટે શહીદી વહોરી છે.
dalit soldier

છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના 30 વર્ષીય યુવાન મેહુલ નંદલાલ સોલંકીએ શહીદી વહોરી છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન મેહુલ સોલંકીને ગોળી વાગી હતી. તેઓ સીઆરપીએફમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે દેશસેવા કરી રહ્યા હતા.

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન મેહુલ નંદલાલ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા.

આ પણ વાંચો: ઉઘાડા પગે સ્કૂલે જતો દલિત બાળક ગામનો પહેલો 10મું પાસ વિદ્યાર્થી બન્યો

ઉલેલેખનીય છે કે, સિહોરના દેવગાણાના વતની અને અપરણિત જવાન મેહુલભાઈ છેલ્લાં 10 વર્ષથી સૈન્યમાં જોડાયેલાં હતા. શહીદ જવાનની વીરગતિની જાણ દેવગાણા સ્થિત તેમના પરિવારને થતાં સમગ્ર સોલંકી પરિવાર પર આભ તૂટી પડયું હતું. જયારે ગામમાં પણ શોક છવાઈ ગયો હતો.

શહીદના પાર્થિવદેહને આજે ચંદીગઢથી પ્લેન મારફતે અમદાવાદ લવાશે. ત્યાંથી સાંજના સમયે બાયરોડ તેમના વતન દેવગાણા લાવી સૈન્ય સન્માન સાથે અંતિમવિધ કરવામાં આવશે. દરમિયાનમાં બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ થયાના વાયુવેગે સમાચાર પ્રસરતા દલિત સમાજના આગેવાનો, યુવાનો સહિતનાઓ મોટી સંખ્યામાં દેવગાણા દોડી ગયા હતા. અને પરિવારને સાંત્વના આપી હતી. વીર શહીદની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો, યુવાઓ અને ગ્રામજનો જોડાશે.

આ પણ વાંચો: પોલીસે દલિત મહિલાઓને શેરીમાં દોડાવીને માર માર્યો

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
રાજેન્દ્ર સુતરીયા
રાજેન્દ્ર સુતરીયા
1 month ago

Jay Hind, Vande Mataram

પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
1 month ago

કોટી કોટી વંદન શહીદ વીર જવાન નેં,
પરંતુ હવે પછી ના પરિવાર ને મળતા લાભો માટે જાતિવાદ નો સામનો કરવો પડે નહીં તો તંત્ર અને સરકાર નો ખૂબ ખૂબ આભાર…

તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
2
0
Would love your thoughts, please comment.x
()
x