Transgender sarpanch in Chhattisgarh: છત્તીસગઢમાં હાલમાં જ યોજાયેલી ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીઓમાં એક કિન્નરે ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને દેશમાં પહેલી કિન્નર સરપંચ તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે. છત્તીસગઢમાં યોજાયેલી ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીના બીજા તબક્કામાં સોનુ સિંહ ઉરાંવ ઉર્ફે સોનુ દીદી, જે એક કિન્નર છે, તે અહીંના ચણવારીદાંડ ગ્રામ પંચાયતમાંથી સરપંચ પદ માટેની ચૂંટણી જીતી લઈ છે. આ સાથે જ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સોનુ દીદી દેશની પહેલી કિન્નર સરપંચ બની ગઈ છે.
સામાન્ય રીતે ત્રીજી જાતિના લોકોને લઈને એવી છાપ પડી ગઈ છે કે, તેઓ ખુશીના પ્રસંગોએ નાચતા-ગાતા અને તહેવારો દરમિયાન દુકાનોમાં ભીખ માંગીને પોતાનું જીવન ગુજારતા હોય છે. પરંતુ વિધાનસભા અને નગરપાલિકાઓ બાદ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ કિન્નરોને સફળતા મળી રહી છે.
છત્તીસગઢમાં યોજાયેલી પંચાયત ચૂંટણીના બીજા તબક્કામાં સોનુ સિંહ ઉરાંવ ઉર્ફે સોનુ દીદી ગ્રામ પંચાયતની ચૂટણી જીત્યાં છે. આ સાથે જ તેઓ દેશના પ્રથમ કિન્નર સરપંચ બન્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જીત્યા બાદ, સોનુ કિન્નર તેના સમર્થકો સાથે મંદિરે પહોંચી હતી અને પ્રાર્થના કરી હતી. આ ગ્રામ પંચાયત ભરતપુર જિલ્લાના માનેન્દ્રગઢ જિલ્લાને અડીને આવેલી છે અને એક શહેરી વિસ્તાર જેવી છે. અહીં સરપંચ પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં બે ભૂતપૂર્વ સરપંચ પણ ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ તે બધાને હરાવીને સોનુ કિન્નર સરપંચ બન્યા છે.
આ પણ વાંચોઃ દલિત પરિવાર પર ટોળાંનો હુમલો, સાત લોકો ગંભીર રીતે ઘાયલ
छत्तीसगढ़ की पहली ‘किन्नर सरपंच#FirstTransgenderSarpanch #SonuSarpanch #ChhattisgarhPanchayatElection #TransgenderVictory #ChangingIndia #TransgenderInPolitics #BreakingBarriers #IndiaElection #SonuDidii #transgenderempowerment #jandhara24x7 pic.twitter.com/EVDMCc7xJj
— JANDHARA24x7 (@AJandhara) February 22, 2025
સોનુ ઓરાંવે ભૂતપૂર્વ સરપંચ ગૌરી સિંહને હરાવીને ઇતિહાસ રચ્યો છે. નવા ચૂંટાયેલા સરપંચ સોનુ ઉરાંવે પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે ચણવારીદાંડ પંચાયતને સુંદર અને વિકસિત બનાવશે અને ખાસ તો યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવશે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી જન કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. પંચાયતના રહેવાસીઓની ઇચ્છા મુજબ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે. ગ્રામ પંચાયત ચણવારીદાંડને સુંદર, વિકસિત અને આદર્શ પંચાયત બનાવવા માટે પ્રાથમિકતાના ધોરણે કામ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. નવા ચૂંટાયેલા સરપંચ સોનુએ કહ્યું કે આ તેમનો વિજય નથી પરંતુ ગ્રામ પંચાયત ચણવારીદાંડના તમામ લોકોની જીત છે. નવા ચૂંટાયેલા સરપંચ સોનુએ ગામના તમામ લોકોનો તેમને સરપંચ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
પંચાયત ચૂંટણીમાં કિન્નર સોનુએ સૌથી વધુ મત મેળવીને સરપંચની ચૂંટણી જીતી છે. ૨,૬૬૫ મતદારો ધરાવતી ચણવારીદાંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે કુલ ૫ ઉમેદવારો મેદાનમાં હતા.
