મહારાષ્ટ્ર સરકારની Ladki Bahin Yojana માં એક મોટી છેતરપિંડી સામે આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે 26 લાખથી વધુ લાભાર્થીઓએ છેતરપિંડી આચરીને આ યોજનાનો લાભ લીધો હતો. જેમાં લગભગ 14 હજાર પુરુષોનો પણ સમાવેશ થાય છે. હાલમાં, આ લાભાર્થીઓને ચુકવણી બંધ કરી દેવામાં આવી છે.
મહિલા-બાળ વિકાસ મંત્રીએ શું કહ્યું?
મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અરજદારોની પાત્રતાની ખાતરી કરવા માટે રાજ્યના તમામ વિભાગો પાસેથી ડેટા માંગવામાં આવ્યો હતો. જેથી જાણી શકાય કે લાભાર્થીઓ અન્ય કઈ સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.

અદિતિ તટકરેએ કહ્યું, કેટલાક લાભાર્થીઓ અનેક સરકારી યોજનાઓનો લાભ લેતા હતા. કેટલાક કિસ્સાઓમાં, પરિવારના બે કરતા વધુ સભ્યો આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આશ્ચર્યજનક રીતે, એવા કિસ્સાઓ પણ બન્યા છે કે જ્યાં લાડકી બહેન યોજના હેઠળ પુરુષ અરજદારોને પણ પૈસા આપવામાં આવ્યા હતા.
26 લાખથી વધુ લાભાર્થીઓ નકલી નીકળ્યા
હાલમાં, જૂન 2025 થી આવા 26.34 લાખ ખાતાઓમાં ચુકવણી બંધ કરવામાં આવી છે. જ્યારે 2.25 કરોડ પાત્ર મહિલાઓને માસિક રૂ. 1,500 ની સહાય રકમ મળી. અદિતિ તટકરેએ સ્પષ્ટતા કરી કે ફિલ્ડમાં જઈને મહિલાઓની પાત્રતાની ખાતરી કરવાની જવાબદારી જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે. જે મહિલાઓ ખરેખર પાત્ર હોવાનું જાણવા મળશે તેમને ફરીથી યોજનાનો લાભ મળવાનું શરૂ થશે.

આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી’, ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવો? – RSS મહાસચિવ
મંત્રી તટકરેએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં તે છેતરપિંડી કરનારા અથવા બનાવટી દાવેદારો સામે કાર્યવાહી કરશે જેમણે લાભ લેવા માટે અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા છે. મહિલાઓ માટે બનાવેલી આ યોજના હેઠળ 14,298 પુરુષોએ લાભ લીધો હતો.
વિપક્ષોએ સરકારની ઝાટકણી કાઢી
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વિપક્ષે તેની આકરી ટીકા કરી. જવાબમાં, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે સરકાર આ રકમ વસૂલ કરશે અને જો નકલી લાભાર્થીઓ સરકારને સહકાર નહીં આપે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ યોજના ગરીબ મહિલાઓને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. તે ક્યારેય પુરુષો માટે નહોતી. તેનો દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં.
શું છે લાડકી બહેન યોજના?
તમને જણાવી દઈએ કે આ યોજના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ અઘાડી સરકારે શરૂ કરી હતી. ઓગસ્ટ 2024 માં વિધાનસભા ચૂંટણી પહેલા તેની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, જે મહિલાઓની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તેમના બેંક ખાતામાં એક નિશ્ચિત રકમ સીધી જમા કરવામાં આવે છે.
ये तो होना ही था, लाडले भाइयों का सब्र का बांध आखिरकार टूट ही गया।
महाराष्ट्र में लाडले भाई, लाडली बहना बनकर 10 महीने तक सरकार से पैसा लेते रहे।
महाराष्ट्र सरकार की महिलाओं के लिए शुरू की गई ‘मुख्यमंत्री माझी लाडकी बहन योजना’ में बड़ा फर्जीवाड़ा सामने आया है।
राज्य सरकार की… pic.twitter.com/ryuh88WYB2— Ankit Kumar Avasthi (@kaankit) July 27, 2025
આ યોજનાને રાજ્યભરમાં વ્યાપક સમર્થન મળ્યું. ખાસ કરીને વિધાનસભા ચૂંટણી દરમિયાન. આ યોજનાને મહાયુતિની જીતનો શ્રેય આપવામાં આવે છે. હવે એજ યોજનામાં છેતરપિંડી સામે આવતા યોજના તેના અસલ લાભાર્થીઓ સુધી પહોંચી છે કે કેમ તે સવાલ પેદા થયો છે.
આ પણ વાંચો: આદિવાસી હોસ્ટેલમાં 160 જગ 51 લાખમાં ખરીદ્યાં, 32,000નો એક જગ?










