બોરસદનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યાં, 2ના મોત

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ પડતા 4 વાહનો નદીમાં ખાબક્યા. મહીસાગરમાંથી 3 લોકોનું રેસ્કયુ કરાયું. આંકડો વધી શકે.
gambhira bridge collapsed

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોનું રેસ્કયુ કરાયું છે. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

4 વાહન નદીમાં પડ્યા, 2ના મોત, 3ને રેસ્કયુ કરાયા પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા .આ ઘટનામાં બે વ્યક્તિઓના મોતની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 3 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

gambhira bridge collapsed

બોરસદનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો આજે સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આણંદ જિલ્લાને વડોદરા જિલ્લાથી જોડતો મહત્વનો બ્રિજ વચ્ચેથી જ તૂટી પડ્યો હતો. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો. માત્ર રીપેરીંગ કામ કરવામાં આવતું હતું તંત્ર દ્વારા માત્ર આ બ્રિજનું સમારકામ જ કરવામાં આવતું હતું. આ બ્રિજ તૂટી પડતાં આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

આ પણ વાંચો: એક દલિત પ્રોફેસર 20 વર્ષથી હક માટે યુનિ. સામે લડી રહ્યાં છે

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.

બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી  મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.

આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.

આ પણ વાંચો: શું કોરોનાની રસી અને યુવાનોના અચાનક મોત વચ્ચે કોઈ સંબંધ છે?

 

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
મેહુલ પરમાર
મેહુલ પરમાર
8 days ago

2થી વધારે આંકડો વધી ગયો છે 12 લોકો ના મૃત્યું થયા છે

તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x