GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી

જીપીએસસીની પરીક્ષામાં દલિત, આદિવાસી અને ઓબીસી યુવકોને અન્યાય મુદ્દે કોંગ્રેસ ગાંધીનગરમાં આંદોલન કરશે.
injustice in gpsc

GPSCની લેખિત પરીક્ષામાં સારા ગુણ મેળવ્યા બાદ મૌખિકમાં ઓછા ગુણ આપી દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓને અન્યાય કરાયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે GPSC સામે મોરચો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગરમાં એકઠા થઈ આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે, ઓબીસી, દલિત અને આદિવાસી સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું આ ષડયંત્ર છે. આ મામલે ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના આગેવાનો એકત્ર થઈ ચિંતન કરી આંદોલનની રણનીતિ નક્કી કરીશું.

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રોફેસર હેમંત શાહે પણ બેઠકમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો:  370-400 માર્ક્સ મેળવનાર EWS ના 15 પાસ, SC ના 23 નાપાસ

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, GPSCની પરીક્ષામાં ઓબીસી, દલિત અને આદિવાસી સમાજના જે તારલાઓ લેખિતમાં સારા માર્કસ લાવ્યા હતા તેઓને જીપીએસસી દ્વારા મૌખિમાં પાડી દેવામાં આવ્યા છે. આ એક ષડયંત્ર છે. એસસી, એસટી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે તો તે બંધ કરવામાં આવે, આરટીઈના કાયદાનો યોગ્ય અમલ થતો નથી.

જીપીએસસીની પરીક્ષામાં થયેલા અન્યાય મુદ્દે કોંગ્રેસે 1 જૂને ગાંધીનગરમાં એકઠા થઈ આંદોલનની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ મુદ્દે 33 જિલ્લામાં પણ કાર્યક્રમો આપવાની તૈયારી કરવામાં આવી છે.

સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ આ મામલે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપના શાસકો બંધારણને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. જીપીએસસીના ચેરમેન નહીં પણ સમગ્ર પદ્ધતિ બદલવાની જરુર છે.

અગાઉ ભાજપના જ નેતા અને માણસાના પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને GPSC પર અન્યાય અને પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં હરિભાઇ ચૌધરીએ GPSCના મૌખિક ઇન્ટરવ્યૂમાં ચોક્કસ સમાજના લોકોને વધુ માર્ક અપાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. હરિભાઈ ચૌધરીએ થોડા દિવસ પહેલા આ મામલે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જે છોકરાને GPSCના ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપીને નાપાસ કર્યો તે છોકરો UPSCમાં સામી છાતીએ પાસ થઇ ગયો. સરકારને તો શરમ આવવી જોઇએ. ભાજપના કેટલાક ધારાસભ્યો પણ છે, જેઓ એમ કહે છે કે તમે લડો. અમે તમને મદદ કરીશું.

આ પણ વાંચો: દલિતવાસ પર હુમલામાં 27 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x