ગાંધીનગરમાં દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવવા ગયેલ ડોક્ટરનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. પિતાને નદીમાં ડૂબતા જોઈ દીકરીએ બૂમાબમ કરી મૂકી હતી. એ દરમિયાન બાળકીની બૂમો સાંભળી એક રિક્ષાચાલકે નદીમાં કૂદી તેના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નદીના પ્રવાહમાંથી બહાર લાવતા પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા 39 વર્ષનાં ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ 12 જુલાઈનાં રોજ ડૉ. કોશા બ્રહ્મભટ્ટ અને 6 વર્ષની દીકરી દ્વિજા સાથે અડાલજ ખાતે નર્મદા કેનાલમાં જવારા પધરાવવા ગયા હતા.
આ પણ વાંચો: 18 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા
ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ તેમની દીકરીના ગૌરી વ્રતના છેલ્લે દિવસે નદીમાં જવારા પધરાવી રહ્યા હતા, દરમિયાન કેનાલ પાસે તેમનો પગ લપસ્યો અને તેઓ નદીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમની દીકરી ગભરાઈ જતા બૂમો પાડવા લાગી.
ત્યારે ત્યાંથી પસાર થતાં એક રિક્ષા ચાલકે તાત્કાલિક તબીબને બચાવવા નદીમાં કૂદી પડી બચાવવાનો પ્રયાસ કર્યો. બાદમાં તબીબને નજીકની અડાલજ સીએચસી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબનાં મોતથી પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાની પોલીસને કરતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વિપક્ષો શા માટે ચૂંટણી પંચને ભાજપનો 12મો ખેલાડી ગણાવે છે?