Dalit News: 2025નું વર્ષ વિદાય લઈ રહ્યું છે પરંતુ દલિતો પર અત્યાચારની ઘટનાઓ ઘટવાનું નામ નથી લઈ રહી. વર્ષનો ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે દેશના કોઈ ખૂણે દલિતો પર મનુવાદી ગુંડાઓ દ્વારા હુમલાઓ ન થયા હોય. આ સિલસિલો આ મહિને યથાવત રહ્યો છે અને જાતિવાદી તત્વોએ એક નિર્દોષ દલિત કિશોરને ચોર સમજી લઈને તેને માર મારી, વીજળીના ઝાટકા આપ્યા હતા.
મામલો ખાપ પંચાયતોની મનુવાદી માનસિકતા માટે કુખ્યાત હરિયાણાનો છે. અહીંના પલવલથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક સગીર દલિત છોકરો કેટલાક બદમાશોથી ડરીને, પોતાનો જીવ બચાવવા માટે એક ઘરમાં કૂદી ગયો હતો. પરંતુ ઘરમાં હાજર લોકોએ તેને ચોર સમજીને તેને નિર્દયતાથી માર માર્યો હતો. એટલું જ નહીં, તેમણે તેને વીજળીના ઝટકા પણ આપ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટની દલિત યુવતી પર દુષ્કર્મ આચરી યુવકે 28 લાખ પડાવ્યા
ચોર સમજીને દલિત કિશોરને વીજળીના ઝટકા આપ્યા
મનુસ્મૃતિમાં માનનારાઓએ નક્કી કર્યું છે કે તેઓ હંમેશા નિર્દોષ દલિતોને કોઈ કારણ વગર માર મારશે, ત્રાસ આપશે અને અપમાનિત કરશે. દલિતો સાથે જોડાયેલી આવી જ એક ઘટના હરિયાણાના પલવલમાં બની છે, જ્યાં ચોરીની શંકાના આધારે, કેટલાક માથાભારે તત્વોએ 12 વર્ષના દલિત કિશોરને બંધક બનાવીને વીજળીના ઝટકા આપ્યા હતા. આ ઘટના 10 ડિસેમ્બરની રાત્રે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત દલિત કિશોર લગ્નોમાં લાઈટ ફિટીંગ કરવાનું કામ કરે છે.
10 ડિસેમ્બરની રાત્રે, દલિત કિશોર તેના બે સાથીદારો સાથે કામ પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે રાત્રે લગભગ 11.30 વાગ્યે નશામાં ધૂત કેટલાક માણસોએ કારમાં તેનો પીછો કર્યો હતો. જેનાથી ડરીને તે એક ઘરમાં ઘૂસી ગયો હતો. પરંતુ પરિવારે તેને ચોર સમજીને બંધક બનાવી લીધો. તેમણે કિશોરને કલાકો સુધી બાંધીને રાખ્યો, તેને ખૂબ માર માર્યો અને વીજળીના ઝટકા આપ્યા. આરોપીઓએ બાદમાં પોલીસને બોલાવી, પરંતુ એ પહેલા અનેકવાર તેનું જાતિય શોષણ પણ કર્યું.
આ પણ વાંચો: મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન હિંદુ સંગઠને ન થવા દીધા
10 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો
કિશોરના શરીર પર અનેક ઈજાઓ અને દાઝી ગયાના નિશાન છે. દલિત કિશોર હાલમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના નિવેદનના આધારે, પોલીસે 10 લોકો સામે કેસ દાખલ કર્યો છે, અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે.
વધુ સુનાવણી 8 જાન્યુઆરી 2026ના રોજ થશે
આ કેસમાં આગામી સુનાવણી 8 જાન્યુઆરી 2026એ થશે. ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજીઓ પણ નામંજૂર કરવામાં આવી છે. પોલીસ હાલમાં તેમની શોધ કરી રહી છે. વધુમાં, પોલીસે ઇરાદાપૂર્વક ઈજા, ખોટી રીતે બંધક બનાવવા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: દલિત આધેડને ચોર સમજી ગામલોકોએ માર મારી પતાવી દીધા!










