Minority News: દેશમાં ટોળાં દ્વારા લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ વધી છે. ખાસ કરીને ભાજપસાશિત રાજ્યોમાં આવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી જ વધુ એક ઘટના બિહારના નવાદામાંથી સામે આવી છે.
અહીં 35 વર્ષીય મોહમ્મદ અતહર હુસૈન પર ટોળાએ ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની આંગળીઓ તૂટી ગઈ, દાઝી ગયો. ટોળાં દ્વારા તેનું ગળું પણ દબાવવામાં આવ્યું. હોસ્પિટલમાં દાખલ થવા છતાં છ દિવસ પછી તેનું મોત થયું. તેની પત્નીએ 10 લોકો સામે નામજોગ અને 15 અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મૃતક યુવક કપડાની ફેરી કરતો હતો
મીડિયા રિપોર્ટ મુજબ, મોહમ્મદ અતહર હુસૈન છેલ્લા 20 વર્ષથી નવાદા જિલ્લામાં ઘરે ઘરે ફરીને કપડાં વેચતો હતો. 5 ડિસેમ્બરના રોજ, તે ડુમરી ગામમાં ફેરી મારીને ઘરે પરત ફરી રહ્યો હતો. રોહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભટ્ટાપર ગામ નજીક તેના પર 6-7 નશામાં ધૂત યુવાનોએ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: જ્યારે ટોળાએ 116 મુસ્લિમોની હત્યા કરી ઉપર ફુલાવર વાવી દીધું!
લૂંટ ચલાવી અને રૂમમાં બંધ કરી દીધો
હુમલાખોરોએ સૌથી પહેલા તેનું નામ પૂછ્યું હતું. નામ સાંભળતા જ, તેમણે તેને બળજબરીથી તેની સાયકલ પરથી ખેંચીને નીચે પાડી દીધો અને ₹8,000 લૂંટી લીધા હતા. ત્યારબાદ તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા અને તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો. તેને ઇંટો અને સળિયાથી મારવામાં આવ્યો, જેનાથી તેની આંગળીઓ અને હાથ ભાંગી ગયા. ગુંડાઓએ તેના નખ પણ ખેંચી લીધાં.
મુસ્લિમ હોવાની ભયાનક સજા અપાઈ?
હુમલાખોરોએ તેનું પેન્ટ કાઢી નાખ્યું અને તેના ગુપ્ત ભાગોની તપાસ કરી. એવો આરોપ છે કે તેના ગુપ્ત ભાગમાં સળિયો નાખવામાં આવ્યો હતો અને પેટ્રોલ રેડવામાં આવ્યું હતું. તેના શરીરના ઘણા ભાગો ગરમ લોખંડના સળિયાથી બાળી નાખવામાં આવ્યા હતા. અતહરને સ્ટીલના સળિયાથી માથા પર મારવામાં આવ્યો હતો, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. એક હુમલાખોર તેની છાતી પર ચઢી ગયો અને તેનું ગળું દબાવવા લાગ્યો હતો. તેનો કાનને પ્લાસથી કાપી નાખવામાં આવ્યો હતો. બાદમાં, આ હુમલામાં વધુ લોકો જોડાયા, જેના કારણે હુમલાખોરોની સંખ્યા 15-20 થઈ ગઈ.
મોહમ્મદ અથર મૂળ બિહાર શરીફના લહેરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગગનદીવાન ગામનો રહેવાસી હતો. તે કાપડ વેચવાનું કામ કરતો હતો અને નવાદા જિલ્લાના બરુઈ ગામમાં તેના સાસરિયાઓ સાથે રહેતો હતો.
આ પણ વાંચો: મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન હિંદુ સંગઠને ન થવા દીધા
આરોપીઓની ધરપકડ કરવામાં આવી
રોહ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રંજન કુમારે પુષ્ટિ કરી કે FIR નોંધવામાં આવી છે. સોનુ કુમાર, રંજન કુમાર અને શ્રી કુમાર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. મેજિસ્ટ્રેટ અને ફોરેન્સિક ટીમની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી
અતહરની પત્ની શબનમ પરવીને 10 આરોપીઓ સામે નામજોગ અને 15 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. નામજોગ આરોપીઓમાં સત્ય નારાયણ કુમાર, મન્ટુ યાદવ, સોનુ કુમાર, સતીશ કુમાર, સિકંદર યાદવ, રામસ્વરૂપ યાદવ, રંજન કુમાર, વિપુલ કુમાર, સચિન કુમાર અને સુગન યાદવનો સમાવેશ થાય છે. શબનમે જણાવ્યું કે અતહરના રૂ. 8,000 ચોરાઈ ગયા હતા અને તેની સાયકલ અને કપડાં પણ ગુમ હતા. અતહરના મૃત્યુ પછી, કેસમાં હત્યાનો આરોપ ઉમેરવામાં આવ્યો હતો. અતહરને શરૂઆતમાં નવાદા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેની હાલત વધુ ખરાબ થઈ, ત્યારે તેને પાવાપુરીના VIMS માં રિફર કરવામાં આવ્યો. પટણા જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.
પીડિતા સામે ચોરીની ફરિયાદ દાખલ
5 ડિસેમ્બરના રોજ, સિકંદર યાદવે અતહર વિરુદ્ધ ચોરીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, અતહર રાત્રે ૧૦:૧૫ વાગ્યે સોનાની બંગડી, મંગળસૂત્ર, ચાંદીનો પટ્ટો અને પિત્તળના વાસણો ચોરી ગયો હોવાનો આરોપ છે. ડાયલ 112 પર ફોન કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસ સવારે 2.30 વાગ્યે ઘાયલ વ્યક્તિને લેવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો: મુસ્લિમ પડોશીનું ઘર તંત્રે તોડ્યું, હિંદુ પડોશીએ જમીન દાનમાં આપી












દેશમાં ઠેર ઠેર અત્યાચાર અરાજકતા અનૈતિકતા અસમાનતા આતંકવાદ અન્યાય અને ગુંડા રાજ ફેલાઈ ગયો છે,
સામાન્ય લોકો નું જીવન દુષ્કર બની ગયું છે,
ધર્મ જીવન લઈ રહ્યો છે,
જાતિવાદ આતંકવાદ કરતાં પણ વધારે મૌત આપી રહ્યો છે,
અને ધર્મ બર્બરતા પુર્વક મર્ડર કરી રહ્યો છે,
મીડિયા તમાશો જોઈ રહ્યું છે,
ન્યાયાલય અન્યાય જોઈ રહ્યું છે,
મહિલાઓની ઈજ્જત ની ધજ્જીયા ઉડાડવામાં આવી રહી છે,
ભ્રષ્ટાચાર અવ્વલ નંબરે છે,
ભારત તાકાત પર દેશો ની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયું છે,
રૂપિયો ઊતરતો જાય છે,
શિક્ષણ ને પોલીયો કરી દીધો છે,
ગરીબી બેકારી મોંઘવારી અને ભુખમરી એવી વધી ગઈ છે કે બેવાર જમવાનું મળી જાય તો એવું લાગે છે કે વિકાસ થયો છે એવું લાગે છે