Kadi assembly by-election: કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂને યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર થશે. હાલ કોંગ્રેસ અને ભાજપ કડી બેઠક પર કોને ઉતારવા તેને લઈને મૂંઝવણમાં છે ત્યારે આમ આદમી પાર્ટીએ આ બેઠક પરના પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
કોણ છે જગદીશ ચાવડા?
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ આજે કડી બેઠક માટે કડીના ખાવળ ગામના વતની અને યુવા નેતા જગદીશભાઈ ચાવડાને ટિકિટ આપી છે. જગદીશ ચાવડા આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે પણ સક્રિય રીતે કામ કરે છે. વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોના હિતો માટે જન આંદોલનમાં અગ્રેસર રહ્યા છે. જમીની લેવલે તેમણે અનેક આંદોલનોમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે. હાલમાં જ બાપુનગરમાં ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવવા માટે એએમસીના અધિકારીઓ તૈયાર નહોતા ત્યારે જગદીશભાઈએ દલિત પેન્થર સાથે ખભેખભો મિલાવીને કામ કર્યું હતું. દલિત યુવાનો તેમની સારી એવી લોકપ્રિયતા છે.
આ પણ વાંચોઃ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર
આમ આદમી પાર્ટીના કડી વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે શ્રી જગદીશ ચાવડાની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/89TcGwFJdg
— AAP Gujarat (@AAPGujarat) May 30, 2025
ઈસુદાન ગઢવીએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે યુવા અને લડાયક ચહેરો એવા જગદીશ ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કડી સહિત આખા ગુજરાતના સર્વસમાજના લોકો માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે. તે SC મોરચના પ્રદેશ અધ્યક્ષ છે અને તેઓ મજબૂતાઇથી કડી વિધાનસભાની ચૂંટણી લડશે. આ ચૂંટણી ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપનો અત્યાચાર, બેરોજગારી, દલિતો પર અત્યાચાર, નોકરીઓમાં ઘપલાં, મોંઘવારી જેવા મુદ્દાઓનો જવાબ આપવા માટે છે. ઇસુદાન ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે જગદીશ ચાવડા કડી વિધાનસભા ચૂંટણી મજબૂતાઇથી લડશે અને જીતશે.
આ પણ વાંચોઃ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર
ભાજપ-કોંગ્રેસ મૂંઝવણમાં
ગુજરાતની બંને પ્રમુખ પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ મોટાભાગની ટિકિટોની વહેંચણી જાતિગત અને પેટા જાતિગત સમીકરણોને બેસાડીને જ કરે છે. બંને પાર્ટીઓ કોઈ સમાજ નારાજ ન થઈ જાય અને રહી ન જાય તે ધ્યાનમાં રાખીને આગળ વધે છે. કડી વિધાનસભા બેઠક એસસી અનામત છે. ગુજરાત વિધાનસભામાં 13 બેઠકો અનામત છે. જેમાં વર્ષ 2022 ડિસેમ્બરના પરિણામોમાં 13 બેઠકોમાંથી 9 પુરુષ અને 4 મહિલા ધારાસભ્ય સભ્ય બન્યા હતા. જેમાં કોંગ્રેસના 2 અને ભાજપના 11 ધારાસભ્યો ચૂંટાયા હતા.
કડી બેઠક માટે ભાજપ-કોંગ્રેસમાં અનેક દાવેદારો
કડી બેઠક માટે ભાજપમાંથી ગાયિકા કાજલ મહેરિયા, સ્વ. કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી સહિત અન્ય દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, પ્રવીણ પરમાર સહિત અન્ય દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP