ગાય ખરીદીને પરત આવી રહેલા દલિત યુવકને ગૌરક્ષકોએ પતાવી દીધો!

દલિત યુવક પશુ મેળામાંથી ગાય ખરીદીને ગામમાં આવી રહ્યો હતો. ગૌરક્ષકોએ તેને આંતરીને ઢોર માર માર્યો, યુવકનું મોત થઈ ગયું.
Dalit youth beaten up

ભાજપ જ્યારથી સત્તામાં મજબૂત થયો છે ત્યારથી દેશભરમાં ગૌરક્ષકોના નામે ગુંડા તત્વો બેફામ બની ગયા છે. આ ગુંડાઓ ગૌરક્ષાના નામે દલિતો, મુસ્લિમોને નિશાન બનાવે છે, કાયદો હાથમાં લઈને નિર્દોષ લોકોને હેરાન કરે છે, માર મારે છે. ભાજપના નેતાઓના આશીર્વાદ હોવાને કારણે પોલીસ આવા ગુંડાઓને કશું કરતી નથી. પરિણામે ગૌરક્ષકોના વેશમાં રહેતા આવા ગુંડાઓ બેફામ બની જાય છે અને વધુ અત્યાચાર કરવા માંડે છે.

ગૌરક્ષકોની ગુંડાગીરી

કથિત ગૌરક્ષકોની આવી જ ગુંડાગીરીની એક ચોંકાવનારી ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક દલિત યુવકને કથિત ગૌરક્ષકોએ ગૌતસ્કરીનો આરોપ મૂકીને ઢોર માર માર્યો હતો. જેના કારણે દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ચાર દિવસ બાદ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે હોબાળો મચાવ્યો છે. ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખર આઝાદે આ મામલે ટ્વિટ કરીને મૃતક દલિત યુવક માટે ન્યાયની માંગ કરી છે.

ગાય ખરીદીને આવતા દલિત યુવક પર જીવલેણ હુમલો

આ ઘટનાની મળતી માહિતી મુજબ, 16 સપ્ટેમ્બર 2025ના રોજ મંદસૌરનો રહેવાસી દલિત યુવક શેરૂ અને તેનો મિત્ર મોહસિન ભીલવાડાના લામ્બિયામાં યોજાયેલા પશુ મેળામાં પશુ ખરીદવા ગયા હતા. આ પશુમેળામાંથી તેઓ ગાય સહિતના કેટલાક પશુઓ ખરીદીને રાતના સમયે વતન તરફ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન કેટલાક કથિત ગૌરક્ષકોએ તેમનો રસ્તો રોક્યો હતો અને બંને પર ગૌતસ્કરીનો આરોપ મૂકીને તેમને ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: ‘લીવ ઈનમાં બાંધેલા સંબંધ દુષ્કર્મ નથી’ કહી કોર્ટે આરોપીને છોડી મૂક્યો!

જેના કારણે દલિત યુવક શેરુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એ પછી તેને ભીલવાડાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાથી તેને વધુ સારી સારવાર માટે જયપુર રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની સારવાર બાદ તેનું 19 સપ્ટેમ્બર 2025ના રોજ મોત થઈ ગયું હતું. એ પછી હુમલાનો મામલો હત્યામાં પરિણમ્યો હતો.

પોલીસે ચાર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી

આ મામલે પોલીસે 17 સપ્ટેમ્બર 2025ના રોજ ચાર કથિત ગૌરક્ષકો સામે નામજોગ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. મૃતકના પરિવારજનોએ તેને સરકાર અને પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી ગણાવી છે.

ચંદ્રશેખર આઝાદે ન્યાયની માંગ કરી

આ મામલે ચંદ્રશેખર આઝાદે ટ્વિટ કરીને મૃતક દલિત યુવક શેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે. આઝાદે ટ્વિટ કરીને આ ઘટનાને લોકશાહી અને માનવતા પર કલંક ગણાવીને રાજસ્થાનના મુખ્યમંત્રી અને રાજ્યપાલને ટેગ કરી ન્યાયની માંગ કરી છે.

ગૌરક્ષાના નામે થતી હિંસા ચિંતાનો વિષય

ચંદ્રશેખરે સરકાર સામે ત્રણ મુખ્ય માગણીઓ કરી છે, ઘટનામાં મોબ લિંચીગની કલમો હેઠળ કેસ કરવામાં આવે, તમામ દોષિતોની તરત ધરપકડ કરીને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે અને મૃતક શેરુના પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર અને પોલીસ રક્ષણ પુરું પાડવામાં આવે. આ ઘટનાએ ફરી એકવાર કથિત ગૌરક્ષકોના નામે થતી હિંસા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: મરાઠાઓને OBC દરજ્જો મળશે, તો મુંબઈ ઠપ્પ કરી દઈશું!- OBC સંગઠનો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
1 month ago

ગાયનું રક્ષણ ઈન્સાનો નું ભક્ષણ કરી રહ્યું છે,ગાયની રક્ષાના નામે આતંકવાદી સંગઠનો બની ગયા છે,ગાય નાં બચાવવા સામે કોઈ વિરોધ નથી પરંતુ ગૌરક્ષા નાં નામે ચાલતા આતંકવાદી સંગઠનો દેશમાં માનવ સંહાર માનવ હત્યાઓ કરી રહ્યા છે,
દેશમાં ઠેર ઠેર મર્ડર કરવામાં આવી રહ્યા છે, આવાં આતંકવાદી સંગઠનો દેશમાં ગામે ગામ અને દરેક શહેર તેમજ જિલ્લામાં અને દરેક રાજ્યમાં ચાલી રહ્યા છે, આવાં આતંકવાદી સંગઠનો નેં ડામવા માટે સરકારે મદદ કરવી જોઈએ…

Narsinhbhai
Narsinhbhai
29 days ago

*સમગ્ર ભારતમાં “ગાય” નું બીફ ખાય છે, બ્રાહ્મણો “ગાય”નાં કતલખાના નાં માલિકો છે, આ જાણીને જાતિવાદી ઓનાં પેટમાં ઉકળતું તેલ કેમ નથી રેડાતું?
આવા કાયરો-નપુંસકોને પદાર્થ પાઠ શીખવાડવા માટે
દલિતોએ એકજૂટ થવું જ પડશે, નહિ તો ગાયનાં નામે કે
ધર્મનાં નામે પરેશાન કરતાં રહેશે. જયભીમ! જય બુદ્ધ!

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x