Lakhimpur leopard youth fight viral video: માણસ પર જ્યારે જીવનું જોખમ ઉભું થાય ત્યારે તેનામાં અચાનક પરિસ્થિતિ સામે લડવાની તાકાત આવી જતી હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતા એક દલિત યુવક પર અચાનક દીપડો હુમલો કરી દે છે અને તે પોતાનો જીવ બચાવવા માટે 15-20 સુધી દીપડા સાથે લડતો રહે છે. પોતાનાથી 7 ગણી તાકાત ધરાવતા દીપડાને યુવક મોં પકડીને જમીન પર પછાડી દે છે, મુક્કા મારે છે અને જીવ બચાવે છે. એ દરમિયાન લોકો દીપડા પર ઈંટો અને પથ્થર ફેંકે છે. અંતે દીપડો યુવકને છોડીને નાસી છૂટે છે. આ હુમલામાં યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. એ દરમિયાન દીપડો ખેતરમાં છુપાઈ ગયો હતો. જ્યારે વનકર્મીઓએ જાળ બિછાવી ત્યારે દીપડાએ તેની ટીમ પર પણ હુમલો કર્યો. હુમલામાં વન નિરીક્ષક, કોન્સ્ટેબલ અને બે ગ્રામજનો ઘાયલ થયા છે. આ ઘટનાના અઢી કલાક પછી, વનકર્મીઓએ દીપડાને શાંત કરીને તેને પકડી લીધો છે. દીપડા સાથે લડનારા યુવાન સહિત 5 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દીપડા સાથે લડતા યુવકનો વીડિયો સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ દલિત શખ્સે RTI કરતા સરપંચ પતિ સહિત 7 લોકોએ કુહાડીથી હુમલો કર્યો
યુવક દીપડા સાથે 15-20 મિનિટ સુધી લડતો રહ્યો
આ ઘટના ઉત્તરપ્રદેશના લખીમપુર ખિરી જિલ્લાની ધૌરહરા ફોરેસ્ટ રેન્જના જુગનુપુર ગામની છે. મંગળવારે બપોરે લગભગ 1 વાગ્યે, મેડઈલાલ વર્માના ઈંટના ભઠ્ઠાની ચીમની પાસે કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. એ દરમિયાન ખેતરમાંથી નીકળી એક દીપડાએ ભઠ્ઠા પર કામ કરતા લોકો પર હુમલો કરી દીધો. તેમાં ગામનો મિહીલાલ નામનો યુવક પણ હતો. મિહીલાલે ડર્યા વિના 15-20 મિનિટ સુધી દીપડા સાથે જીવ સટોસટની લડાઈ લડી. તે દીપડા પર ચઢી ગયો, તેને મુક્કા માર્યા. તે ઈંટોના ઢગલા પર પડી ગયો અને દીપડા પર ચઢી ગયો. તેણે દીપડાને મુક્કા મારી-મારીને અધમૂઓ કરી નાખ્યો. મિહીલાલને બચાવવા માટે નજીકમાં ઉભેલા લોકોએ ઇંટો ફેંકવાનું શરૂ કર્યું. જેના કારણે દીપડો ઈજાગ્રસ્ત થયો અને મિહીલાલને છોડીને ખેતરો તરફ ભાગી ગયો. 15-20 મિનિટ સુધી ચાલેલી આ લડાઈમાં દીપડાએ મિહીલાલના શરીર પર અનેક જગ્યાએ ઈજા પહોંચાડી હતી.
આ પણ વાંચોઃ જાતિ પૂછી કોંગ્રેસના દલિત નેતા પર 60 લોકોનો તલવાર-દંડાથી હુમલો

દીપડાએ વન વિભાગના અધિકારીઓ પર પણ હુમલો કર્યો
આ ઘટનાની માહિતી મળતાં જ પ્રાદેશિક વન અધિકારી નૃપેન્દ્ર ચતુર્વેદી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ દીપડાએ તેમની ટીમ પર પણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગામના ફોરેસ્ટ ઇન્સ્પેક્ટર રાજેશ કુમાર દીક્ષિત, રેન્જર નૃપેન્દ્ર ચતુર્વેદી, પીઆરવી કોન્સ્ટેબલ રામ સજીવન અને ઇકબાલ ખાન ઘાયલ થયા હતા. ઘાયલોને પહેલા સીએચસી ધૌરહરામાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ મિહીલાલ, ઇકબાલ ખાન અને ફોરેસ્ટ ઇન્સ્પેક્ટર રાજેશ દિક્ષિતને લખીમપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. રેન્જર નૃપેન્દ્ર ચતુર્વેદી અને કોન્સ્ટેબલ રામ સજીવનને સામાન્ય ઇજાઓ થઈ હતી, જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આને પૈસાનો બહુ પાવર છે કહી દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો
જીવ બચાવવા 20 મિનિટ સુધી લડવું પડ્યું
આ હુમલાને લઈને યુવક મિહિલાલે કહ્યું – અમે પ્લાન્ટમાં છોડ જોવા જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો કહેવા લાગ્યા કે દીપડો આવ્યો છે. અમે એ જ રસ્તે જઈ રહ્યા હતા, તો નમીને ચીમની નીચે જોયું તો ત્યાં દીપડો હતો અને તેણે અમારા પર હુમલો કર્યો. પહેલા તેણે મારા જમણા હાથ પર હુમલો કર્યો. પછી મેં પણ તેને પકડી લીધો. અમારી લડાઈ લગભગ 15-20 મિનિટ સુધી ચાલુ રહી. આ સમય દરમિયાન, નજીકમાં ઉભેલા લોકોએ તેના પર ઇંટો અને પથ્થરો પણ ફેંક્યા. અંતે, તે ડરી ગયો અને ભાગી ગયો, પછી લોકો મને હોસ્પિટલમાં લઈ ગયા.
આ પણ વાંચોઃ ‘દલિત થઈને મેરેજ હોલમાં લગ્ન કેમ રાખ્યા?’ કહી ટોળાએ હુમલો કર્યો
યુપીના લખીમપુર ખીરીમાં એક યુવકે દીપડા સામે બાથ ભીડી. 15-20 મિનિટ સુધી બંને વચ્ચે લડાઈ જામી. જેમાં અંતે યુવકે દીપડાને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. કલેક્ટરે યુવકને રૂ. 50 હજારનું ઈનામ આપ્યું છે. #Lakhimpur #leapordattack #viralvideo pic.twitter.com/tIPECZEHZQ
— khabar Antar (@Khabarantar01) June 26, 2025
યુવકને કલેક્ટરે રૂ. 50 હજારનું ઈનામ આપ્યું
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લખીમપુરના કલેક્ટર દુર્ગાશક્તિ નાગપાલે ઘાયલ મિહીલાલના ખબરઅંતર પૂછ્યા હતા. મિહિલાલે હિંમત બતાવી અને દીપડાનો સામનો કર્યો અને તેને પીછેહઠ કરવા મજબૂર કર્યો. જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગા શક્તિ નાગપાલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મિહિલાલની બહાદુરીની પ્રશંસા કરી અને સ્થળ પર જ મિહિલાલને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી ત્યાં જ એ રકમનો ચેક આપ્યો હતો. મિહિલાલે ડીએમને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. ડીએમએ મિહિલાલના પરિવારને મળ્યા અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
આ પણ વાંચોઃ ચિકન બનાવવા વાસણ ન આપતા દલિત સાધુ પર ત્રિશૂળથી હુમલો











Users Today : 1747