દેશમાં હાલ અનિલ મિશ્રા સહિતના મનુવાદી તત્વો ડો.આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકેના સ્થાન પરથી હટાવવા માટે તેમનો ખૂલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, ત્યારે મુંબઈમાં એક યુવકે દેશ-દુનિયામાં ડો.આંબેડકરનું માન-સન્માન કેટલું મહત્વનું છે તે બતાવવા માટે રૂ. 1.5 કરોડની પેન તૈયાર કરી છે અને તેના પર એકમાત્ર ડો.આંબેડકરની સહી પ્રિન્ટ કરાઈ છે. આ ઘટનાએ મનુવાદી તત્વોને સજ્જડ લપડાક મારી છે.
છેલ્લાં કેટલાક દિવસોથી મનુવાદી માનસિકતા ધરાવતા કેટલાક લોકો બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબા સાહેબના યોગદાન વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરીને રાષ્ટ્રનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે, ત્યારે સત્ય એ છે કે આખી દુનિયા બાબા સાહેબના યોગદાનને સલામ કરે છે, ત્યારે મનુવાદીઓ તત્વોની શું હેસિયત છે કે, તેઓ ડો.આંબેડકરના યોગદાન પર સવાલ ઉઠાવે. મનુવાદીઓ ડો.આંબેડકરની પ્રતિભા પર એક સવાલ ઉઠાવે છે, ત્યાં તેના વિરોધમાં 1000 આંબેડકરવાદીઓ ઉભા થઈ જાય છે. જે બતાવે છે કે, ડો.આંબેડકર તેમના માટે કથિત ભગવાનો કરતા પણ ઉંચો દરજ્જો ધરાવે છે.

આ પણ વાંચો: મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય સારું કે ડૉ.આંબેડકરનું બંધારણીય રાજ્ય?
મનુવાદીઓ તત્વોને મુંબઈના યુવકની જોરદાર લપડાક
મનુવાદીઓ ડો.આંબેડકરના યોગદાનને ઓછું આંકવા માટે સતત પ્રયત્નો કરતા રહે છે, ત્યારે મનુવાદીઓને તેમની હેસિયત બતાવવા માટે મુંબઈના એક યુવકે રૂ.1.5 કરોડની એક પેન તૈયાર કરીને ડો.આંબેડકરને સમર્પિત કરી છે. આ પેન પર એકમાત્ર ડો.આંબેડકરની સહી છે. મુંબઈના રહેવાસી રોહિત પિસાલે મનુવાદી તત્વો પર જોરદાર પ્રહાર કર્યો છે.

