જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના બાગપત(baghpat) જિલ્લાના બિનૌલીના ધનૌરા સિલ્વરનગર સ્થિત ઇન્ટરમીડિયેટ કોલેજમાં અનુસૂચિત જાતિના 5 વિદ્યાર્થીઓને ‘જય ભીમ’નો નારો(jai bhim) લગાવવા બદલ શિક્ષકોએ રૂમમાં પુરી, મુર્ગા બનાવીને માર માર્યો હતો. વિદ્યાર્થીઓએ આ મામલે એસપી ઓફિસમાં ફરિયાદ કરી છે. આ ઘટના 26 ઓગસ્ટના રોજ બની હતી.
ત્રણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થીઓને રૂમમાં પુરી માર માર્યો
મળતી માહિતી મુજબ પ્રાર્થના સભામાં કેટલાક સવર્ણ હિંદુ વિદ્યાર્થીઓએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. એ દરમિયાન, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. એ પછી પીટીઆઈ અને બે શિક્ષકોએ મળીને પાંચ દલિત વિદ્યાર્થીઓને એક રૂમમાં લઈ ગયા હતા. જ્યાં બે શિક્ષકોએ આ વિદ્યાર્થીઓના હાથ પકડી રાખ્યા હતા અને ત્રીજા શિક્ષકે તેમને લાકડીથી માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપી શિક્ષકોએ આ પાંચેય દલિત વિદ્યાર્થીઓને મુર્ગા બનવાની પણ સજા કરી હતી.
‘જય ભીમ’ બોલવા બદલ શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી
આ વિદ્યાર્થીઓનો આરોપ છે કે આચાર્યએ તેમનું જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કર્યું હતું અને તેમને કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈને પીડિત વિદ્યાર્થીઓએ બિનૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળ્યું છે. જેથી વિદ્યાર્થીઓએ એપી કચેરીએ પહોંચીને ફરિયાદ કરી છે.
આ પણ વાંચોઃ ‘જય ભીમ’ બોલવા બદલ ત્રણ દલિત યુવકોને નિર્વસ્ત્ર કરી માર્યા?
પોલીસ અધિકારીઓએ શું કહ્યું
એએસપી નરેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે બિનૌલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ તપાસ કર્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરશે. આ મામલે ડીઆઈઓએસ રાઘવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે તેમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતાં જ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’
भीम बोलना गुनाह है क्या जय भीम बोलने पर बागपत के बिनौली गांव के विद्यालय में छात्रों को बेरहमीसे पीटा गया और अभी तक आरोपियों के खिलाफ एफआईआर दर्ज नहीं हुई पुलिस प्रशासन उचित कार्रवाई करें @CMOfficeUP @Uppolice @dgpup @baghpatpolice उचित कार्रवाई करें !@BhimArmyChief… pic.twitter.com/1b1m9Ruvnq
— Juber Choudhary (@JuberJamia) August 31, 2025
અગાઉ અલીગઢમાં પણ આવી ઘટના બની હતી
‘જય ભીમ’ના નારા સામે જાતિવાદી તત્વોને કેટલી સૂગ છે તેનો વધુ એક પુરાવો એપ્રિલ 2025માં પણ મળ્યો હતો. એ વખતે યુપીના જ અલીગઢ જિલ્લાના ચિકાવટી ગામે જાતિવાદી ઠાકુરોએ ‘જય ભીમ’ના નારા લગાવવા બદલ ત્રણ દલિત યુવાનોને કપડાં ઉતરાવીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટના 26 એપ્રિલના રોજ બની હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુપીમાં આમ પણ પોલીસ ખાતું ઠાકુર વિ. દલિતનો મામલો હોય ત્યારે સંપૂર્ણપણે ઠાકુરોના પક્ષમાં કામ કરતી હોવાના આરોપ લાગતા રહે છે અને આ મામલામાં પણ એવું જ થયું હોવાનું કહેવાય છે. દલિત સમાજના લોકોનો આરોપ છે કે, ત્રણેય યુવકો ‘જય ભીમ’ના નારા લગાવતા હતા, જેનાથી ઠાકુરો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય યુવકો પર જાહેરમાં હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચોઃ ‘જય ભીમ’ ક્રિમિનલ લોકોનો નારો છે: ભાજપ ધારાસભ્ય