દલિત યુટ્યુબર મુકેશ મોહનને 50 કરોડની માનહાનિ નોટિસ ફટકારાઈ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર 'ધ કારવાં' મેગેઝિનના રિપોર્ટ પરથી વીડિયો બનાવનાર દલિત યુટ્યુબર મુકેશ મોહનને 50 કરોડની માનહાનિની નોટિસ અને FIR નોંધાતા વિવાદ વકર્યો છે.
Mukesh Mohan gets Rs 50 crore defamation notice

લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા મીડિયા અને સોશિયલ મીડિયા પર સક્રિય સ્વતંત્ર પત્રકારો માટે વર્તમાન સમય કસોટીની એરણ જેવો સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં પત્રકાર મુકેશ મોહન સાથે બનેલી ઘટનાએ ફરી એકવાર સત્તાધારી પક્ષ દ્વારા અવાજ દબાવવાની કથિત નીતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મુકેશ મોહનેએ ‘ધ કારવાં’ મેગેઝિન દ્વારા પ્રકાશિત એક સંશોધનાત્મક અહેવાલના આધારે એક વીડિયો તૈયાર કર્યો હતો. આ અહેવાલ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને બીફ (ગૌમાંસ)ના વ્યવસાય સાથેના કથિત સંબંધો અને હિતો વિશે હતો. આ વીડિયો રિલીઝ થયાના ગણતરીના દિવસોમાં જ મુકેશ મોહનને 50 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ ફટકારવામાં આવી છે અને નાગપુરમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.

મુકેશના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા બે દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. તેમનો એક ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે અને વીડિયો શૂટ કરવા માટે વપરાતો બીજો ફોન પણ જમા કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ કિસ્સો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે રાજકીય હસ્તીઓની ટીકા કરનારા સ્વતંત્ર અવાજોને કાયદાકીય ગૂંચવણોમાં ફસાવીને શાંત કરી દેવાનો પ્રયાસ થાય છે.

આ પણ વાંચો: ‘કૉંગ્રેસે કાંશીરામને ભારત રત્ન નહોતો આપ્યો, મોત પર શોક નહોતો પાળ્યો’

આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં ભાજપના દિગ્ગજ નેતાઓ કે સરકારની નીતિઓની તર્કબદ્ધ ટીકા કરનારા પત્રકારો કે યુટ્યુબરોને નિશાન બનાવવામાં આવ્યા હોય. અગાઉ પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પત્રકારોએ જ્યારે પણ કોઈ વિવાદાસ્પદ મુદ્દે સવાલ ઉઠાવ્યા હોય, ત્યારે તેમને ફેક્ટ-ચેક અથવા ચર્ચા દ્વારા જવાબ આપવાના બદલે સીધી ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

અજીત અંજુમ, પુણ્ય પ્રસૂન બાજપેયી અને રવીશ કુમાર જેવા વરિષ્ઠ પત્રકારોથી લઈને અનેક નાના-મોટા ડિજિટલ ક્રિએટર્સને સત્તાના રોષનો ભોગ બનવું પડ્યું છે. આ પદ્ધતિમાં સામાન્ય રીતે 50 થી 100 કરોડ જેવી માતબર રકમની માનહાનિ નોટિસ આપીને પત્રકારને આર્થિક અને માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. સાથોસાથ પત્રકારના કામ કરવાના મુખ્ય સાધનો જેવા કે લેપટોપ કે મોબાઈલ જપ્ત કરીને તેમના વ્યવસાયિક જીવનને પણ અવરોધવામાં આવે છે.

આ પણ વાંચો: દલિત સરપંચના પતિને મોં કાળું કરી, જૂતા પહેરાવી ગામમાં ફેરવ્યા

ડૉ. લક્ષ્મણ યાદવ જેવા અનેક બુદ્ધિજીવીઓએ આ ઘટનાને અભિવ્યક્તિની આઝાદી પર સીધો હુમલો ગણાવ્યો છે. તેમના મતે તથ્યો અને તર્કોના આધારે કન્ટેન્ટ બનાવનાર પત્રકાર સામે આવી કડક પોલીસ કાર્યવાહી લોકશાહી માટે અત્યંત ચિંતાજનક છે. જ્યારે અસંમતિનો જવાબ દમન દ્વારા આપવામાં આવે છે, ત્યારે તે પ્રેસની સ્વતંત્રતાના અંતની શરૂઆત હોય છે.

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે કે શું હવે સત્તાધીશો સામે સવાલ પૂછવો એ ગુનો બની ગયો છે? જો પત્રકારો દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા કે માહિતી ખોટી હોય, તો તેને પુરાવા સાથે નકારી શકાય છે, પરંતુ પોલીસનો સહારો લઈને ડરનું વાતાવરણ ઉભું કરવું એ લોકશાહીના મૂલ્યોથી વિપરીત છે. હાલમાં મુકેશ મોહનેના સમર્થનમાં વ્યાપક ઝુંબેશ શરૂ થઈ છે, પરંતુ આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે રાજકીય હસ્તીઓની ટીકા કરનારા સામાન્ય નાગરિકો માટે ન્યાયની લડાઈ હવે વધુ કપરી બની ગઈ છે. જો આ જ રીતે કાયદાનો ઉપયોગ ટીકાકારોને ચૂપ કરવા માટે થતો રહેશે, તો દેશમાં અભિવ્યક્તિની આઝાદી ખરેખર જોખમમાં મુકાઈ જશે.

આ પણ વાંચો: દલિત યુટ્યુબરના ઘરમાં ટોળાંએ મળ-મૂત્ર ફેક્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
9 hours ago

Jajkaranio ne haji rupiya ghate che??

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x