ભારતમાં ઘણા વર્ષોથી એક ગંભીર રોગ ફેલાઈ રહ્યો છે. તેનું નામ અસ્પૃશ્યતા છે. આ રોગ દલિત ફેલાય છે કથિત સવર્ણ જાતિના લોકોમાં, પરંતુ તેનો ભોગ દેશના દલિતો બની રહ્યા છે. આ રોગને કાબૂમાં લેવા માટે મજબૂત કાયદો હોવા છતાં તેનો કોઈ ઈલાજ થઈ શકતો નથી. દરરોજ દલિતો પર અત્યાચારના અહેવાલો આવતા રહે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી સામે આવ્યો છે.
દલિત યુવકને જાતિવાદી તત્વોએ લાકડીથી માર માર્યો
અહીં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને ‘જય ભીમ’નો ઝંડો હટાવવાનું કહ્યું હતું. જ્યારે દલિત યુવકે તેમ કરવાનો ઈનકાર કર્યો તો આ જાતિવાદી તત્વોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહ્યા. જ્યારે આટલાથી પણ તેમનું મન ન ભરાયું તો તેમણે તેને માર માર્યો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને લોકો જાતિવાદી તત્વો પર ફિટકાર વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો: મુસ્લિમ આચાર્યને હટાવવા, શ્રીરામ સેનાએ સ્કૂલના પાણીમાં ઝેર ભેળવ્યું
‘જય ભીમ’ લખેલો ઝંડો ઉતારી ‘ભગવો’ ઝંડો લગાવવા કહ્યું
ઘટના સુલ્તાનપુર જિલ્લાના લંબુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના સેમરી રાજાપુર ગામની છે, જ્યાં દલિત યુવક વિજય કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે બપોરે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગામના ત્રણ ઉચ્ચ જાતિના છોકરાઓ મૌસમ સિંહ, દૌલત સિંહ અને સૌરભ તિવારીએ તેને થાંભલા પર ભગવો ધ્વજ બાંધવા કહ્યું હતું. એ થાંભલા પર પહેલેથી જ ‘જય ભીમ’ લખેલો વાદળી ધ્વજ બાંધેલો હતો, તેથી તેણે ધ્વજ બાંધવાની ના પાડી. જેના કારણે ત્રણેય યુવકો ખૂબ ગુસ્સે થયા અને દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરવા લાગ્યા. જ્યારે દલિત યુવકે તેનો વિરોધ કર્યો ત્યારે ત્રણેયે મળીને તેને લાકડીઓથી માર માર્યો હતો.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
હોબાળો થતા અવાજ સાંભળીને ગ્રામજનો ત્યાં પહોંચતા ત્રણેય મનુવાદી તત્વો ત્યાંથી ભાગી ગયા હતા. લંબુઆ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સંદીપ કુમાર રાયે જણાવ્યું કે દલિત યુવકની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની અનેક ગંભીર કલમો લાગુ કરવામાં આવી છે અને SC-ST એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, અત્યાર સુધી ત્રણેય આરોપીઓ ફરાર છે.
આ પણ વાંચો: ‘જય ભીમ’ બોલવા બદલ 5 દલિત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મુર્ગા બનાવી માર્યા











Users Today : 52
*ઓ, બેવકૂફ શા માટે તારી કિંમતી જીંદગીને બરબાદ કરે
છે? આ રાજનેતાઓ તારો ઈસ્તેમાલ કરે છે, તારો ગેરકાનૂની ગરીબીનો ફાયદો ઉઠાવે છે! જરા સમજદારી રાખ…! “જયભીમ” સૂત્ર દલિત સમાજની મહાશક્તિ છે.