ડૉ.આંબેડકરના નામે રૂ.1.5 કરોડની પેન બનાવી
રોહિત પિસાલે બનાવેલી પેન હાલ ચર્ચામાં છે. પેન એ શિક્ષિત વ્યક્તિની ઓળખ છે. દરેક શિક્ષિત વ્યક્તિના ખિસ્સામાં પેન ચોક્કસ જોવા મળશે. શિક્ષકથી લઈને ક્લાસ વન અધિકારીઓ સહિતના સૌ કોઈના ખિસ્સામાં શિક્ષિત હોવાની નિશાનીસમી પેન ચોક્કસ જોવા મળે છે. ડો.આંબેડકરને પણ સિમ્બોલ ઓફ નોલેજ કહેવામાં આવે છે. તેથી જ રોહિત પિસાલે પેન થકી જ મનુવાદીઓની બોલતી બંધ કરવાનું અને ડો.આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો: માણસ-હાથી વચ્ચેનો સંઘર્ષ આટલો વિકરાળ કેમ બન્યો?
લોકોના ખિસ્સામાં જોવા મળતી પેન દરેક વિદ્યાર્થીનો એક આવશ્યક ભાગ છે. પેન વિના, વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો પણ અધૂરા છે. આપણે સામાન્ય રીતે રૂ. 10થી લઈને 100-200 રૂપિયા સુધીની પેન રાખીએ છીએ. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે, એક પેનની કિંમત અધધધ…રૂ. 1.5 કરોડ છે, તો તમે શું કહેશો? જી હા, 1.5 કરોડની સોનાની પેન. સોના અને હીરાથી બનેલી આ કિંમતી પેનની સૌથી મહત્વની બાબત એ છે કે, તેના પર વીસમી સદીના સૌથી મહાન વ્યક્તિ અને મહાન વિદ્યાર્થી એવા ડો.ભીમરાવ આંબેડકરની સહી છે.
પેન શા માટે તૈયાર કરવામાં આવી?
હકીકતમાં, પેનના નિર્માતા રોહિત પિસાલ સોનામાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટે જાણીતા છે. કલમ બનાવીને, રોહિતે એ પણ ઉદાહરણ બેસાડ્યું છે કે કેટલીક લડાઈઓ તલવારોથી નહીં પણ કલમની શક્તિથી જીતાય છે. રોહિત કહે છે કે ડૉ.આંબેડકરને બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બનાવવામાં તેમના પત્ની રમાબાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, અને દલિતો અને મજૂરોને સશક્ત બનાવવામાં બાબાસાહેબના યોગદાનને કોણ ભૂલી શકે?
સોનાથી મઢેલી મર્સિડિઝ બનાવીશ, જેના પર ડો.આંબેડકરની સહી હોય
બાબા સાહેબની જેમ, બુદ્ધના માર્ગ પર ચાલતો રોહિત પિસાલનું સપનું છે કે, તે સોનાની બનેલી અને બાબા સાહેબની સહી ધરાવતી મર્સિડીઝ કાર બનાવે. રોહિત સોનાનો ખૂબ શોખીન છે. રોહિતની ઓફિસમાં દરેક જગ્યાએ સોનું નજરે ચડે છે. તેઓ પોતે પણ ઘણું સોનું પહેરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ગુંડાઓ કરતા પોલીસ સામે વધુ ફરિયાદ થઈ
રોહિતે સોનાની સાયકલ, સોનાની ચાદર પણ બનાવ્યા છે
બાબા સાહેબ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, રોહિતે પહેલાથી જ બાબા સાહેબની છબીવાળી સોનાની સાયકલ, ચાદર અને સોનાનું બિસ્કિટ બનાવ્યું છે, જે તેમની વિચારધારાનું પ્રતીક છે. રોહિત કહે છે કે આ સોનાની પેન દર્શાવે છે કે દલિતો નબળા નથી, કલમની તાકાત તલવારની તાકાત કરતા મોટી છે. અને ફક્ત કલમની શક્તિથી જ તમે મજબૂત બની શકો છો. કલમની શક્તિથી ક્રાંતિ લાવી શકાય છે. રોહિતે બતાવ્યું કે કોઈ ગમે તેટલું ખરાબ બોલે, બાબા સાહેબની જેટલી ઈર્ષ્યા અને અપમાન કરશે, તેટલી જ બાબા સાહેબની ખ્યાતિ વધશે. થોડાક મનુવાદીઓ ઉછળકૂદ કરે તેનાથી ડો.આંબેડકર નામના સૂર્યને કશો ફરક નથી પડતો.
આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો











Wonderful 👍
*મનુવાદીઓ કે તેમનાં નિર્જીવ દેવી-દેવતાઓની યુગપ્રવર્તક વિશ્વ વંદનીય વિશ્વભૂષણ બોધિસત્વ ભારત રત્ન મહામાનવ પરમ પૂજ્ય બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકર જીની સામે તેઓની કોઈ વિસાત નથી કે ઉચ્ચ મહત્વ હોય તેવું કશું જ નથી…! દલિત બહુજન પત્થરનાં દેવી દેવતાઓની પૂજા કરે છે તે જ તેનું પાગલપન છે! જબ તક સૂરજ ચાંદ સિતારે રહેંગે તબ તક બાબાસાહેબ કા નામ અમર રહેગા! એમાં કોઈ બેમત નથી…! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!
Jai bheem