રાજુ સોલંકી-જયરાજસિંહનું સમાધાન મંજૂર નથીઃ દલિત સમાજ!

જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા સમાધાનને લઈને દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી.
junagadh dalit news

જૂનાગઢના રાજુ સોલકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલા કથિત સમાધાન મુદ્દે ગુજરાતના દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે ગોંડલના ઘોઘાવદર ખાતે દલિત સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં દલિત આગેવાનોએ પાછલા બારણેથી થતું સમાધાન સ્વીકાર્ય નથી તેમ સ્પષ્ટ જણાવ્યું હતું.

સાથે જ આગેવાનોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, એટ્રોસિટી જેવા ગંભીર કેસમાં જો સમાધાન કરવામાં આવશે તો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રાજુ સોલંકી અને તેના પરિવારનો બહિષ્કાર કરાશે. રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચેનાં સમાધાન અંગે આગામી તા. 4 ડિસેમ્બરના રોજ ધોરાજી ખાતે સંમેલન મળશે અને આ મુદ્દે રણનીતિ નક્કી કરાશે તેવો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: ‘ફરિયાદ કરી તો જેલમાં નાખી દઈશ’, PIએ દલિત મહિલાને માર માર્યો

ગોંડલનાં ઘોઘાવદર ખાતે સંત દાસીજીવણ સાહેબની જગ્યામાં અનુસૂચિત જાતિનાં આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આગેવાન દેવદાનભાઇ મુછડીયાએ જણાવ્યું કે રાજુભાઇ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચેનાં વિવાદમાં સૌરાષ્ટ્રભરનો અનુસૂચિત જાતિ સમાજ એકઠો થયો હતો અને લડત આપી હતી. પરંતુ સમાજને અંધારામાં રાખી પૂછ્યા વીના સમાધાન કરી લેવાયું છે.

દિનેશભાઈ પાતર તથા રાજુભાઈની વાયરલ થયેલી ઓડીયો ક્લિપનો ઉલ્લેખ કરી તેમણે સમાધાન પ્રક્રીયામાં સમાજને બાકાત રખાયાનું જણાવી વધુમાં કહ્યું કે, રાજુભાઈ સોલંકીએ આખા મામલે સ્પષ્ટતા કરતો અને જયરાજસિંહનો માફી માંગતો વીડિયો જાહેર કરવો જોઈએ. ઉપરાંત રેલી દરમિયાન પેઢલાનાનાં યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું તેના પરિવારને જયરાજસિંહ જાડેજાએ આર્થિક મદદ કરવી જોઈએ.

આ પણ વાંચો: ‘મા, હું જીવવા માંગું છું…’ કહી BLO દલિત શિક્ષકે ગળેફાંસો ખાધો

તેમણે કહ્યું કે સમાજ દ્વારા આગામી રણનીતિ ઘડાશે, જેમાં કોર્ટમાં સમાજ થર્ડ પાર્ટી તરીકે જોડાશે, અને અદાલતને રજૂઆત કરશે કે આ ખૂબ ગાજેલો કેસ છે. પુરાવાઓ પણ છે. તપાસનીસ અધિકારીએ પાછળથી પુરાવાઓનો નાશ કરવો અને કાવતતું ઘડવા અંગેની કલમ લગાવી છે. એટલે બનાવ બન્યો છે એ ફલિત થાય છે. જેથી આર્થિક જશ ખાટવા ફરિયાદી સમાધાન કરે તે કોર્ટ દ્વારા માન્ય ના ગણાવું જોઈએ તેવી રજૂઆત કરીશું.

યુવા ભીમ સેનાના સ્થાપક ડી.ડી.સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી તા.4 ડિસેમ્બરના રોજ ધોરાજી ખાતે યોજાનારા સંમેલનમાં ચર્ચા કરી, જો કોઈ આવા કેસમાં સમાધાન કરશે તો તેનો બહિષ્કાર કરવો અને કોઈ પણ જાતનો સહકાર નહીં આપવાનું નક્કી કરી રણનીતિ તૈયાર કરાશે. આ બેઠકમાં દિનેશભાઈ પાતર, નિખિલ ચૌહાણ, દેવરાજભાઈ રાવલીયા, અજયભાઈ વાણવી, યોગેશભાઈ ભાશા સહિત મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ભારતમાં બંધુઆ મજૂરોમાં 100 ટકા SC, ST અને OBC

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
2 months ago

Aava gaddaro thaki Atrocities ne nuksan thai rahiyu che ane sacha loko ne nyaay nathi malto,,,

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x