દેશભરમાં દલિતો બાદ મુસ્લિમો જાતિવાદીઓથી સૌથી વધુ પરેશાન છે. જો કે, વાત જ્યારે દલિતોની આવે ત્યારે અનેક કિસ્સાઓમાં મુસ્લિમો પણ જાતિવાદી સવર્ણોના રોલમાં આવીને દલિતો પર અત્યાચાર કરતા હોય છે. આ ઘટનામાંપણ આવું જ કંઈક બન્યું છે.
ચહેરા પર બાઈકની હેડલાઈટ પડતા હુમલો કર્યો
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક દલિત યુવકની બાઈકની હેડલાઈટ કેટલાક મુસ્લિમ યુવકોના ચહેરા પર પડી હતી. એ પછી આ લુખ્ખા તત્વોએ દલિત યુવકને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો હતો. માર માર્યાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરિયાદના આધારે પોલીસે માસૂમ રાજા નામના શખ્સ સહિત 6 લોકોની રમખાણ, હુમલો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ધરપકડ કરી છે.
આ પણ વાંચો: કાવડ યાત્રાની ટીકા કરનાર દલિત શિક્ષકને ગામલોકોએ મંદિર સામે નાક રગડાવ્યું
યુપીના દેવરિયા જિલ્લાની ઘટના
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો છે. અહીંના મેઇલ ગામના રહેવાસી રાહુલ કુમારને મુસ્લિમ યુવકો દ્વારા ફક્ત એટલા માટે નિર્દયતાથી માર મારવામાં આવ્યો કારણ કે તેની બાઇકની હેડલાઇટ એક યુવકના ચહેરા પર પડી હતી. એવો આરોપ છે કે માડોપાર ગામના રહેવાસી માસૂમ રાજા અને તેના પરિવારના સભ્યોએ રાહુલને ઘેરી લીધો અને તેને નિર્દયતાથી માર માર્યો અને પછી તેને ઝાડ સાથે બાંધી દીધો.
દલિત યુવકને માર મારી ઝાડ સાથે બાંધી દીધો
આ ઘટના રવિવારે મોડી સાંજે બની હોવાનું કહેવાય છે. રાહુલ તેના સંબંધી સંદીપ સાથે બરાડીહથી બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં સરકારી ટ્યુબવેલ પાસે માસૂમ રાજા પર તેની બાઇકની હેડલાઇટ પડી ગઈ. આ બાબતે ઝઘડો થયો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો. આરોપીઓએ પહેલા રાહુલને લાકડીઓ અને સળિયાથી માર માર્યો અને બાદમાં તેને ખેંચીને ઝાડ સાથે બાંધી દીધો.
तालिबानी आतंक का नंगा नाच! ⚠️❌🚳
यूपी के देवरिया में दलित लड़का मुस्लिम बहुल क्षेत्र से गुजरा तो मुहम्मद मासूम, महफूज आलम, अख़्तर आदि ने उसे पेड़ से बांधकर बेरहमी से पीटा। लड़का दया की भीख मांगता रहा लेकिन हैवानों को रहम नहीं आई।😥
कहाँ हो ‘जय भीम-जय मीम’ वालों? चुप्पी तोड़ो! pic.twitter.com/sDmuqoi5wz
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) September 15, 2025
6 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કાર્યવાહી
આ દરમિયાન આરોપીઓએ એક વીડિયો પણ બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દલિત યુવક રાહુલ કોઈક રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો અને પોલીસ સ્ટેશને પહોંચીને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી. રાહુલની ફરિયાદ પર પોલીસે માસૂમ રાજા, મહફૂઝ આલમ, ખુશુબનિસા, હનીફા, રૂખસાના અને અખ્તર વિરુદ્ધ રમખાણો, હુમલો અને એટ્રોસિટી એક્ટ(SC ST ACT) ની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસે શું કહ્યું
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દિલીપ કુમાર સિંહે કહ્યું કે બાઇકની હેડલાઈટ ચહેરા પર પડવાને કારણે ઝઘડો થયો હતો. જ્યારે સીઓ અંશુમન શ્રીવાસ્તવે કહ્યું કે આ મામલાની નોંધ લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. તમામ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા સાથે રમત રમનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘ભૈયા, ભૈયા..છોડ દો…’ દલિત યુવકનો હૃદયદ્રાવક વીડિયો વાયરલ











Users Today : 1746