ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: સૌથી વધુ દસક્રોઈમાં 10 ઇંચ

ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 58 ટકા વરસાદ નોંધાયો. સૌથી વધુ કચ્છમાં 64 ટકા, સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 54 ટકા.
gujarat rain

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. રાજ્યના અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા વરસાદ થયો છે. જેમાં અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ, ખેડાના માતર તાલુકામાં 7 ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં 4-4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ, 18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં 1 ઈંચથી વધુ અને કુલ 112 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, 27 જુલાઈ, 2025ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો હતો.

આ પણ વાંચો: પોલીસની હાજરીમાં ગુંડાઓએ દલિત ખેડૂત પર બંદૂક તાકી હુમલો કર્યો

દસ્ક્રોઈ તાલુકામાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં મેઘરાજાએ દશા બગાડી નાખી હતી. 6 કલાકમાં  9 ઇંચ વરસાદ ખાબકતા જળકરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. દસક્રોઈમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં ઘર, દુકાનો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ધોળકા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા

ધોળકા પંથકમાં અનરાધાર વરસાદથી ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો, અમુક જાહેર માર્ગે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેમાં વરસાદી પાણીના નીકાલ માટે શહેરની જુનવાણી કાંસની સફાઇની કામગીરી પાલિકાની ટીમે કરી હતી.  ઘણા સમયગાળા બાદ ધોધમાર વરસાદ થતાં ધોળકાના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. જેમાં ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખેત વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. ધોળકા-અમદાવાદ રોડ ઉપર બદરખા અને ભાત ગામ વચ્ચે રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો હતો.

જેથી ધોળકા-અમદાવાદ જતાં આવતા લોકો વાયા બાવળા થઈને અવરજવર કરવાની ફરજ પડી હતી. જ્યારે શહેરના કલિકુંડના બળિયાદેવ વિસ્તાર, બજાર વિસ્તાર, મદાઓટા વિસ્તાર ગોવડા વિસ્તાર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો તથા જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતાં લોકોને હાલાકી પડી હતી. નગરપાલિકા તંત્ર, વહિવટી તંત્ર દ્વારા કુદરતી વરસાદી આફત અંગે તકેદારીના ભાગરૂપે અગત્યની જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

બનાસકાંઠાના વડગામમાં 7 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્ત-વ્યસ્ત

ગુજરાતમાં ગઈકાલે જ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી. ત્યારે આજે હવામાન વિભાગ વિભાગ દ્વારા પણ અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લો પણ સામેલ હતો. ત્યારે બનાસકાંઠાના જ વડગામની વાત કરીએ તો અહીં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર સાત કલાકના ગાળામાં 9 ઈંચ વરસાદ ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં આવતા છાપીમાં પણ વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. હાઇવે પણ પાણીમાં ડૂબી ગયા હતા. છાપી હાઇવે પર આવેલી દુકાનો, હોટેલમાં પણ પાણી ફરી વળ્યા હતા. હાઇવે પર વધારે પડતું પાણી ભરાઇ જવાથી ધારેવાડાથી લઈને પાલનપુરથી ચક્કાજામની સ્થિતિ સર્જાતા અનેક વાહનો ફસાયા હતા.  બનાસકાંઠા જિલ્લામાં આવતા છાપીમાં પણ વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. હાઇવે પણ પાણીમાં ડૂબી ગયા હતા. છાપી હાઇવે પર આવેલી દુકાનો, હોટેલમાં પણ પાણી ફરી વળ્યા હતા. હાઇવે પર વધારે પડતું પાણી ભરાઇ જવાથી ધારેવાડાથી લઈને પાલનપુરથી ચક્કાજામની સ્થિતિ સર્જાતા અનેક વાહનો ફસાયા હતા.

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી

ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. જેની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો: દલિત કર્મચારીઓના નામે કંપનીએ 100 કરોડની બેનામી સંપત્તિ ખરીદી

સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ ગુજરાતનાં સુરેન્દ્રનગર. પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં વરસાદ પૂરજોશમાં વરસી રહ્યો છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ અને ખેડા જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બનાસકાંઠાના પાલનપુરથી અમદાવાદના ધોરીમાર્ગ પર અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

રાજ્યમાં વ્યાપક રીતે વરસી રહેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી)ના કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે  સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી,અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા જણાવ્યું હતું. તેમજ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિ થી વાકેફ રાખવા સૂચના આપી હતી.

આ પણ વાંચો: સુરતના અંતરિયાળ ગામનો આદિવાસી છોકરો ઈન્ડિગોનો પાયલોટ બન્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x