કચ્છમાં બહુજન સંગઠનોએ એકસાથે ડૉ.આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

Kutch News: કચ્છમાં 6ઠ્ઠી ડિસેમ્બરે તમામ બહુજન સંગઠનોએ એકમંચ પર ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
kutch News

kutch News: કચ્છમાં 6ઠ્ઠી ડિસેમ્બરની ઉજવણી ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા અલગ રીતે કરવામાં આવી હતી. અનેક ફાંટાઓમાં વહેંચાયેલા દલિત બહુજન સમાજના રાજકીય-સામાજિક સંગઠનોએ મતભેદો બાજુ પર મૂકીને એકમંચ પર આવીને મહાનાયક ડો.આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બહુજન સમાજની આ એકતાએ કચ્છમાં નવો અધ્યાય શરૂ કર્યો છે.

રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન કચ્છ દ્વારા ભૂજ ખાતે સ્થિત ડૉ.આંબેડકરની પ્રતિમા સમક્ષ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધા-સુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ સંગઠનના પ્રતિનિધિઓ જોડાયા હતા. સૌએ સાથે મળીને વિશ્વ વિભૂતિ, ભારત રત્ન, બંધારણના ઘડવૈયા મહિલા મુક્તિદાતા, શોષિત-પીડિત-વંચિત ગરીબ સમાજના મસિહા, હક-અધિકાર માટે જીવનભર સંઘર્ષ કરનાર મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરને ક્રાંતિકારી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

kutch News

આ પણ વાંચો: દલિતો-સવર્ણો વચ્ચે રસ્તાને લઈને હિંસક અથડામણ, અનેક દલિતો ઘાયલ

આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના વિવિધ સામાજિક-રાજકીય આગેવાનો, મહિલા પ્રતિનિધિઓ, બહુજન સંગઠનના હોદેદારો તથા આંબેડકરી વિચારધારાથી પ્રેરિત યુવા ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારોને આત્મસાત કરીને સમાજના અંતિમ લોકો સુધી સંવિધાનિક અધિકારો પહોંચાડવા માટે સંગઠન દ્વારા સંકલ્પ લેવાયો હતો.

મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ ખબરઅંતર.ઈન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને કચ્છમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. અહીં તમામ બહુજન સંગઠનોએ એકમંચ પર આવીને મહાનાયક ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાજ માટે એક થઈને લડત આપવાનો મેસેજ આપ્યો છે. એ રીતે ખરા અર્થમાં ડો.આંબેડકરનું સપનું કચ્છના સંગઠનોએ સાકાર કરવા તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે અને તેના સકારાત્મક પરિણામો આગામી દિવસોમાં જોવા મળશે.

kutch News

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા

આ કાર્યક્રમમાં પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરી, ભીમા કોરેગાંવના પ્રમુખ સુરેશભાઈ કતેચા, રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન સસ્થાપક વિશાલ પંડ્યા, પ્રેમ દનીચા, સંજુ મહેશ્વરી, જયેશ મારવાડા, પ્રતાપ રૂપાણી, રાજુભાઈ દાફડા, મયુર બળિયા, સુરેશભાઈ પાતારીયા, ધીરજ ધૂઆ, દેવ મારવાડા, મણિલાલ નામોરી, કિશોર મારવાડા, પ્રેમજીભાઈ મહેશ્વરી, નાગશીભાઈ ફફલ, લક્ષ્મીબેન મહેશ્વરી, રશ્મિબેન સોલંકી, મુકેશ ફુલીયા, મનોજ ફુલીયા, સુરેશ માંગલિયા, રાહુલ વિગોરા, અમન ફફલ, ધર્મેશ ફફલ, માલશી માતંગ, વિધાર્થી પાસવાન, ભીમ આર્મીના હરિભાઈ પરમાર, ઈકબાલ જત, લખુભાઈ વાઘેલા, રશિલાબેન દુગદિયા, એડવોકેટ વાલજી આયદી, એડવોકેટ રમણીક ગરવા, કાનજી ચંદે, ખીમજીભાઈ મહેશ્વરી, કાનજી ધેડા, મૂળજી રોશિયા, ડી એલ સોધમ, નરેશ ધેડા, પરેશ ફુલીયા, મનજી ચોહાણ, મયુર દાફડા, રમણીક ઝાલા, ભુલા ખાન, વિનોદ આયડી, મેહુલ ધૂઆ, ભરત કટુઆ, માવજી મહેશ્વરી, કચ્છ જિલ્લાની ટીમ દ્વારા  શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું.

(વિશેષ માહિતીઃ નરેશભાઈ મહેશ્વરી, કચ્છ)

આ પણ વાંચો: SIRમાં ગેરબંધારણીય શબ્દ દૂર કરવા કચ્છ મેઘવાળ સમાજ મેદાનમાં

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x