4 વર્ષની દલિત બાળકી પર સ્કૂલવાન ચાલકે બળાત્કાર કર્યો

Dalit News: સ્કૂલ વાન ચાલકે 4 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર કર્યો. આરોપીની ધરપકડ. સ્કૂલ મેનેજર સામે પણ એટ્રોસિટીનો કેસ.
dalit news

Dalit News: ગુનાખોરી માટે કુખ્યાત યુપીમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ચાર વર્ષની દલિત બાળકી(4-year-old dalit girl) પર તેની સ્કૂલના જ વાનચાલક(school van driver ) શખ્સે બળાત્કાર(Raped) ગુજારતા ચકચાર મચી ગઈ છે. ઘટના લખનઉની છે. 14 જુલાઈના રોજ બનેલી ઘટના બાદ, 18 જુલાઈના રોજ આરોપી મોહમ્મદ આરિફની ધરપકડ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. વાનમાં કોઈ મહિલા એટેન્ડન્ટ નહોતી અને ડ્રાઇવરની પણ ચકાસણી કરવામાં આવી ન હતી. જેના કારણે સ્કૂલના મેનેજર સંદીપ કુમાર સામે પણ FIR નોંધવામાં આવી છે. આરોપી સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

બાળકીએ કહ્યુંઃ ‘વાનમાં બેઠેલા મારી સાથે અંકલે ગંદું કર્યું’

ઘટના 14 જુલાઈએ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળકી સ્કૂલ વાનમાં બેસીને ઘરે આવી. એ પછી તે સતત રડતી હતી અને અસામાન્ય વર્તન કરતી હતી. જ્યારે બાળકીની માતાએ તેને વિશ્વાસમાં લઈને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે વાનમાં બેઠેલા અંકલે તેની સાથે ગંદી હરકતો કરી હતી. છોકરીએ તેના ગુપ્તાંગ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે તેને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. જ્યારે માતાએ બાળકીની તપાસ કરી, ત્યારે તેના ગુપ્તાંગ પર ગંભીર ઈજાના નિશાન હતા. તે તાત્કાલિક તેને ખાનગી ડૉક્ટર પાસે લઈ ગઈ અને તેની સારવાર કરાવી.

આ પણ વાંચો:  બનાસકાંઠામાં લોકશાહીનું મોત? 40થી વધુ ગ્રામ પંચાયતો સમરસ બનશે

આરોપી મોહમ્મદ આરિફની ધરપકડ કરાઈ

ડૉક્ટરની સલાહ પર, બાળકીની તબીબી તપાસ કરવામાં આવી, જેમાં બળાત્કારની પુષ્ટિ થઈ. ત્યારબાદ બાળકીના પરિવારે 17 જુલાઈના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 18 જુલાઈના રોજ, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કલ્યાણ એપાર્ટમેન્ટ નજીકથી આરોપી વાન ડ્રાઈવર મોહમ્મદ આરિફ (ઉંમર 25 વર્ષ) ની ધરપકડ કરી. આરોપી ઈન્દિરાનગરનો રહેવાસી છે.

આરોપીએ બાળકીની માતાને જાતિસૂચક ગાળો બોલી ધમકી આપી

પીડિત છોકરી ‘કિડઝી’ નામની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. તેની માતાએ જણાવ્યું કે સ્કૂલ વાનની વ્યવસ્થા સ્કૂલના મેનેજર સંદીપ કુમાર દ્વારા ગોઠવવામાં આવી હતી. જ્યારે તેણીએ શાળાએ પહોંચીને સ્કૂલના મેનેજર સંદીપ કુમારને ફરિયાદ કરી, ત્યારે આરોપી પણ ત્યાં હાજર હતો. પોતાના કાળા કામો સામે આવી ગયા પછી પણ આરોપીએ મોહમ્મદ આરિફે લાજવાને બદલે ગાજવાનું ચાલુ કરી દીધું હતું અને બાળકીની માતાને જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કર્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ બાળકીની માતાને કહ્યું કે, “જો તું ફરિયાદ કરીશ તો હું તને અને તારી પુત્રીને ગાયબ કરી દઈશ.”

શાળાના મેનેજરે મામલો દબાવવા પ્રયત્ન કર્યો

પીડિતાની માતાનો આરોપ છે કે જ્યારે તેણીએ શાળાના મેનેજર સંદીપ કુમારને સમગ્ર મામલાની જાણ કરી ત્યારે તેમણે પણ કોઈ કાર્યવાહી કરી નહીં અને વારંવાર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. બાળકીના પરિવારને કોઈ મદદ કરવામાં આવી નહીં, ઉલટાનું શાળાએ બેદરકારી અને અસંવેદનશીલતા દાખવી.

POCSO-એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું કે શાળાએ ડ્રાઇવરનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હતું અને વાનમાં કોઈ મહિલા સહાયક તૈનાત નહોતી, જે ગંભીર બેદરકારી છે. આ કારણોસર, શાળાના મેનેજર સંદીપ કુમાર સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. ડીસીપી પૂર્વીય ઝોન શશાંક સિંહે જણાવ્યું હતું કે આરોપી આરિફ સામે બળાત્કાર, POCSO Act અને SC/ST Act  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શાળાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને શાળાના મેનેજરની ભૂમિકાની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમરેલીના દલિત યુવકના હત્યારાને આજીવન કેદની સજા કરાઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x