સોશિયલ મીડિયામાં હાલ એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક દલિત યુવકને ત્રણ યુવકો નિર્દયતાથી માર મારી રહ્યા છે. માથાભારે યુવકો રસ્તા વચ્ચે ઉભા રહીને પહેલા દલિત યુવકની બાઈક રોકે છે. એ પછી બાઇકની ચાવી કાઢીને ફેંકી દે છે અને પછી દલિત યુવકને લાકડીઓ અને ઢીંકા-પાટુથી નિર્દયતાથી માર મારે છે. વીડિયો એટલો હૃદયદ્રાવક છે કે, કોઈપણ સંવેદનશીલ માણસનું હૃદય તે જોઈને દ્રવી ઉઠે.
હાથરસના રમાલપુર ગામની ઘટના

આ આખો મામલો ઉત્તરપ્રદેશના હાથરસના રમાલપુર ગામનો છે. અહીં નાગલા અલગરજી ગામનો પિન્ટુ નામનો દલિત યુવક દરરોજની જેમ પોતાનું કામ પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન જેવો તે બીએસસી કોલેજ પાસે પહોંચ્યો કે તરત તેની રાહ જોઈને ઉભેલા કેટલાક યુવકોએ તેને અટકાવ્યો હતો. પહેલા તેઓ પિન્ટુના બાઈકની ચાવી કાઢીને ફેંકી દે છે, પછી તેને નિર્દયતાથી માર મારવા લાગે છે. એ દરમિયાન નિર્દોષ પિન્ટુ “ભઈયા, ભઈયા” એમ રાડો પાડીને તેને છોડી દેવા માટે વિનંતી કરતો રહે છે, પરંતુ આરોપીઓ તેને છોડતા નથી અને ઢીંકાપાટુ તથા લાકડીઓથી માર મારતા રહે છે.
આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે

દલિત યુવક કણસતો રહ્યો પણ કોઈ મદદે ન આવ્યું
આ ઘટનામાં દલિત યુવક પિન્ટુને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, દલિત યુવકને ત્રણ યુવકો માર મારી રહ્યા હતા છતાં કોઈ તેને બચાવવા માટે આવ્યું નહોતું. થોડી વાર પછી, જ્યારે રસ્તેથી પસાર થતા કેટલાક લોકોએ તેને ઘાયલ અવસ્થામાં પડેલો જોયો, ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. એ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક પિન્ટુને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
હુમલાની ઘટનાનો વીડિયો વાયરલ થયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પિન્ટુ બાઇક પર તેના ગામમાં પ્રવેશે છે તે સાથે જ બે યુવાનો તેની બાઇક પાસે આવે છે અને બાઇકની ચાવી કાઢીને ફેંકી દે છે. ત્યારબાદ તેને નિર્દયાથી તેને માર મારવાનું શરૂ કરે છે. એ પછી કેટલાક વધુ યુવાનો ત્યાં આવે છે અને લાકડીઓથી પિન્ટુ પર હુમલો કરે છે.
From Hathras, Uttar Pradesh. pic.twitter.com/4UOdw9EqSs
— Piyush Rai (@Benarasiyaa) August 24, 2025
પિન્ટુના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી
ઘાયલ યુવક અને તેના પરિવારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન પીડિત પિન્ટુએ જણાવ્યું કે તે કામ પરથી પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે ત્રણથી ચાર છોકરાઓએ તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો. પિન્ટુએ પોલીસને જણાવ્યું કે તેની કોઈ સાથે કોઈ દુશ્મની નથી.
આ પણ વાંચો: કાવડિયાએ મુસ્લિમ સગીરાની છેડતી કરી, પોલીસે છોકરીના પરિવાર સામે જ FIR કરી











આ આતંકવાદીઓને સજા કોણ આપશે?