Gopika Govind – Kerala’s first tribal air hostess: “અગર કિસી ચીજ કો શિદ્દત સે ચાહો, તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતિ હૈ…” શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ઓમ શાંતિ ઓમનો આ ડાયલોક મૂળ તો વિખ્યાત લેખક પાઉલો કોએલ્હોના જાણીતા પુસ્તક ધ અલ્કેમિસ્ટમાંથી ઉઠાવાયેલો છે. પરંતુ આદિવાસી સમાજની એક દીકરી ગોપિકા ગોવિંદે તેને સાકાર કરી બતાવ્યો છે.
કેરળના અલક્કોડે નજીક કવુનકુડીની અનુસૂચિત જનજાતિ (ST) વસાહતમાં જન્મેલી ગોપિકા ગોવિંદે(Gopika Govind) ઇતિહાસ રચ્યો છે. તે કેરળની પ્રથમ આદિવાસી મહિલા (Kerala’s first tribal air hostess) બની છે જેણે એર હોસ્ટેસ તરીકે કામ શરૂ કર્યું છે. આ ફક્ત ગોપિકાની વ્યક્તિગત સિદ્ધિ જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે ગર્વની ક્ષણ છે.
આ પણ વાંચોઃ Chhattisgarh માં 400 આદિવાસીઓની હત્યા થઈ, જેમાં 140 મહિલાઓ
કરીમબાલા જનજાતિમાંથી આવતી ગોપિકાનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં પસાર થયું. તેમના માતાપિતા પી. ગોવિંદન અને વી.જી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે દહાડિયા મજૂર તરીકે કામ કર્યું. મર્યાદિત સંસાધનો અને તકો વચ્ચે ઉછરેલી ગોપિકાએ બાળપણથી જ એર હોસ્ટેસ બનવાનું સ્વપ્ન જોયું હતું. જોકે, આ રસ્તો સરળ નહોતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમણે વ્યવહારુ માર્ગ પસંદ કર્યો અને બી.એસસી. (રસાયણશાસ્ત્ર)માં સ્નાતક થઈ. જે તેમના માટે ફાયદાકારક અને સુલભ હતું. પણ એર હોસ્ટેસ બનવાનું સ્વપ્ન તેના હૃદયમાં જીવંત હતું.
આ પણ વાંચોઃ બાયડની આદિવાસી દીકરી સુશીલા વસાવાની આત્મહત્યા કે હત્યા?
સ્નાતક થયાના એક વર્ષ પછી તેણે નોકરી શરૂ કરી, પરંતુ એક દિવસ છાપામાં છપાયેલી કેબિન ક્રૂની જાહેરાતે ફરી તેના દિલમાં એર હોસ્ટેસ બનવાના સ્વપ્ન સપનાને જગાડી દીધું. ત્યારબાદ તેણે સરકાર દ્વારા સમર્થિત ઉડ્ડયન અભ્યાસક્રમ વિશે માહિતી એકત્રિત કરી અને વાયનાડના કલ્પેટ્ટા ખાતે ડ્રીમ સ્કાય એવિએશન ટ્રેનિંગ એકેડેમીમાં એક વર્ષના ડિપ્લોમા અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો.
Trailblazer! Gopika Govind from Kerala becomes the first tribal woman from the state to soar as an air hostess — from humble roots to high skies. A moment of pride for the Karimbala community and India.@AntarsinghArya @NirupamChakma4https://t.co/nUoxumKp8H
— National Commission for Scheduled Tribes (@ncsthq) April 11, 2025
કોર્ષ પૂરો થાય તે પહેલાં જ ગોપિકાએ ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કરી દીધું. પહેલી વાર તેની પસંદગી થઈ ન હતી, પણ તેણે હાર માની નહીં. બીજા પ્રયાસમાં તે સફળ રહી. ત્રણ મહિનાની તાલીમ પછી ગોપિકાએ કેબિન ક્રૂ તરીકે તેની પહેલી ફ્લાઇટ લીધી – કન્નુરથી ખાડી દેશ સુધી. આ ઉડાન ફક્ત કારકિર્દીની શરૂઆત નહોતી; આ ક્ષણ સંઘર્ષ, આશા અને પ્રેરણાનું પ્રતીક હતી. ખાસ કરીને મર્યાદિત સંસાધનો વચ્ચે મોટા સપના જોતા આદિવાસી સમાજની દીકરીઓ માટે.
આ પણ વાંચોઃ પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું
મીડિયા સાથે વાત કરતા ગોપિકાએ છોકરીઓ માટે સશક્તિકરણનો સંદેશ આપ્યો. ગોપિકાએ કહ્યું, જો તમારું કોઈ સ્વપનું છે, જેને તમે સાકાર કરવા માંગો છો, તો ડર્યા વિના તેને પૂર્ણ કરવા માટે આગળ વધો. તેને પુરું કરવા માટે તમારે આત્મવિશ્વાસ રાખવો પડશે – તેના વિના આપણે ક્યાંય પહોંચી શકતા નથી. તમારા લક્ષ્યની જાહેરાત દુનિયા સામે ન કરો, પણ પરિણામ લાવીને તમારી મહેનતનો પરિચય આપો. ગોપિકા ગોવિંદે સાબિત કર્યું છે કે ઉડવું હોય તો આકાશ નહીં, તેનાથી આગળની ઉડાન પણ શક્ય છે. જરૂર હોય છે માત્ર આકરી મહેનત, વિશ્વાસ અને હિંમતની.
આ પણ વાંચોઃ આદિવાસી સમાજે શરૂ કર્યું mission d-3: દારૂ, ડીજે, દહેજ પર પ્રતિબંધ