Hyderabad Karachi Bakery News: સરહદે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતમાં ભાજપના કાર્યકરોએ ફરીથી પાકિસ્તાની નામોને લઈને અરાજકતા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ હૈદરાબાદ સ્થિત ‘કરાચી બેકરી’માં ભાજપ-વીએચપીના કાર્યકરોએ તોડફોડ કરી તેના માલિકોને બેકરીનું નામ બદલવા કહ્યું હતું. તેલંગાણા પોલીસે દાવો કર્યો છે કે બેકરીમાં થયેલી તોડફોડ પાછળ ભાજપ સાથે સંકળાયેલા લોકોનો હાથ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 10 મેના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ હૈદરાબાદના શમશાબાદમાં આવેલી કરાચી બેકરીમાં કથિત રીતે ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે ટોળાએ બેકરીનું નામ બદલવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો: Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા
આરજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે બાલારાજુએ અખબારને જણાવ્યું હતું કે, બેકરીના કોઈ કર્મચારીને નુકસાન થયું નથી અને બેકરીને પણ વધારે કશું નુકસાન થયું નથી. ઘટનાની જાણકારી મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તોફાની ટોળાંને વિખેરી નાખ્યું હતું.
કે બાલારાજુએ વધુમાં જણાવ્યું હતું કે વિરોધ કરનારાઓ પર BNS ની કલમ 126 (2) અને 324 (4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી કે કરાચી બેકરી સામે વિરોધ પ્રદર્શનો થયા હોય. ગયા અઠવાડિયે, જ્યારે ભારત-પાકિસ્તાન સંઘર્ષ ચરમસીમાએ હતો, ત્યારે કરાચી બેકરીની બંજારા હિલ્સ શાખામાં કેટલાક વિરોધીઓ ત્રિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.
આ હુમલા પછી, બેકરીના માલિકો રાજેશ અને હરીશ રામનાણીએ એક નિવેદન બહાર પાડીને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરી હતી. તેલંગાણા પોલીસે જણાવ્યું હતું કે 2019 માં પુલવામા હુમલા દરમિયાન પણ બેકરીમાં તોડફોડ કરવામાં આવી હતી.
Men calling themselves nationalists vandalising an Indian owned Karachi bakery in Hyderabad.
It’s a 6-decade old Indian brand founded by founded by Khanchand Ramnani.
Poor Karachi bakery that has nothing to do with Pakistan becomes the victim of idiocy every single time. pic.twitter.com/XDkmtMnkgp
— Anusha Ravi Sood (@anusharavi10) May 11, 2025
કરાચી બેકરીનું નામ પાકિસ્તાનના કરાચી પરથી રાખવામાં આવ્યું છે. પરંતુ તેની માલિકી એક ભારતીય પરિવાર પાસે છે. અહેવાલ મુજબ, તેમના પૂર્વજો ભાગલા દરમિયાન કરાચીથી હૈદરાબાદ આવ્યા હતા. ખાનચંદ રામનાણીએ આ બેકરીની શરૂઆત ૧૯૫૩માં હૈદરાબાદના મોઝમજાહી માર્કેટથી કરી હતી. કરાચી બેકરીની દિલ્હી, બેંગલુરુ અને ચેન્નાઈ સહિત ઘણા શહેરોમાં શાખાઓ છે. તેની એકલા હૈદરાબાદમાં જ 24 શાખાઓ છે. તેના બેકડ ઉત્પાદનોમાં ઉસ્માનિયા બિસ્કિટ સૌથી પ્રખ્યાત છે.
આ પણ વાંચો: યે હમ કશ્મીરિયોં કે મહેમાન હૈ, ઈન્હે મત મારો..