Minority News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (nitish kumar) તેમની વિચિત્ર હરકતોને કારણે છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં રહે છે. તેમની માનસિક સ્થિતિ બરાબર ન હોવાની વાતો છેલ્લાં ઘણાં સમયથી થતી રહે છે. અગાઉ તેમણે કેટલીક એવી હરકતો કરી હતી જેનાથી લોકો તેમના માનસિક સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવા લાગ્યા હતા.
આવી જ એક ઘટના બે દિવસ પહેલા બની હતી, જેમાં તેમણે એક કાર્યક્રમમાં મુસ્લિમ મહિલા ડોક્ટર(muslim female doctor)નો હિજાબ(hijab action) ખેંચ્યો હતો. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે હોબાળો મચાવ્યો છે, ત્યારે હવે સમાચાર આવ્યા છે કે, જે મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચવામાં આવ્યો હતો, તેણે સરકારી નોકરી જોઈન કરવાનો ઈનકાર કરી દીધો છે.
આ પણ વાંચો: મુસ્લિમ પડોશીનું ઘર તંત્રે તોડ્યું, હિંદુ પડોશીએ જમીન દાનમાં આપી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આયુષ ડોક્ટરોના કાર્યક્રમમાં મહિલા ડોક્ટર નુસરત પરવીનનો હિજાબ ખેંચવામાં આવ્યો હતો. આ ઘટનાથી આઘાત પામેલી નુસરત પરવીને જણાવ્યું છે કે તે હવે સરકારી નોકરી જોઈન નહીં કરે. તેના ભાઈએ જણાવ્યું છે કે નુસરત માનસિક આઘાતમાં સરી પડી છે અને આ આઘાતને દૂર કર્યા વિના કામ પર પાછા ફરવું અશક્ય છે.
એક અંગ્રેજી મીડિયા આઉટલેટ સાથે વાત કરતા, નુસરત પ્રવીણના ભાઈએ જણાવ્યું હતું કે નુસરત 20 ડિસેમ્બરે નોકરી જોઈ કરવાની હતી. પરંતુ તે હજુ પણ આઘાતમાં છે અને આ ઘટનાને ભૂલી શકતી નથી. નુસરત હાલમાં માનસિક આઘાત અનુભવી રહી છે અને તેણે કામ પર પાછા ન ફરવાનો નિર્ણય લીધો છે.
જોકે, તેણીએ એમ પણ કહ્યું કે પરિવાર તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે ભૂલ કોઈ બીજાની છે અને તેણે પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પરંતુ નુસરત તેના આત્મસન્માન પર ઘા લાગતા નોકરીમાંથી પાછી હટી ગઈ છે. નુસરતના ભાઈએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી તે આ આઘાતમાંથી સ્વસ્થ ન થાય ત્યાં સુધી કામ પર પાછા ફરવાનું શક્ય બનશે નહીં.
આ પણ વાંચો: મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન હિંદુ સંગઠને ન થવા દીધા
નુસરતનો ભાઈ લૉ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે
અહેવાલો અનુસાર, નુસરત પ્રવીણનો ભાઈ કોલકાતામાં રહે છે અને તેણે એક અંગ્રેજી મીડિયા આઉટલેટ સાથેની મુલાકાતમાં આ નિવેદનો આપ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે નુસરત પ્રવીણ કોલકાતાની એક સરકારી કાયદા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરે છે.
🇮🇳 Viral video shows Indian Chief Minister of Bihar, Nitish Kumar, pulling hijab of doctor during a government event.pic.twitter.com/a3aYGn6iUZ
— Muslim (@Muslim) December 16, 2025
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા, આયુષ ડોકટરો માટેના એક કાર્યક્રમમાં હાજરી આપી રહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે નુસરત પ્રવીણનો હિજાબ ખેંચીને ઉતારી દીધો હતો. હિજાબ ઉતારવાનો વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. વિવિધ રાજકીય પક્ષોએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.
આ ઘટનાને કારણે રાજ્યના મુખ્ય વિરોધ પક્ષો, રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો કર્યો, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર આવા નહોતા. તેઓ ભાજપના પ્રભાવ હેઠળ આવા બની ગયા છે. આ અહેવાલો બાદ, નુસરત પ્રવીણના પરિવારે હવે પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: પહેલાં ગુપ્તાંગ તપાસ્યું, ‘મુસ્લિમ’ હોવાનો ખ્યાલ આવતા હત્યા કરી!











*દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન રાષ્ટ્રપતિ શ્રીએ
વિશેષાધિકાર નો ઉપયોગ કરીને મહિલા સાથે ગૈરવર્તણૂક વિવાદાસ્પદ હિજાબ સ્પર્શ કરનારા માનસિક મનોરોગથી પીડાતા બિહાર ચીફ મિનિસ્ટર નીતીશકુમાર ની સામે પ્રશ્નાર્થ ચિન્હ ન હોવું જોઈએ! સાવધાન!
સતા નાં તોર માં એટલાં મદહોશ ન થાઓ કે તમારા વર્તન થી કોઈ ની રોજગારી છીનવાઈ જાય..