‘સરકારને અમે આદિવાસી ન લાગતા હોઈએ તો DNA ટેસ્ટ કરાવો’

Adivasi News: ઉત્તર ગુજરાતના આદિવાસીઓ જાતિના દાખલા સહિતની માંગણીઓનો ઉકેલ ન આવતા પાલનપુરથી ગાંધીનગર આવવા નીકળ્યો.
Adivasi News

Adivasi News: બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના પટ્ટાના આદિવાસી સમાજની વર્ષો જૂની માગણીઓનો સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં ન આવતા આખરે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે. જાતિના દાખલા સહિતની વિવિધ માંગણીઓનો છેલ્લા ત્રણ વર્ષથી કોઇ ઉકેલ ન આવતા આદિવાસી સમાજે પાલનપુરથી ગાંધીનગર સુધીની 131 કિલોમીટરની પદયાત્રાની શરૂઆત કરી છે, જે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

આ યાત્રામાં દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. ગાંધીનગર પહોંચ્યા બાદ પણ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભણેલા-ગણેલા છોકરાઓ નોકરી વિહોણા: કાંતિ ખરાડી

આ મામલે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવા છતા પણ જાતિના દાખલાની સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી. ભણેલા ગણેલા છોકરાઓ જાતિના દાખલાના અભાવે નોકરીથી વિહોણા છે. અહીં સ્થાનિક લેવલે અમારી સમસ્યાનું કોઇ નિવારણ ન આવતા અમારે ના છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરવી પડી છે.

આ પણ વાંચો: ભારતમાં બંધુઆ મજૂરોમાં 100 ટકા SC, ST અને OBC

અનેક રજૂઆતો કરી પણ કોઇ નિવારણ ન આવ્યું

આદિવાસી આગેવાન ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાતિના દાખલા મેળવવામાં થતી હેરાનગતિઓ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પણ સરકારે આજ દિન સુધી કોઈ સુખદ નિરાકરણ લાવ્યું નથી.

Adivasi News

ત્રણ વર્ષથી મહેનત કરીને પરીક્ષા પાસ કરનાર યુવાનોની સરકારી નોકરીના ઓર્ડરો જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે. વિશ્લેષણ સમિતિના અધિકારીઓ વિદ્યાર્થીઓને નોકરી ન મળે તે માટે નાની-મોટી શાબ્દિક ભૂલો કાઢી દાખલાઓ રદ કરી રહ્યા છે, જે નિંદનીય છે. તેમને લાગે છે કે તંત્ર અને સમિતિના અધિકારીઓ યુવાનોને સરકારી નોકરી ન મળે તે દિશામાં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો:  વઘઈના ડોકપાતળમાં 135 આદિવાસી બાળકો ઝાડ નીચે ભણે છે

વારંવાર આવેદનો આપવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, આજે સમગ્ર વિસ્તારના આગેવાનો અને યુવાનો સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી મુખ્ય માંગણીઓમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને જાતિના દાખલા મળે, તેમજ સરકારી નોકરી મેળવી ચૂકેલા યુવાનોના અટકાવેલા ઓર્ડરો તાત્કાલિક આપવામાં આવે અને આ સમસ્યાનું વહેલીતકે સમાધાન થાય એવી અમારી માંગ છે.

આ પણ વાંચો: આદિવાસી મહિલાની માથું કપાયેલી લાશ મળી, ટોળાંએ 150 ઘર સળગાવ્યાં

‘અમે આદિવાસી ન લાગતા હોય તો ડીએનએ કરાવો’

આદિવાસી સમાજ આગેવાન શંકરભાઈએ જણાવ્યું કે, અમે છેલ્લા બે વર્ષથી સરકારમાં રજૂઆત કરીએ છીએ પરંતું અમારી સમસ્યાનું કોઇ નિવારણ નથી આવ્યું, જેને લઇને અમારા છોકરા-છોકરીઓ નોકરી વિહોણા છે. સરકારને અમે આદિવાસી ન લાગતા હોય તો અમારો ડીએનએ ટેસ્ટ કરાવો.

ના છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રા શરૂ કરવી પડીઃ કાંતિ ખરાડી

દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, લાંબા સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવા થતાં પણ જાતિના દાખલાની સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી. ભણેલા ગણેલા છોકરાઓ દાખલાના લીધે નોકરીથી વિહોણા છે. અહીં સ્થાનિક લેવલે અમારી સમસ્યાનું કોઇ નિવારણ ન આવતા અમારે ના છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરવી પડી છે.

આ પણ વાંચો: દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરવા બદલ પિતાએ ગર્ભવતી પુત્રીની હત્યા કરી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x