એસટી નિગમે રોજિંદા મુસાફરોના પાસના ભાડામાં વધારો ઝીંક્યો

દૈનિક મુસાફરો માટેના 15 અને 45 દિવસના પાસની કિંમત વધારી દેતા દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ વધુ ભાડું ચૂકવવી પડશે.
Gujarat st nigam

મોંઘવારીના ચોતરફી મારનો સામનો કરી રહેલા ગુજરાતીઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત એસટી નિગમે તેના ‘15 દિવસનું ભાડું ભરી 30 દિવસ મુસાફરી કરો’ અને ‘45 દિવસ ભાડું ભરી 90 દિવસ મુસાફરી કરો’ યોજનાઓના પાસના ભાડામાં વધારો ઝીંક્યો છે. ગુજરાત સરકારના એસટી નિગમ દ્વારા રાજયમાં એસટી બસમાં રોજીંદી મુસાફરી કરતાં મુસાફરો માટે 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરીની યોજના જાહેર કરી હતી. પરંતુ એસટી નિગમ દ્વારા હવે આ યોજનામાં સુધારો કર્યો છે. જેના કારણે હવેથી 15ના બદલે 18 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી કરી શકાશે. જ્યારે 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરીની યોજનામાં સુધારો કરી કરીને 36 દિવસના ભાડામાં 60 દિવસની મુસાફરીનો સુધારો કરાયો છે.

ગુજરાત સરકારના એસટી નિગમ દ્વારા નિગમની બસોમાં મુસાફરી કરતાં રોજિંદા મુસાફરોને બસ ભાડામાં રાહત દરે પાસ આપવા અંગેની યોજના અમલમાં બનાવવામાં આવી છે. જેના અંતર્ગત એસટી નિગમની લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, લકઝરી, શહેરી સર્વિસમાં રોજીંદી મુસાફરી કરતાં મુસાફરોને પ્રવર્તમાન બસ ભાડામાં રાહત આપી રાહત દરના માસિક/ત્રિમાસિક પાસ આપવાની સુવિધા કરાઇ છે. આ યોજના અંતર્ગત 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી તેમજ 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરીની સુવિધા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી

આ યોજના અમલ થયા બાદ હાલમાં તેની સમિક્ષા કરાઇ હતી. જેમાં એસટી નિગમની બસોમાં હાલમાં વધી રહેલા લોડ ફેકટરને તેમજ સદર યોજના નિગમની સ્વયોજના હોય આ બાબતે આગળ વધતાં સંચાલકીય ખર્ચને ધ્યાનમાં લેવામાં આવી હતી. જેથી એસટી નિગમના સંચાલક મંડળની ગત તા. 6 જૂન 2025ના રોજ બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે.

એસટી નિગમના સંચાલક મંડળની આ બેઠકમાં ઠરાવ નંબર 10150 થી સુધારો કરાયો છે કે, હવેથી 18 દિવસનું ભાડું વસૂલ કરીને 30 દિવસની મુસાફરી કરો તેમજ 36 દિવસનું ભાડું વસૂલ કરી 60 દિવસની મુસાફરી કરો તેવી યોજના અમલમાં મૂકવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. આ ઠરાવ અંતર્ગત એસટી નિગમ દ્વારા હાલમાં રોજિંદા મુસાફરોને મુસાફરીના ભાડામાં રાહત દરના પાસની યોજના અન્વયે ઇ-પાસ મોડ્યુલમાંથી ડેપો/ કંટ્રોલ પોઈન્ટ પરથી પાસ તથા આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. દૈનિક મુસાફરીના પાસમાં થયેલા આ વધારાની બહુજન સમાજના દરરોજ નોકરીના સ્થળે અપડાઉન કરતા લોકોના ખિસ્સાને સીધી અસર થશે.

આ પણ વાંચો: મનરેગાના બે દાયકા: પડકારો અને પ્રાસંગિકતા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x