ગુજરાતમાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ હવે ભગવદ ગીતા ભણશે

ગુજરાત બોર્ડ(GSEB) દ્વારા ધો. 9થી 12માં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂમાં ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેર્યા છે. હવે સરકાર પ્રશ્નપત્રમાં ભગવદ ગીતાના પ્રશ્નો પૂછશે.
bhagwat geeta in gujarat board text book

હિંદુત્વવાદી ભાજપ સરકાર સમયાંતરે કુમળા મનના બાળકોના મનમાં હિંદુત્વના બીજ રોપતી રહે છે. અગાઉ શાળાઓમાં પ્રાર્થનામાં ભગવદ ગીતાના શ્લોક બોલાવવાનું નક્કી કર્યું હતું. એ વિવાદ માંડ શમ્યો છે ત્યાં હવે ગુજરાત બોર્ડે ધો. 9 થી 12ના ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરીને નવો વિવાદ ઉભો કર્યો છે.

મામલો શું છે?

મળતી માહિતી મુજબ ગુજરાત બોર્ડ દ્વારા ધો. 9 થી 12માં કેટલાક વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ બદલી નવા પરિરૂપ જાહેર કરાયા છે. સરકારના ઠરાવ મુજબ ધો. 9થી 12માં પ્રથમ ભાષાના પુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેરવામાં આવ્યા છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ સહિતના ચાર પ્રથમ ભાષા વિષયોમાં આ પાઠ ઉમેરવામાં આવતાં આ ચારેય વિષયના પરિરૂપ બદલાયા છે. જેથી હવે આ ચારેય ભાષાના વિષયોમાં આ વર્ષથી પ્રથમ અને દ્વિતિય સત્રની પરીક્ષામાં અને બોર્ડ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને ગીતાના પાઠમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.

શાળાઓમાં ભગવદ ગીતાના શ્લોકો ભણાવવાનું શરૂ કરાયું

ગુજરાત સરકાર દ્વારા સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો, જેને પગલે પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના શ્લોકો સાથેના પાઠ ભણાવવાનું શરુ કરાયું છે. ગત વર્ષે ધો. 9થી 12માં ગુજરાતી પ્રથમ ભાષાના પુસ્તકમાં બે ચેપ્ટરના વધારા સાથે નવું પુસ્તક તૈયાર થઈ ગયું હતું. આ પુસ્તકને ગુજરાતીમાં પાછલા વર્ષથી જ ભણાવવાનું શરુ કરી દેવાયું હતું. જોકે, બાકીની ભાષામાં પુસ્તક તૈયાર ન હોવાથી ગુજરાતીમાં પરીક્ષામાં ગીતાના પાઠના પ્રશ્નો પૂછવામાં આવતા ન હતા.

આ પણ વાંચોઃ દલિતને મર્યા પછી પણ જાતિ નડી, મનુવાદીઓ સ્મશાન આડે ઉભા રહ્યાં

હવે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો. 9થી 12માં ગુજરાતી ઉપરાંત ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી એમ બાકીના ત્રણેય પ્રથમ ભાષાના પુસ્તકોમાં ગીતાના શ્લોકો સાથેના પાઠનું અનુવાદ તૈયાર કરી દેવાયું છે. આ સિવાય નવા પુસ્તકો તૈયાર કરી દેવાતા બોર્ડ દ્વારા આ વર્ષથી ચારેય ભાષામાં નવા પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ શરુ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરાયો

ગુજરાત બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ બાબતે પરિપત્ર કરીને સ્કૂલોને ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26થી નવા પુસ્તક-નવા પરિરૂપનો અમલ કરાવવા આદેશ કરાયો છે. બોર્ડના જણાવ્યા મુજબ, પ્રશ્નપત્ર પરિરૂપમાં નિષ્ણાતો દ્વારા સુધારા કરવામાં આવ્યા છે અને 17 જુલાઈની બોર્ડની શૈક્ષણિક સમિતિની બેઠકમાં કરાયેલા નિર્ણય અન્વયે આ વર્ષથી 9થી 12માં પ્રથમ ભાષા વિષયોના અભ્યાસક્રમનું માસવાર આયોજન તેમજ પ્રશ્નપત્ર પરિરૂપનો અમલ કરવામાં આવ્યો છે.

