દલિત યુવતી સાંજે શૌચ કરવા ગઈ, સવારે બગીચામાંથી તેની લાશ મળી

દલિત યુવતી સાંજના સમયે ઘરેથી શૌચ કરવા માટે બહાર ગઈ હતી. મોડી રાત સુધી ઘરે પરત ન ફરી. બીજા દિવસે સવારે બગીચામાંથી તેની લાશ મળી આવી.
dalit news

દેશના વિવિધ વિસ્તારોમાંથી દલિત અત્યાચારની અનેક ઘટનાઓ દરરોજ સામે આવતી રહે છે. આવી જ એક આઘાતજનક ઘટના યુપીના કાનપુરમાંથી સામે આવી છે. અહીંના શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપુર શિવરાજપુર ગામમાં બુધવારે એક દલિત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ સમાચારથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. ગામની બહાર આવેલા એક બગીચામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

શું છે આખો મામલો?

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતી મંગળવારે સાંજે શૌચ કરવા માટે ઘરેથી નીકળી હતી પરંતુ મોડી રાત સુધી પાછી ફરી ન હતી. તેના પરિવારે આખી રાત તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળી નહોતી. બીજા દિવસે બુધવારે સવારે ગામની બહાર આવેલા બગીચામાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાને લઈને ગામલોકો રોષે ભરાયા છે અને આરોપીઓને પકડી પાડી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ‘ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢ’, રાજકોટમાં ડો.આંબેડકરના પૌત્રના પ્રહારો

પરિવાર બાજુના ગામના યુવક પર આરોપ લગાવ્યો

મૃતક યુવતીના પરિવારે આ મામલે બાજુના ગામના યુવાન કરણ ભદૌરિયા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કરણ યુવતીને પ્રેમસંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો અને તેને હેરાન કરતો હતો. મૃતકની માતા અને બહેને આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરી છે. સમાજના લોકોએ પીડિત પરિવારને 5 વીઘા જમીન અને 10 લાખ રૂપિયા વળતર આપવાની માંગણી કરી છે.

પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી

ઘટનાની માહિતી મળતા પોલીસ અધિક્ષક શ્રદ્ધા નરેન્દ્ર પાંડે, રેન્જ આઈજી સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ આરોપી કરણ ભદૌરિયાની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે, અને આ કેસમાં અન્ય નામો બહાર આવી શકે છે.

ગામમાં શોક ફેલાયો, પોલીસે ન્યાયની ખાતરી આપી

મૃતક યુવતી ત્રણ બહેનોમાં બીજી હતી. આ દુ:ખદ ઘટના બાદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસ અધિક્ષક શ્રદ્ધા નરેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે ગુનેગારોને બક્ષવામાં નહીં આવે અને ટૂંક સમયમાં આ કેસની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: DSP એ જાહેરમાં દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દેતા ચકચાર! 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
5 months ago

Aava loko nu police ancounter kem nathi karati????

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x