રાજકોટમાં ભાજપના પૂર્વ સાંસદે 11 એકર જમીન પચાવી પાડી!

રાજકોટના લોધિકા તાલુકાના ચીભડા ગામે ભાજપના પૂર્વ સાંસદે ઉદ્યોગપતિ સાથે મળી 11 એકર જમીન પચાવી પાડી.
Rajkot news

ગુજરાતમાં જો ભાજપના નેતાઓના કૌભાંડોનો એકસાથે ખુલાસો થાય તો લોકોને હૃદયરોગનો હુમલો આવી જાય તેટલો મોટું કૌભાંડ સામે આવી શકે તેમ છે. સરકારી પડતર જમીનોને બાપની જાગીર સમજતા ભાજપના નેતાઓ યોજનાઓના નામે પણ જમીનો પચાવી પાડતા શરમાતા નથી. પૂર્વ મંત્રી બચુ ખાબડનું કૌભાંડ તાજું છે, ત્યાં ભાજપના વધુ એક નેતાએ સરકારી જમીન પચાવી પાડ્યાનું સામે આવ્યું છે.

પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ જમીન પચાવી પાડી!

મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચીભડા ગામની 11 એકર જમીન ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને ડેકોરા ગૃપના ઉદ્યોગપતિ જમનાદાસે પચાવી પાડી હોવાનો ખુલાસો થયો છે. સિંચાઈ વિભાગે સંપાદિત કરેલી આ જમીન પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિએ પચાવી પાડીને દસ્તાવેજ બનાવી લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ જમીન 35 વર્ષ પહેલા દુકાળમાં બનાવવામાં આવેલા તળાવ માટે સંપાદિત કરવામાં આવી હતી. રાજકોટ કલેક્ટરે જમીન સરકારની હોવાનો ઐતિહાસિક ચુકાદો આપી વેચાણ નોંધ મંજૂર કરવાની અપીલ ફગાવી દેતા સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો: ‘દલિતના ઘેર ભોજન લેવાય! આ તો ગૌહત્યા જેવું પાપ છે’

દુકાળમાં તળાવ બનાવવા જમીન સંપાદિત કરાઈ હતી

લોધિકા તાલુકાના ચીભડા ગામમાં 35 વર્ષ પહેલાં 1982માં દુષ્કાળના સમયે રાહત કામગીરી અંતર્ગત હરીપર-તરવાડા ગામે તળાવ બનાવવા માટે સરકારે ચીભડા ગામની અંદાજે 11 એકર જમીન સંપાદિત કરી હતી. જે તે સમયે જમીનના મૂળ માલિકોને સરકાર દ્વારા યોગ્ય વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. વર્ષો બાદ 2021માં સરકારી જમીન પર ખાનગી વ્યક્તિઓ દ્વારા સોદા કરીને દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી.

7/12ના ઉતારામાં એક ભૂલ થઈ અને ભાંડો ફૂટ્યો

આ વિવાદાસ્પદ જમીનના સોદામાં સુરેન્દ્રનગરના ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ તેમજ ડેકોરા ગૃપના જમનાદાસ પટેલે કૌભાંડ આચર્યુ હતું. બંને આસામીઓએ ચીભડા ગામના સર્વે નં. 1117, 1118, 1119 અને 1120 વાળી 4.42.16 હેક્ટર જમીન મૂળ ખાતેદારો પાસેથી ખરીદ કરીને ચાર અલગ-અલગ દસ્તાવેજો બનાવી લીધા હતા. આ કિસ્સામાં સૌથી મોટો ઈસ્યુ રેવન્યુ રેકર્ડમાં હતો. 1982માં સિંચાઈ વિભાગે જમીન સંપાદન કર્યા બાદ વળતર પણ ચૂકવ્યું હતું. પરંતુ રેવન્યુ રેકર્ડ એટલે કે 7/12ના ઉતારામાં આ જમીન ‘સરકાર હસ્તક’ અથવા ‘સિંચાઈ વિભાગ’ની નોંધ ચડાવવાની રહી ગઈ હતી. જમીન ખુલ્લી હતી અને રેકર્ડ પર મૂળ ખેડૂતોના નામ બોલતા હતા.

આ ટેકનિકલ ભૂલનો લાભ લઈ મૂળ ખાતેદારોએ પણ જમીન વેચાણ કરી દીધી હતી. જ્યારે કૌભાંડીઓ પૂર્વ સાંસદ તેમજ ઉદ્યોગપતિએ જમીન ખરીદી પણ લીધી હતી.

આ પણ વાંચો: આ ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ છે કે ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’?

પ્રાંત અધિકારી બાક કલેક્ટરે પણ વેચાણ નોંધ રદ કરી

આ દસ્તાવેજોની વેચાણ નોંધ પડાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે ગામના એક જાગૃત નાગરિકે વાંધો ઉઠાવ્યો હતો. સૌપ્રથમ મામલતદાર સમક્ષ કેસ ચાલતા તેમણે વેચાણ નોંધ નામંજૂર કરી હતી. જેની સામે ખરીદદારોએ પ્રાંત અધિકારીને અપીલ કરી હતી. પ્રાંત અધિકારીએ પણ અપીલ ફગાવી દીધી હતી. તેથી પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિએ રાજકોટ કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી. જેમાં તેમણે ‘બોનાફાઈડ પરચેઝર’ હોવાની દલીલો કરી હતી.

ખરીદદારો તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, જમીન સંપાદન થયા બાદ 10 વર્ષ સુધી તેનો હેતુ મુજબ ઉપયોગ થયો નથી અને પેપર પર જ કાર્યવાહી થઈ છે. તેથી જમીન સંપાદન મુક્ત ગણી મૂળ ખેડૂતને પરત મળવી જોઈએ.

આ પણ વાંચો: ગાયો ચરાવતા રોકતા દલિત પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ

મૂળ માલિકો સાબિત ન થતા વેચાણનો અધિકાર રદ

રાજકોટ કલેક્ટરે તમામ રેકર્ડ તપાસતાં સ્પષ્ટ કર્યું કે, સિંચાઈ વિભાગે કાયદેસર રીતે જમીન સંપાદિત કરેલી છે. 1982માં મૂળ માલિકોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. ફક્ત રેવન્યુ રેકર્ડમાં નામ ન હોવાથી મૂળ માલિકોની માલિકી સાબિત થતી નથી. જે જમીન મૂળ માલિકની નથી. તે વેચવાનો તેમને કોઈ અધિકાર નથી. દસ્તાવેજની રેવન્યુ રેકર્ડમાં અમલવારી થઈ શકે નહીં. કલેક્ટરે પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિની દલીલો ફગાવી દઈને જમીન સરકારની હોવાનો હુકમ કરી વેચાણ નોંધ રદ કરવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ ગયો!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x