પૂર્વ સરપંચ ગૌરી સિંહ, ટ્રાન્સજેન્ડર સોનુ સિંહ ઉરાંવ, કલાવતી પૈકરા, શશિકલા અને મંગલવતી સિંહ મરાવી અહીંથી સરપંચની ચૂંટણી લડી રહ્યા હતા. આ ગ્રામ પંચાયત માટે બીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. કિન્નર સોનુ સિંહ ઉરાંવને સૌથી વધુ 550 થી વધુ મત મળ્યા. કિન્નર સોનુને તાળું અને ચાવીનું ચૂંટણી ચિહ્ન મળ્યું હતું. ગામના લોકોએ સોનુની જીતની ખૂબ જ ખુશીથી ઉજવણી કરી. લોકોએ તેમને અભિનંદન આપ્યા અને તેમની જીત માટે શુભેચ્છાઓ પાઠવી.
આ પણ વાંચોઃ બે દલિત દુલ્હન બહેનોને જાતિવાદીઓએ દોડાવી-દોડાવીને મારી
ગામના વિકાસનું વચન આપ્યું
ચણવારીદાંડ ગામને જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતોમાંની એક માનવામાં આવે છે. અહીં પાયાની સુવિધાઓનો વિકાસ એક મોટો મુદ્દો હતો. કિન્નર સોનુએ આખી ચૂંટણી આ મુદ્દા પર લડી અને જીતી ગયા. જીત્યા પછી સોનુએ મતદારોનો આભાર માન્યો હતો. આ સાથે તેણીએ કહ્યું કે ગામનો વિકાસ તેમની પહેલી પ્રાથમિકતા છે.
દત્તક લીધેલા અનાથ બાળકો
કિન્નર સોનુએ કહ્યું કે તે ગામના લોકોને ખાતરી આપે છે કે તે ગામનો વિકાસ કરશે. તેમની જીતથી કાર્યકરોમાં ખુશીની લહેર છે. મોટી વાત એ છે કે માનેન્દ્રગઢ તાલુકામાં માત્ર 5 થર્ડ જેન્ડર મતદારો છે. નવા ચૂંટાયેલા સરપંચ સોનુએ ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેણીએ એક બાળક પણ દત્તક લીધું છે અને તેનો ઉછેર કરી રહી છે. બાળપણથી જ તે ચણવારીદાંડમાં કિન્નર સમાજના લોકો સાથે રહે છે. અનાથ બાળકને દત્તક લેવા બદલ સૌ કોઈ કિન્નર સોનુના વખાણ કરે છે.
ધારાસભ્યની ચૂંટણી પણ લડી છે
કિન્નર સોનુએ માનેન્દ્રગઢ બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી પણ લડી છે. જોકે ત્યારે તેમને વધારે મત મળ્યા નહોતા. ત્યારબાદ તેણીએ 2019 માં સરપંચની ચૂંટણી લડી, પરંતુ હારી ગઈ. ૨૦૨૫માં ફરીથી તેણીએ સરપંચ પદ માટે ચૂંટણી લડી અને જીતી પણ ગઈ.
બીજા તબક્કામાં કેટલું મતદાન?
છત્તીસગઢ પંચાયત ચૂંટણીનો બીજો તબક્કો ગુરુવારે યોજાયો હતો. આ તબક્કામાં ૭૭.૦૬ ટકા મતદાન થયું હતું. મતદાનને લઈને ગ્રામીણ મતદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પંચાયત ચૂંટણીના આ તબક્કામાં ઘણા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ મતદાન થયું હતું, પરંતુ દરેક જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.
આ પણ વાંચોઃ સરપંચે દલિત સગીરાની છેડતી કરી વિરોધ કરતા જાતિસૂચક ગાળો ભાંડી