‘લાંબા વાળ કેમ રાખ્યા છે?’ કહી 3 શખ્સોએ દલિત યુવકને માર્યો

ગોંડલના સડક પીપળિયાની ઘટના. દલિત યુવકને જાતિવાદી તત્વોએ લાંબા વાળ કેમ રાખ્યા છે કહી વાળ કાપી નાખી અપહરણ કરી ગામમાં ફેરવ્યો.
dalit news

ગુજરાતમાં જાતિવાદ માટે સૌથી વધુ કુખ્યાત એવા સૌરાષ્ટ્રમાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ લાંબા વાળ રાખવા બદલ માર મારી, વાળ કાપી નાખી, અપહરણ કરીને આખા ગામમાં ફેરવ્યો હતો.

લુખ્ખા તત્વોના આતંક માટે ગુજરાતભરમાં વગોવાયેલા ગોંડલના સડક પીપળીયા ગામની આ ઘટના છે. અહીં ગામમાં શિખંડ લેવા ગયેલા એક દલિત યુવકને 3 જાતિવાદી તત્વોએ આટલા લાંબા વાળ કેમ રાખ્યા છે તેમ કહી તેના વાળ કાપી નાખ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ દલિત યુવકનું બાઈક પર અપહરણ કરી આખા ગામમા ફેરવી માર માર્યો હતો. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે.

ગોંડલના સડક પીપળીયા ગામની ઘટના

આ બનાવની પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે રહેતો કૃણાલ મેઘજીભાઇ મારૂ નામનો 31 વર્ષનો દલિત યુવક તા. 11 જૂન 2025ને બુધવારના રાત્રે 8.30 વાગ્યા આસપાસ ગામમાં આવેલી દુકાન શિખંડ લેવા માટે ગયો હતો. એ દરમિયાન દુકાને ઉભેલા સતીશ વેકરિયા, માર્કડ વ્યાસ અને પ્રયાગ ચૌહાણ નામના ત્રણ જાતિવાદી લુખ્ખાઓએ કૃણાલને આટલા લાંબા વાળ કેમ રાખ્યા છે કહીને જાતિસૂચક અપશબ્દો બોલી ઢીંકાપાટુંનો માર માર્યો હતો. આરોપીઓ આટલે જ અટક્યા નહોતા, તેમણે કૃણાલના માથાના વાળ કાપી નાખ્યા હતા અને તેનું બાઈક પર અપહરણ કરીને તેને આખા ગામમાં ફેરવ્યો હતો.

આ પણવાંચો: ટોળાએ 3 દલિત કિશોરોને રાષ્ટ્રધ્વજના થાંભલા સાથે બાંધીને માર્યા

ગોંડલ તાલુકા પોલીસે યુવકને હોસ્પિટલ ખસેડ્યો

જાતિવાદી તત્વોની આ હરકતથી કૃણાલ હતપ્રભ થઈ ગયો હતો. તેને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવીલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી

ઘટનાની ગંભીરતા સમજીને ગ્રામ્ય એસપી હિમકરસિંહની સૂચનાથી તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવીને આ ગુનાના આરોપીઓ સતિશ કિશોરભાઈ વેકરિયા, માર્કડ દેવેન્દ્રભાઈ વ્યાસ અને પ્રયાગ પ્રફુલ્લભાઈ ચૌહાણની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીઓને પકડી પાડવામાં પીઆઈ એ.ડી. પરમાર, પીએસઆઈ જાડેજા, એએસઆઈ રૂપક બોહરા, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્રસિંહ વાળા, ફાલ્ગુનભાઈ સાગઠીયા, અલ્પેશ ઓતરાદીયા, પી.સી. રવિરાજસિંહ વાળા, જયદીપભાઈ ધાંધલ, હિતેશ જોગરાજીયા અને ભગીરથભાઈ વાળા સહિતનો સ્ટાફ સામેલ હતો.

સૌરાષ્ટ્રમાં ચાલતો જાતિવાદ ખુલીને સામે આવ્યો

ઉલ્લેખનીય છે કે, જાતિવાદ માટે કુખ્યાત ગોંડલમાં અગાઉ ત્યાંના ધારાસભ્ય ગીતાબા જાડેજાના માથાભારે પુત્ર ગણેશે જૂનાગઢના એક દલિત યુવકનું અપહરણ કરીને તેને આખી રાત ગોંધી રાખી માર માર્યો હતો. આ કેસમાં ધારાસભ્યના પુત્રને એટ્રોસિટીના ગુના હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. હાલ તે આ કેસમાં જામીન પર બહાર છે. હવે આ જ ગોંડલના એક ગામમાં ફરી એકવાર જાતિવાદી લુખ્ખા તત્વો દ્વારા દલિત યુવકને કારણ વિના જ માર મારવામાં આવતા સૌરાષ્ટ્રમાં ફેલાયેલો જાતવાદ ફરી એકવાર ખૂલીને સામે આવી ગયો છે.

આ પણવાંચો: અમદાવાદમાં સફાઈકર્મીઓની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવી લાખોની ઠગાઈ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
4 months ago

Aa loko Hindu jatankvadi,,, che ane aatankvadi ni paidash che ane BJP na paltu kutta che

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x