વિમાન ક્રેશ થતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત

Ajit pawar dies: બારામતી રનવે નજીક લેન્ડિંગ સમયે ખાનગી વિમાન ક્રેશ થતા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત 6 ના મોત.
Ajit pawar dies

Ajit pawar dies: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા અજીત પવાર(Ajit pawar dies)નું આજે વહેલી સવારે વહેલી વિમાન દુર્ઘટના(plane crash)માં મોત થઈ ગયું. અજિત પવારનું ખાનગી વિમાન મહારાષ્ટ્રના બારામતી નજીક ક્રેશ થયું. લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિમાન ખેતરમાં અથડાયું અને તેમાં આગ ફાટી નીકળતા અજિત પવારનું મોત થયું હતું. અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા અને જિલ્લા પરિષદની ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, તેમના સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ સાથે, સવારે 7 વાગ્યે 8 સીટવાળા ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી રવાના થયા. તેમના કાર્યક્રમમાં નિરાવગજ, પાંઢરે, કરંજેપુલ, અને સુપામાં બેઠકનો સમાવેશ થતો હતો. કાર્યક્રમો શરૂ થાય તે પહેલાં થોડા સમય પહેલા આ અકસ્માત થયો હતો.

ઘટનાસ્થળના ફોટા અને વીડિયોમાં જોવા મળે છે કે, વિમાન ખેતરમાં અથડાયું અને આગની લપેટમાં આવી ગયું હતું. ચારે બાજુ ગાઢ ધુમાડો દેખાય છે. વિમાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે, અને તેનો કાટમાળ દૂર દૂર સુધી ફેલાયેલો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બારામતીમાં રનવે નજીક થયો હતો.

આ પણ વાંચો: બગોદરામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને ફટકારતા હોસ્પિટલ ખસેડાયો

હજુ સુધી સ્પષ્ટ નથી કે આ અકસ્માત ક્રેશ લેન્ડિંગને કારણે થયો હતો કે ટેકનિકલ ખામીને કારણે. NCP નેતા માજિદ મેમણે પુષ્ટિ આપી હતી કે અજિત પવાર બારામતી જવાના હતા. અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ક્રેશ સ્થળ પર એકઠા થયા છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, અજિત પવારે ગયા દિવસે મુંબઈમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. તે સમયે તેઓ 5 ફેબ્રુઆરીએ પુણે જિલ્લામાં જિલ્લા પરિષદની ચૂંટણીના સંદર્ભમાં બારામતી જઈ રહ્યા હતા. અજિત પવાર મહારાષ્ટ્રના એક વરિષ્ઠ ભારતીય રાજકારણી છે. તેમણે રેકોર્ડ છઠ્ઠી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ શાસક મહાયુતિ ગઠબંધનના મુખ્ય નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

આ પણ વાંચો: ‘આ ફ્રૂટવાળો ઢે#@ છે, પૂજા માટે તેની પાસે ફ્રૂટ ન ખરીદતા…’

અજિત પવાર ઓપરેટર VSR ની માલિકીના લિયરજેટ 45 વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. નોંધણી નંબર VT-SSK ધરાવતું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, એક પીએસઓ અને એક એટેન્ડન્ટ સહિત પાંચ લોકો વિમાનમાં સવાર હતા, જેમાં પાઇલટ-ઇન-કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસરનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં કોઈ પણ બચી શક્યું નથી. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે, અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

વીએસઆર એવિએશને કન્ફર્મ કર્યું છે કે, બારામતી વિમાન દુર્ઘટનામાં પાઇલટ સુમિત કપૂર અને સહ-પાઇલટ સંભવી પાઠક પણ સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ઉપરાંત, વિદીપ જાધવ, પિંકી માલી, સુમિત કપૂર અને સંભવી પાઠકનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x