ચાર ભાષામાં ભણાવાશે ભગવત ગીતાના શ્લોક

પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રથમ ભાષાના પાઠ્ય પુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામા આવ્યો છે ત્યારે હિન્દી, ગુજરાતી, ઉર્દુ અને અંગ્રેજી સહિતની ચાર ભાષાના પુસ્તકોમાં બે-બે ચેપ્ટર ઉમેરાયા છે. જેના માટે પૂરક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેની સોફ્‌ટ કોપી તૈયાર કરીને સ્કૂલોને મોકલવામાં આવી છે. હવે પ્રથમ-દ્વિતિય સત્ર અને બોર્ડ પરીક્ષામાં ગીતાના પાઠમાંથી ત્રણથી ચાર માર્કસના પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને પૂછાશે. આ ચારેય પ્રથમ ભાષાના નવા પ્રશ્નપત્ર પરિરૂપ સાથે મહિનાવાર ભણાવવાના થતાં પ્રકરણોનો પણ અમલ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, હવે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમ ઉપરાંત ઉર્દુ માધ્યમના વિદ્યાર્થીઓ પણ ગીતાના શ્લોકો-ગીતાના પાઠનું વાંચન કરશે અને ભણશે.

આ પણ વાંચોઃ ‘તું નીચી જાતિનો છે, તમારું દૂધ શીવજીને ન ચઢાવાય, અભડાઈ જાય’

ભવિષ્યના મતદારો તૈયાર કરવાની કવાયત કે બીજું કંઈ?

જીએસઈબી(GSEB)ના આ નિર્ણયને લઈને વાલીઓમાં બે પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક વર્ગે આ નિર્ણયને આવકાર્યો છે. બીજી તરફ દલિત-બહુજન સમાજના જાગૃત નાગરિકોએ તેને વખોડી કાઢી આકરી ઝાટકણી કાઢી છે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એક બાજુ ચીન જેવા દેશોએ આખેઆખી એઆઈ સંચાલિત હોસ્પિટલ ઉભી કરી દીધી છે, કૃત્રિમ સૂર્ય બનાવી દીધો છે, બીજી તરફ ગુજરાતમાં બાળકોનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાને બદલે મનુવાદી વિચારધારાના ભાવિ મતદારો ઉભા કરવા ભગવદ ગીતાના પાઠ ભણાવવાનું શરૂ કરાયું છે. મોટાભાગના નેતાઓ અને આ નિર્ણય લેનાર અધિકારીઓના બાળકો અંગ્રેજી માધ્યમની સીબીએસસી સ્કૂલોમાં ભણે છે, ત્યારે ગરીબના બાળકોને હિંદુત્વવાદ તરફ ઝુકાવી ભવિષ્યના મતદારો તૈયાર કરાવવાનું આ ષડયંત્ર હોવાનું જણાય છે.

આ પણ વાંચોઃ બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ

3.3 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
6 months ago

*સંવૈધાનિક ધર્મનિરપેક્ષ વિચારધારાને ખતમ કરવાનું એક સાર્વજનિક હથિયારનું નિર્માણ શરૂ કરવામાં
ભાજપા સરકાર ખુબ જ ઉત્તેજિત થઈ રહી છે!
હજારો સેંકડો સરકારી શાળાનો ભોગ લેવાયો છે તેનાં માટે શિક્ષણમંત્રી જીનુ શું માનવું છે?
જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન!
ધન્યવાદ સાધુવાદ! જયભીમ નમો બુદ્ધાય!

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x