Dalit News: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના હરસિંહપુર જુમ્મનપુરવામાં ગુરુવારે રાત્રે 9 વર્ષના એક દલિત બાળકનો મૃતદેહ બાવળના ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. મૃતકની ઓળખ જુમ્મનપુરવાના રહેવાસી જમુના પ્રસાદના પુત્ર પપ્પુ તરીકે થઈ છે. મૃતક બાળકના પરિવારે તે જ ગામના ચુન્ના, મુમતાઝ, છોટે અને કય્યુમ પર જમીન વિવાદને કારણે હત્યા કર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. બીજી તરફ ઝાંડી ચોકીના ઇન્ચાર્જ દુર્ગેશ શર્માને બેદરકારીના આરોપસર લાઇન ડ્યુટી પર મૂકવામાં આવ્યા છે.
આ કેસની મળતી માહિતી મુજબ, પપ્પુ ગુરુવારે સાંજે ઘાસ કાપવા ગયો હતો, પરંતુ જ્યારે તે ઘરે પાછો ન ફર્યો, ત્યારે તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. રાત્રે તેનો મૃતદેહ ઘરથી લગભગ 250 મીટર દૂર કેળાના ખેતરમાં બાવળના ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. મૃતકના પિતા જમુના પ્રસાદના જણાવ્યા અનુસાર, પપ્પુના શરીર પર ઈજાના નિશાન હતા અને તેની બનિયાન પણ ફાટી ગઈ હતી. પરિવારનો આરોપ છે કે પપ્પુને પહેલા માર મારવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી અને લાશ ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી.
પરિવારે લાશને ઝાડ પરથી ન ઉતારવા કહ્યું
લાશ મળી હોવાની માહિતી મળતાં, પોલીસ અધિકારી મહેક શર્મા અને કોન્સ્ટેબલ મહેશચંદ્ર પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરતાં લાશને ઝાડ પરથી ઉતારવાનો ઇનકાર કર્યો હતો અને કલેક્ટરને બોલાવવા અને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. મોડી રાત સુધી હોબાળો ચાલુ રહ્યો. જ્યારે પરિસ્થિતિ તંગ બની ત્યારે એડિશનલ એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને ગુનેગારો સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું, ત્યારબાદ પરિવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નીચે ઉતારવાની મંજૂરી આપી.
આ પણ વાંચો: સવર્ણોની દલિત મહિલાને ધમકી- ‘ગામમાં દેખાઈ તો રેપ કરીશું’
પોલીસ પર બેદરકારીનો આરોપ
મૃતક બાળક પપ્પુના દાદાએ કહ્યું કે આરોપીએ તેમની રહેણાંક જમીન પર કબજો જમાવ્યો હતો, જેની સામે તેમણે ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમણે ઝાંડી પોલીસ ચોકીના ઇન્ચાર્જ પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો તેમના પૌત્રનો જીવ બચાવી શકાયો હોત.
उत्तर प्रदेश जनपद लखीमपुर में एक 8 साल के मासूम दलित बच्चे की गला घोंटकर हत्या कर दी गई फिर उसके शव को पेड़ पर लटका दिया गया।
परिजनों का आरोप है कि एक स्थानीय दारोगा ने विरोधियों से 5 लाख रुपए लेकर बच्चे की हत्या की है। 1/2 👇 #Dalit @NCSC_GoI @BhimArmyChief @lakhimpurpolice pic.twitter.com/VupX8CTtjM
— Komal karanwal (@Komal_karanwal) July 5, 2025
આરોપીઓ મુસ્લિમ હોવાથી બજરંગ દળ મેદાનમાં આવ્યું
એસપી સંકલ્પ શર્માએ જણાવ્યું હતું કે પરિવારની ફરિયાદના આધારે ચાર આરોપી ચુન્ના, મુમતાઝ, છોટે અને કય્યુમ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ચારેયની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કેસની સઘન તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં આરોપીઓ મુસ્લિમો હોવાથી રાજકીય રોટલાં શેકવા માટે બાળકનો મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ પછી ઘરે પહોંચ્યો, ત્યારે બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો.
જો કે, આ જ બજરંગદળ જ્યારે દલિતો પર બ્રાહ્મણો, ઠાકુરો કે અન્ય સવર્ણ હિંદુ જાતિના લોકો અત્યાચાર કરે છે, હુમલા કરે છે ત્યારે કદી દલિતોના સમર્થનમાં આવતા નથી. પણ આ કેસમાં આરોપીઓ મુસ્લિમ હોવાથી તરત તેઓ વિરોધ કરવા ઉતરી પડ્યા હતા. દલિતોએ આવા સંગઠનો અને તેમના કથિત ટેકાથી દૂર રહેવું જોઈએ.
આ પણ વાંચો: દિલ્હી દરવાજા પાસે કારે ટક્કર મારતા સફાઈકર્મી મહિલાનું મોત