જાતિવાદી તત્વોએ JCB થી દલિત મહિલાનું ઘર તોડી નાખ્યું

દલિત મહિલાના પ્લોટ પર કબ્જો કરનારા જાતિવાદી તત્વોએ તેના પર હુમલો કર્યો. વાળ ખેંચી અર્ધનગ્ન કરી ઢસડી. JCB થી ઘર તોડી નાખ્યું.
dalit news

કેન્દ્રની મોદી સરકારની કથિત સવર્ણોની તરફેણની નીતિઓને કારણે દેશભરમાં ભાજપ સાશિત રાજ્યોમાં દલિતો પર દરરોજ અત્યાચારની કોઈને કોઈ ઘટના બનતી રહે છે. આવી જ એક ઘટના ભાજપ સાશિત રાજસ્થાનમાં સામે આવી છે. અહીંના અજમેરમાં જાતિવાદી તત્વોએ એક દલિત મહિલાની જમીન પચાવી પાડવા માટે તેના પર હુમલો કર્યો હતો. જાતિવાદી તત્વોએ દલિત મહિલાને વાળ ખેંચીને અર્ધનગ્ન કરીને જમીન પર ઢસડી હતી. જેના કારણે તેને શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ દલિત મહિલાની જમીન પર જેસીબી ફેરવી દીધું હતું અને જમીન પર બનેલો ટીનનો શેડ તોડી પાડ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક દલિતોમાં ભારે રોષ ફેલાયો છે.

અજમેરના અલવર ગેટના ઈન્દિરાનગરની ઘટના

મામલો રાજસ્થાનના અજમેરનો છે. અહીં એક દલિત મહિલા પર જાતિવાદી તત્વોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માથાભારે તત્વોએ દલિત મહિલાના પ્લોટ પર તૈયાર કરવામાં આવેલા ટીનના શેડને જેસીબીથી તોડી નાખ્યો હતો. આરોપીઓએ મહિલાને વાળ પકડીને ખેંચી હતી અને તેનું ઘર તોડી પાડ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઈને આ વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. ઘટના અલવર ગેટ પોલીસ સ્ટેશન હેઠળના ઇન્દિરા નગરમાં બની હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:  100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?

ભાઈ-બહેને પ્લોટ પર દબાણ કર્યું

અલવર ગેટ પોલીસ સ્ટેશનના ASI બાબુલાલે જણાવ્યું હતું કે, પીડિતા લલિતા કુમારીએ 10 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં, તેણે જણાવ્યું હતું કે તેણી ઇન્દિરા નગર મદાર વિસ્તારમાં એક પ્લોટ ધરાવે છે. રવિ ગેહલોત અને રેણુ તે પ્લોટ પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

જાનથી મારી નાખવાની ધમકી મળી

મહિલાએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, આરોપી ભાઈ-બહેન તેમની સાથે એક JCB મશીન લાવ્યા હતા અને તેના પ્લોટના ટીન શેડ અને બાઉન્ડ્રી વોલને દાદાગીરીથી તોડી નાખ્યા હતા. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો, તેને વાળ પકડીને જમીન પર ઢસડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિતાએ રિપોર્ટમાં જણાવ્યું છે કે આરોપીઓએ તેની સાથે માત્ર અમાનવીય વર્તન જ નહોતું કર્યું, પરંતુ જાતિવાદી અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને SC/ST એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસે શું કહ્યું?

ASI બાબુલાલે જણાવ્યું હતું કે આરોપી રવિ ગેહલોત અને રેણુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. પીડિતા લલિતા કુમારીએ જણાવ્યું હતું કે તેને અને તેના પરિવારને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને તેણે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. પોલીસ કહે છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x