હૈદરાબાદમાં, એક બ્રાહ્મણ શખ્સે તેની પાંચ મહિનાની ગર્ભવતી પત્નીની ક્રૂરતાથી હત્યા કરી નાખી (Husband Kills Pregnant Wife). હત્યા કર્યા પછી તેણે તેના જ ઘરમાં તેની પત્નીના મૃતદેહના ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ તેણે તેને બેગમાં ભરીને નદીમાં ફેંકી દીધો. પોલીસ માને છે કે હત્યા પાછળનું કારણ કૌટુંબિક વિવાદ છે. પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના ૨૩ ઓગસ્ટ, શનિવારના રોજ બની હતી. આરોપી પતિનું નામ ૨૭ વર્ષીય મહેન્દ્ર રેડ્ડી છે. જ્યારે તેની મૃતક પત્નીનું નામ સ્વાતિ હતું અને તે માત્ર 21 વર્ષની હતી. બંને મૂળ તેલંગાણાના વિકારાબાદ જિલ્લાના રહેવાસી હતા. જાન્યુઆરી 2024 માં હૈદરાબાદમાં બંનેના પ્રેમ બાદ પરિવારની મરજીથી લગ્ન ગોઠવાયા હતા. લગ્ન પછી બંને હૈદરાબાદ ગયા અને બોડુપ્પલમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. સ્વાતિ માર્ચ 2025માં ગર્ભવતી હતી. તેમ છતાં, બંને વચ્ચે ઝઘડો ચાલુ રહ્યો. શુક્રવાર, 22 ઓગસ્ટના રોજ સ્વાતિએ મહેન્દ્રને કહ્યું કે તે તબીબી તપાસ માટે વિકારાબાદ જશે અને તે પછી તે તેની માતાના ઘરે રહેશે. પરંતુ મહેન્દ્રએ ના પાડી. એ પછી બંને વચ્ચે ઝઘડો થયો. એ દરમિયાન મહેન્દ્રએ સ્વાતિને મારવાની યોજના બનાવવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: ગુંડાએ દલિત દંપતીને માર માર્યો, દંપતીએ FIR કરી તો હાથ ભાંગી નાખ્યા
મલકાજગીરીના ડીસીપી પી.વી. પદ્મજાએ જણાવ્યું હતું કે, “શનિવારે સાંજે લગભગ 4:30 વાગ્યે તેણે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા માટે, તેણે હેક્સા બ્લેડથી શરીરના ભાગો કાપી નાખ્યા હતા. એ પછી, તેણે શરીરના ભાગોને અલગ અલગ નાના પ્લાસ્ટિક કવરમાં પેક કર્યા અને પછી માથું, હાથ અને પગ મુસી નદીમાં ફેંકી દીધા. મહેન્દ્ર સ્વાતિના આ અંગોને ફેંકવા માટે ત્રણ વખત નદીમાં ગયો હતો. આરોપીએ તેની પત્નીનું માથા વગરનું અને પગ વગરનું ધડ તેના રૂમમાં રાખ્યું હતું.”
પોલીસે ઘરમાંથી મહિલાનું ધડ અને પગ કબજે કર્યા છે. શરીરના અન્ય ભાગો હજુ પણ ગુમ છે. બાકીના મળી આવેલા શરીરના ભાગો હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પોલીસ નદીમાં શરીરના બાકીના ભાગો શોધી રહી છે. કોઈને તેના પર શંકા ન જાય તે માટે આરોપી પતિએ તેની બહેનને ફોન કર્યો હતો અને તેને કહ્યું હતું કે સ્વાતિ ગુમ થઈ ગઈ છે. એ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં પ્રસુતાને ઝોળીમાં નાખી 4 કિમી દૂર 108 સુધી લઈ જવાઈ
ડીસીપી પદ્મજાએ જણાવ્યું હતું કે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ હત્યાને ગુમ થવામાં ખપાવવા પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે તેની પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. તેમણે કહ્યું, “આરોપીની કબૂલાતના આધારે હત્યા અને ગુનાના પુરાવાનો નાશ કરવા સહિત BNS ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.”
खौफनाक…जानवर से भी बदतर
तेलंगाना से दिल दहला देने वाली वारदात सामने आई है। हैदराबाद के मेडिपल्ली इलाके के बालाजी हिल्स कॉलोनी में महेन्दर को अपनी पत्नी के कटे हुए शव के टुकड़े ठिकाने लगाते हुए रंगे हाथ पकड़ लिया गया। पुलिस के मुताबिक उसने पत्नी का सिर, हाथ और पैर पहले ही मूसी… pic.twitter.com/kb5thJzJuA
— Devanshu Mani Tripathi (@devanshu_mani) August 24, 2025
પોલીસના જણાવ્યા અનુસાર, હૈદરાબાદ આવ્યાના એક મહિનાથી બંને વચ્ચે પરિસ્થિતિ સારી નહોતી. બંને વચ્ચે ઘણાં ઝઘડા થયા હતા. ગયા વર્ષે એપ્રિલમાં, સ્વાતિએ વિકારાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે તેના પતિ મહેન્દ્ર રેડ્ડી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે સ્વાતિ ત્રણ મહિનાથી હૈદરાબાદના પંજાગુટ્ટા વિસ્તારમાં એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી. પરંતુ મહેન્દ્રને તેના પર શંકા હતી અને તેણે કામ કરવાનો ઇનકાર કર્યો હતો. જેને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો.
આ પણ વાંચો: સુરતમાં આદિવાસી વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી કૂદી આપઘાત કર્યો